Home /News /entertainment /

ગુસ્સે ભરાયેલાં Big Bએ ટ્વિટર પર કહ્યું તમે બેશરમ, બેહયા, નિર્લજ, સમાજનાં કલંકી છો

ગુસ્સે ભરાયેલાં Big Bએ ટ્વિટર પર કહ્યું તમે બેશરમ, બેહયા, નિર્લજ, સમાજનાં કલંકી છો

અમિતાભ બચ્ચન

કોરોના સામેની જંગ લડતા અમિતાભ બચ્ચન (Amitabh Bachcha)ને 18 દિવસ થઇ ગયા તે હોસ્પિટલમાં છે અને અહીંથી જ તે સોશિયલ મીડિયા (Social Media) દ્વારા લોકોનાં સંપર્કમાં છે

  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં શહંશાહ અમિતાભ બચ્ચન (Amitabah Bachchan) અને તેમનાં પરિવાર છેલ્લાં થોડા દિવસથી કોરોના (COvid-19) સામે જંગ લડી રહ્યાં છે. પણ સારી વાત એ છે કે પરિવાર કોરોના સામેની જંગમાં જીતી રહ્યો છે. પૌત્રી આરાધ્યા અને વહુ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) કોરોના સામે જંગ જીતી ગયા છે અને તેઓ ઘરે પરત આવી ગયા છે. બિગ બીએ હાલમાં જ તેમનાં બ્લોગમાં ઇમોશનલ થઇને આ વાત કરી કે, કેવી રીતે પૌત્રી આરાધ્યાએ (Aaradhya) તેમનો વિશ્વાસ વધાર્યો અને તેમને આશ્વાસન આપ્યુ કે તેઓ જલદી જ ઠીક થઇને ઘરે પરત આવી જશે. આ સાથે જ તેણે તેમનાં દુશ્મનોને ટાંકતા એક પત્ર લખ્યો છે.

  કોરોના સામે જંગ લડતા બચ્ચનને 18 દિવસ થઇ ગયા છે. હોસ્પિટલમાંથી જ તેઓ સોશિયલ મીડિયા દ્વારા સતત તેમનાં ચાહકો સાથે જોડાયેલાં છે. સોમવારે ઐશ્વર્યા અને આરાધ્યાનાં ઘરે પરત ફરવા પર તેઓ ભાવૂક થઇ ગયા હતાં. બિગ બી તેમનાં બ્લોગ પર લખે છે. લિટલ વન (આરાધ્યા) અને બહુરાની ઘરે જતા રહ્યાં છે મારી આંખોમાંથી આંસૂ સરી પડ્યાં. આરાધ્યાએ મને ગળે લગાડીને કહ્યું રડો નહીં એણે મને વિશ્વાસ અપાવ્યો કે હું જલ્દી જ ઘરે હોઇશ.. મને તેનો વિશ્વાસ કરવો જોઇએ..'  આ સાથે જ આ બ્લોગમાં અમિતાભ બચ્ચનને તેમનાં હેટર્સને પણ બાનમાં લીધા છે. તેમણે હેટર્સને ટાંકતા લખ્યુ છે, આપ આપનાં પિતાનું નામ નથી લખતા કારણકે આપ નથી જાણતા કે આપ કોની પૈદાઇશ છો? અહીં ફક્ત બે જ વસ્તુ હોઇ શકે છે કાં તો હું મરી જવું કાં તો હું જીવિત રહીશ. જો મરી ગયો તો તમે પછી સેલિબ્રિટીનાં નામ પર ટિપ્પણી નહીં કરી શકો. તમારા કમેન્ટ પર એટલે હાલમાં ધ્યાન આપવામાં આવ્યું છે કારણ કે તમે અમિતાભ બચ્ચન પર કટાક્ષ કર્યો છે, જે બાદમાં નહીં કરી શકો.

  આ પણ  વાંચો-ફ્રી પરફોર્મન્સનાં બદલામાં એવોર્ડની આપવાની વાત મે ફગાવી દીધી: અદનાન સામી

  તે વધુમાં લખે છે.. ભગવાનની કૃપાથી જો હું જીવિત રહ્યો અને સર્વાઇવ કરી ગયો તો તમે કટાક્ષનાં આ તોફાનનો સામનો કરવો પડશે. ન ફક્ત મારી તરફથી, પણ મારા 90 મિલિયનથી વધુ ફોલોઅર્સ તરફથી પણ. મે હજુ તેમને જણાવ્યું નથી. પણ જો હું સર્વાઇવ કરીશ તો હું જણાવી દઇશ. અને હું તને જણાવી દઉ કે તે એક સેના છે. તેમણે આખી દુનિયા જોઇ છે. પશ્ચિમથી પૂર્વ અને ઉત્તરથી દક્ષિણ. તે આ પેજ પર ફક્ત મારો મોટો પરિવાર નથી. મારા એક ઇશારે મારો આ પરિવાર તબાહી મચાવનારા પરિવારમાં બદલાઇ જશે. હું તેમને કહીશ 'ઠોક દો સા**કો'

  આ પણ વાંચો-સુશાંત સિંઘ કેસ: મહેશ ભટ્ટ બાદ હવે કરન જોહરની પૂછપરછ કરશે મુંબઇ પોલીસ

  મારીચ, અહિરાવન, મહિષાસુર, અસુર, ઉપનામ હો તુમ, આપણો યજ્ઞ પ્રારંભ થતા જ, તુ રાક્ષસોની જેમ તડપીશ, જાણી લે એટલું કે હવે તુ જ ફક્ત સમાજની અવાજ નથી, ચરિત્રહીન, અવિશ્વાસી, શ્રદ્ધાહીન, લીચડ છે તુ, જલો ગલો પિઘલો.. બેશરમ, બેહયા, નિર્લજ, સમાજ કલંકી... તુ તારી લગાવેલી આગમાં જાતે જ બળી મરીશ.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Open Letter, અમિતાભ બચ્ચન

  આગામી સમાચાર