Home /News /entertainment /બિગ બીના બર્થ ડે પર ફેન્સને સ્પેશિયલ ગિફ્ટ, માત્ર આટલા રૂપિયામાં જોઇ શકશો 'ગુડબાય'
બિગ બીના બર્થ ડે પર ફેન્સને સ્પેશિયલ ગિફ્ટ, માત્ર આટલા રૂપિયામાં જોઇ શકશો 'ગુડબાય'
ફિલ્મ 'ગુડબાય'ના ટિકિટના રેટ અડધા કરી દેવામાં આવ્યા
Good Bye : અમિતાભ બચ્ચન, નીના ગુપ્તા અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ 'ગુડબાય'ના ટિકિટના રેટ અડધા કરી દેવામાં આવ્યા છે. 11 ઓક્ટોબરે બિગ બીના બર્થ ડેના અવસર પર લોકો અડધી કિંમતે ફિલ્મ જોઈ શકશે.
બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ફિલ્મોનો બિઝનેસ વધારવા માટે નવી નવી તરકીબો અપનાવી રહી છે. ફિલ્મ મેકર્સ ફિલ્મની ટિકિટ પર જોરદાર ઓફર આપી રહ્યા છે. તેની શરૂઆત નેશનલ સિનેમા ડે પર થઈ હતી. 23 સપ્ટેમ્બરના રોજ, દેશમાં ઘણી મલ્ટિપ્લેક્સ ચેને ફિલ્મની ટિકિટ 75 રૂપિયામાં વેચી હતી. જેણે 'બ્રહ્માસ્ત્ર' અને 'ચુપ' અને 'ધોખા ડી કોર્નર' જેવી ફિલ્મોને મોટું કલેક્શન કરી આપ્યું. આ પછી 'બ્રહ્માસ્ત્ર'ના મેકર્સે ફિલ્મની ટિકિટ 3 દિવસ માટે 100 રૂપિયા કરી દીધી હતી. આનાથી પણ ફિલ્મને ઘણો ફાયદો થયો.
એટલું જ નહીં, 2 ઓક્ટોબરે અજય દેવગનની આગામી ફિલ્મ 'દ્રિશ્યમ 2'નું એડવાન્સ બુકિંગ કરનારાઓને 50 ટકા ઑફ આપવાનું એલાન કરવામાં આવ્યું હતું. હવે મેકર્સે ફિલ્મ 'ગુડબાય' માટે સ્પેશિયલ એનાઉન્સમેન્ટ કર્યુ છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નીના ગુપ્તા, રશ્મિકા મંદાના અને સુનીલ ગ્રોવર જેવા દિગ્ગજ અને મોટા કલાકારો છે.
'ગુડબાય' બોક્સ ઓફિસ પર 7 ઓક્ટોબરે રિલીઝ થઈ હતી. ફિલ્મની ટિકિટ હવે 150 રૂપિયામાં મળી રહી છે. પરંતુ હવે મેકર્સે નિર્ણય લીધો છે કે 11 ઓક્ટોબરે 'ગુડબાય'ની ટિકિટ 80 રૂપિયા હશે. આ ઓફર અમિતાભ બચ્ચનના બર્થ ડે પર આપવામાં આવી રહી છે. અમિતાભ 11 ઓક્ટોબરે તેમનો 80મો બર્થ ડે સેલિબ્રેટ કરશે. આ અવસર પર મેકર્સે દર્શકોને ખાસ ગિફ્ટ આપી રહ્યા છે.
રિપોર્ટ મુજબ, એક સૂત્રએ જણાવ્યું હતું કે, “ફિલ્મના લીડ એક્ટર અમિતાભ બચ્ચન મંગળવારે 80 વર્ષના થઇ રહ્યાં, તેથી મેકર્સે વિચાર્યું કે 80 રૂપિયામાં ટિકિટ વેચવી એ સારો આઇડિયા હશે. તેમણે મલ્ટિપ્લેક્સ ચેન સાથે વાત કરી અને તેમણે પણ વિચાર્યું કે તે એક સારો આઇડિયા છે. તેઓ સરળતાથી આ માટે તૈયાર થઇ ગયા અને 11નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર