ભાવૂક થયા અમિતાભ બચ્ચન, લખ્યું- મદદ કરો ભગવાન..!

અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) તેમનાં ટ્વટિર (Twitter) પર પોસ્ટ શેર કરી છે અને જલસાની બહાર ભેગી થતી ભીડને તેમણે યાદ કરી છે

અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) તેમનાં ટ્વટિર (Twitter) પર પોસ્ટ શેર કરી છે અને જલસાની બહાર ભેગી થતી ભીડને તેમણે યાદ કરી છે

  • Share this:
    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક : હાલમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અભિષેક બચ્ચન, (Abhishek Bachchan) ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)અને આરાધ્યા બચ્ચચન (Aradhya Bachchan) મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. તેઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. છેલ્લા 15 દિવસથી અમિતાભ બચ્ચન અહીં છે ત્યારે તેમનાં સાજા થવાની પ્રાર્થના અને દુઆઓ દેશભરમાં થઇ રહી છે. અમિતાભ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે પણ સોશિયલ મીડિયા પર ખુબજ સક્રિય છે. આ વખતે અભિનેતાએ એક ખુબજ ભાવુક પોસ્ટ શેર કરી છે.

    અમિતાભ બચ્ચને જલસાની બહારની તસવીરો શેર કરી છે. કોરોના કાળ પહેલા દર રવિવારે અમિતાભ ઘરની બહાર જતા અને ચાહકોનું અભિવાદન સ્વીકારતા. પરંતુ હાલ જલસાની બહાર ખામોસી છે. અમિતાભે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર જૂના દિવસોને યાદ કર્યા છે અને લખ્યુ છે. આ ખામોસી ખુબજ ખૂંચી રહી છે.




    તસવીર સાથે અમિતાભે કેપ્શનમાં લખ્યું કે, તમે જે પ્રેમ અને સમર્થનથી મારી સાથે ઉભા રહો છો તે મારી શક્તિ છે. તે ક્યારેય મારી સિસ્ટમથી ગાયબ નહી થવા દઉ. ભગવાન મને મદદ કરો આ જલસા દરવાજા આજે સીલ થઈ ગયા છે. આશા અને વિશ્વાસ પર દુનિયા ચાલે છે. ઇશ્વરની ઇચ્છા છે કે દુનિયા ફરીથી પ્રેમ અને કરૂણાથી ભરાઈ જાય.

    આ પણ વાંચો- સુશાંતનાં ફિલ્મી સફરનાં શ્રેષ્ઠ 5 લૂક, ક્યારેય નહીં ભુલાય તેની સફર

    11 જુલાઇએ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન કોરોના પોઝિટીવ આવતા નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા હતાં. જેનાં બે દિવસ બાદ ઐશ્વર્યા અને આરાધ્યાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જોકે શરૂઆતમાં બંને હોમ કોરન્ટાઇન હતા. પછીથી ઐશ્વર્યાની તબિયત સુધારા પર ન આવતા માતા પુત્રી બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
    Published by:Margi Pandya
    First published: