Home /News /entertainment /અમિતાભ બચ્ચનને સાત ફેરા લેવા માટે મૂકી હતી આવી શરત, લગ્નના 49 વર્ષ બાદ જયાનો ચોંકાવનારો ખુલાસો
અમિતાભ બચ્ચનને સાત ફેરા લેવા માટે મૂકી હતી આવી શરત, લગ્નના 49 વર્ષ બાદ જયાનો ચોંકાવનારો ખુલાસો
જયા બચ્ચને હાલમાં જ પોતાના લગ્ન વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. લગ્નના 49 વર્ષ બાદ તેમણે જણાવ્યું કે સાત ફેરા લેતા પહેલા અમિતાભ બચ્ચને તેમની સામે કઈ શરત રાખી હતી. તમને જણાવી દઈએ કે આ કપલે જૂન 1973માં લગ્ન કર્યા હતા.
જયા બચ્ચને હાલમાં જ પોતાના લગ્ન વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. લગ્નના 49 વર્ષ બાદ તેમણે જણાવ્યું કે સાત ફેરા લેતા પહેલા અમિતાભ બચ્ચને તેમની સામે કઈ શરત રાખી હતી. તમને જણાવી દઈએ કે આ કપલે જૂન 1973માં લગ્ન કર્યા હતા.
હંમેશા પોતાના ગુસ્સાવાળા સ્વભાવ માટે જાણીતી એક્ટ્રેસ જયા બચ્ચને અમિતાભ બચ્ચન સાથેના પોતાના લગ્ન વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. લગ્નના 49 વર્ષ બાદ જયાએ જણાવ્યું કે બિગ બીએ તેમની સાથે લગ્ન કરતા પહેલા શું શરત મૂકી હતી.
એટલું જ નહીં, તેણે એ પણ કહ્યું કે તેઓ ઓક્ટોબરમાં લગ્ન કરવા જઈ રહ્યાં હતાં પરંતુ એક મજબૂરીને કારણે તેમણે જૂન 1973માં જ લગ્ન કરવા પડ્યા.
તેમણે ખુલાસો કર્યો કે મિસ્ટર બચ્ચને તેમને કહ્યું હતું કે, તેમને એવી પત્ની જોઈએ છે જે 9 થી 5 નોકરી કરે અને તે પણ રોજ નહીં. તમને જણાવી દઈએ કે જયાએ પૌત્રી નવ્યા નવેલી નંદાની પોડકાસ્ટ 'વોટ ધ હેલ નવ્યા'માં તેના લગ્ન સાથે જોડાયેલ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ કપલને ઈન્ડસ્ટ્રીમાં આઈડલ કપલ માનવામાં આવે છે અને ફેન્સ પણ તેમને ખૂબ પસંદ કરે છે.
2023માં અમિતાભ-જયાના લગ્નને 50 વર્ષ થશે
તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન અને જયાના લગ્ન 3 જૂન, 1973ના રોજ થયા હતા. 2023માં તેઓ તેમના લગ્નની 50મી વર્ષગાંઠ ઉજવશે. આ દરમિયાન, જયાએ દોહિત્રી નવ્યાની પોડકાસ્ટ 'વોટ ધ હેલ નવ્યા'માં બિગ બી સાથે તેમના લગ્ન વિશે કેટલાક ઘટસ્ફોટ કર્યા.
તેમણે કહ્યું કે, અમે ઓક્ટોબરમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો જેથી મારા વર્ક કમિટમેન્ટ્સ પૂરા થઈ શકે. પરંતુ ફિલ્મ ઝંજીરની સફળતા બાદ તેઓએ એક જર્ની પર જવાનું હતું પરંતુ અમિતના માતા-પિતા ઈચ્છતા ન હતા કે તે લગ્ન પહેલા બહાર જાય અને તેથી તેઓએ જૂનમાં જ લગ્ન કરવાનું નક્કી કર્યું.
તેણે કહ્યું- મિસ્ટર બચ્ચને લગ્ન માટે એક શરત રાખી હતી કે તેમને એવી પત્ની જોઈએ છે જે 9 થી 5 વાળી નોકરી કરે. તેણે મને કામ કરવા કહ્યું પણ રોજ નહીં. તે ઈચ્છતા હતા કે હું કેટલીક સારી ફિલ્મોમાં અને માત્ર સારા લોકો સાથે જ કામ કરું. તમને જણાવી દઈએ કે બંનેએ મુંબઈમાં જયાના ગોડમધરના ઘરે લગ્ન કર્યા હતા.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર