એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અમિતાભ બચ્ચન (Amitabh Bachachan) સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. બુધવારે (06 જાન્યુઆરી)નાં બિગ બી (Big B)એ એક એવી તસવીર શેર કરી છે જે બાદ ફેન્સને તેમની ચિંતા થવા લાગી છે. તેમમણે એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે અને લખ્યુ છે કે, હું એક શોર્ટ ટ્રિપ માટે લદ્ધાખ (Ladakh) ગયો જ્યાંનું તાપમાન -33 ડિગ્રી હતું. ફોટોમાં તે કેપ, ગ્લવ્ઝ, સ્નોગોગલ્સ અને ટ્રેકિંગ જેકેટ પહેરેલાં નજર આવે છે. કહેવાય છે કે આટલી તકેદારી પણ તેમને બચાવી ન શકી. પણ ખબર છે કે, તે શોર્ટ ટ્રિપ માટે લદ્દાખ ગયા નથી. તેમણે લોકો સામે મજાકમાં જૂઠું બોલ્યા છે.
અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ની આ તસવીર જોઇ ફેન્સને તેમની ચિંતા થવા લાગી છે. દૈનિક ભાસ્કરની ખબર મુજબ, એક્ટરનાં મેકઅપ આર્ટિસ્ટ દીપક સાવંતે જણાવ્યું કે, તે ફોટો તો એક એડ ફિલ્મની શૂટિંગનો લાગી રહ્યો છે. જેની શૂટિંગ મુંબઇ ફિલ્મ સિટીમાં થઇ હતી. તે હાલમાં લદ્દાખ તો નથી ગયા. તેમણે ઠંડીથી બચાવતી આ ડ્રેસમાં એક ઓઇલ કંપનીની એડનું શૂટિંગ કર્યુ છે. આ શૂટિંગ મુંબઇની ફિલ્મ સિટીમાં થઇ હતી. તે હાલમાં લદ્દાખ તો નથી ગયા.
આ રિપોર્ટમાં તેમની ટીમનું કહેવું છે કે, નિશ્ચિત રીતે આ અજય દેવગણની ફિલ્મની શૂટિંગ નથી લાગી રહી. તેમણે તસવીરને એડ શૂટ ગણાવ્યું છે. પણ આ વાતનો જવાબ તેમણે નથી આપ્યો કે, બિગ બી લદ્દાખ અને માઇનસ 33 ડિગ્રી સેલ્સિયલ ટેમ્પરેચરમાં શૂટિંગને કેમ કેપ્શનમાં લખ્યું છે. તેનાં પર કોઇએ કંઇ જવાબ આપ્યો નથી.
આપને જણાવી દઇએ કે, બિગ બી હાલમાં કૌન બનેગા કરોડપતિ ની 12મી સિઝન હોસ્ટ કરતાં નજર આવી રહ્યાં છે. આ ઉપરાંત તેઓ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં પણ નજર આવશે. આ ઉપરાંત અમિતાભ ચેહરે અને ઝૂંડ જેવી ફિલ્મોનો પણ ભાગ છે.
Published by:Margi Pandya
First published:January 07, 2021, 12:30 pm