Home /News /entertainment /Jhund : અમિતાભ બચ્ચને ઝુંડની ફીમાં કર્યો ઘટાડોઃ કહ્યું.. મારા પર ખર્ચ કરવાને બદલે...
Jhund : અમિતાભ બચ્ચને ઝુંડની ફીમાં કર્યો ઘટાડોઃ કહ્યું.. મારા પર ખર્ચ કરવાને બદલે...
અમિતાભ બચ્ચને ઝુંડ ફિલ્મની ફીમાં ઘટાડો કર્યો
Film Jhund : અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) ફિલ્મ ઝુંડ (Jhund) ની ફીમાં ઘટાડો કરી ફિલ્મ નિર્માતાઓને ચોંકાવી દીધા છે. જુઓ ફિલ્મના નિર્માતા સંદીપ સિંહે (Sandeep Singh) શું કહ્યું.
અમિતાભ બચ્ચને (Amitabh bachchan) તેમની આગામી ફિલ્મ ઝુંડ (Jhund movie) માટે ફીમાં ઘટાડો કર્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ ફિલ્મ સૈરાટ હેલ્મર નાગરાજ પોપટરાવ મંજુલેએ ડિરેક્ટ કરેલી છે. આ ફિલ્મમાં સ્લમ સોકરના સ્થાપક વિજય બરસે (Slum Soccer founder Vijay Barse)ના જીવન પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ફિલ્મમાં અમિતાભે ફૂટબોલ કોચની ભૂમિકા ભજવી છે અને તેઓ વંચિત બાળકોને સારા ફૂટ બોલર બનાવવા માટે પ્રયાસો કરે છે. આ ટ્રેલર ગત અઠવાડિયે રિલિઝ થયું હતું અને તેને સારો આવકાર સાંપડયો હતો. આ ફિલ્મનું આયા યે ઝુંડ હૈ નામનું એક ગીત પણ રિલીઝ કરાયું હતું.
આ ફિલ્મના ટ્રેલર પરથી જણાય છે કે, ફિલ્મમાં ઘણા ભાવનાત્મક દ્રશ્યો હશે. ફિલ્મના નિર્માતા સંદીપ સિંહે ખુલાસો કર્યો છે કે, અમિતાભ બચ્ચનને ફિલ્મ (Amitabh Bachchan Film) પર પૂરો વિશ્વાસ હતો અને તેથી બિગ બી (Big B) એ તેની ફીમાં ઘટાડો કરવાની ઓફર કરી હતી. નિર્માતાએ ઉમેર્યું હતું કે, અમિતાભ બચ્ચનની ટીમ પણ તેમના પગલે ચાલી હતી અને તેમનો પગાર ઘટાડ્યો હતો.
તેમણે મિડ-ડેને જણાવ્યું હતું કે, મિસ્ટર બચ્ચનને સ્ક્રિપ્ટ ખૂબ જ ગમી હતી. અમે ફિલ્મને કેવી રીતે બોર્ડ પર લાવવી તેનો વિચાર કરી રહ્યા હતા, ત્યારે ફિલ્મના સાધારણ બજેટને ધ્યાનમાં રાખીને તેમણે પોતાની ફીમાં ઘટાડો કરીને અમને સ્તબ્ધ કરી દીધા હતા. તેમણે સલાહ આપી હતી કે, મારા પર ખર્ચ કરવાને બદલે ફિલ્મ પર ખર્ચ કરીએ. આ સાથે તેમના સ્ટાફે પણ તેમની ફીમાં ઘટાડો કર્યો હતો.
" isDesktop="true" id="1184438" >
આ ફિલ્મના નિર્માતા સંદીપ સિંહે એમ પણ કહ્યું કે, આ ફિલ્મમાં ઘણી અડચણો હતી. 2018માં દિગ્દર્શક મંજુલેએ ફિલ્મ માટે પુણેમાં સેટ બનાવ્યો હતો, પરંતુ ફંડના અભાવે કામ અટકી પડ્યું હતું. ટી-સિરીઝે આ પ્રોજેક્ટને ટેકો આપ્યો તે પહેલાં એક વર્ષ કરતાં વધુ સમય માટે આ પ્રોજેક્ટ અટકી ગયો હતો. અમે નાગપુરમાં આખી ફિલ્મનું શૂટિંગ કર્યું હતું.
સંદીપ સિંહે પોતાના પર વિશ્વાસ મુકવા બદલ ભૂષણ કુમારનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઝુંડ 4 માર્ચે રિલીઝ થવાની છે. આ ફિલ્મ નાગરાજ પોપટરાવ મંજુલેની પહેલી બોલિવૂડ ફિલ્મ છે. તેમણે સૈરાટ અને ફેન્ડ્રી સહિત અનેક હિટ મરાઠી ફિલ્મો આપી છે. ઝુંડનું નિર્માણ ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, સવિતા રાજ હિરેમથ, રાજ હિરેમથ, નાગરાજ પોપટરાવ મંજુલે, ગાર્ગી કુલકર્ણી, મીનુ અરોરા અને સંદીપ સિંઘ દ્વારા ટી-સિરીઝ, તાંડવ ફિલ્મ્સ એન્ટરટેઈનમેન્ટ અને આટપતના બેનર હેઠળ કરવામાં આવ્યું છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર