Home /News /entertainment /શીખવા જેવું: બોલીવુડનાં શહેનશાહ પણ પોતાનાં કપડા જાતે જ ધોવે છે! KBC માં BIG-B એ કર્યો ખુલાસો
શીખવા જેવું: બોલીવુડનાં શહેનશાહ પણ પોતાનાં કપડા જાતે જ ધોવે છે! KBC માં BIG-B એ કર્યો ખુલાસો
KBCમાં કબૂલાત: પોતાનાં કપડાં જાતે ધોવે છે BIG-B
KBC 14: અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિની 14મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે. એક સ્પર્ધક સાથે વાતચીત દરમિયાન તેમણે ખુલાસો કર્યો હતો કે તેઓ એકના એક કપડાં ઘણી વાર પહેરે છે અને જાતે ધોઈ પણ નાખે છે.
Kaun Banega Crorepati 14: દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) એક સમયે હિન્દી સિનેમા પર રાજ કરતા હતા. 70થી 90ના દાયકા સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર તેમનો જ સિક્કો ચાલતો હતો. તે બોલિવૂડના સુપરસ્ટાર છે, જે હજુ પણ એક્ટિંગની દુનિયામાં ખળભળાટ મચાવી રહ્યા છે. હવે બધા જાણે છે કે, તેમની પાસે પૈસાની કોઈ કમી નથી અને તે વૈભવી જીવન જીવે છે. જો કે, લક્ઝરી લાઈફસ્ટાઈલ પાછળ બિગ બી ખૂબ જ સાધારણ વ્યક્તિ છે, જે સ્ટારડમથી દૂર પોતાના કપડા જાતે ધોવે છે. હા, તમે ચોંકી ગયા હશો, પરંતુ આ વાત બિલકુલ સાચી છે.
આ દિવસોમાં અમિતાભ બચ્ચન (Amitabh bachchan) 'કૌન બનેગા કરોડપતિ' (KBC)ની 14મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે. કેબીસી 14ના મંચ પર બિગ બી માત્ર સ્પર્ધકો સાથે ફક્ત ગેમ રમતા જ નથી, પરંતુ તેઓ તેમની સાથે તેમના અંગત જીવન સાથે જોડાયેલી ઘણી બધી બાબતો પણ શેર કરે છે. KBCના છેલ્લા એપિસોડમાં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ સ્પર્ધક પિંકી જવારાનીને હોટસીટ પર બેસવાની તક મળી, ત્યારે હોટસીટ પર બેસતાની સાથે જ તે ભાવુક થઈને કહેવા લાગી કે તે આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહી હતી.
કેબીસીના મંચ પર પિંકીએ (Amitabh Bachchan) અમિતાભ બચ્ચનને મજાક મજાકમાં પૂછી નાખ્યું કે, પ્રખ્યાત હસ્તીઓ તેમના કપડાં ધોતી નથી અથવા તેને બીજીવાર પહેરતી પણ નથી. જો કે પિંકીની વાતને ફગાવી દેતા અમિતાભ બચ્ચને ચોંકાવનારો ખુલાસો કર્યો છે, કે તે હંમેશા પોતાના કપડા જાતે જ ધોવે છે.
કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે ,અમિતાભ બચ્ચન પોતાના કપડા જાતે ધોતા હશે. જોકે વાત અહીં પૂરી નથી થતી. બિગ બીએ એમ પણ કહ્યું કે, તે શૂટિંગ દરમિયાન માત્ર ફેન્સી પોશાક પહેરે છે. તે સામાન્ય રીતે ઘરમાં સામાન્ય કપડાં જ પહેરે છે અને તે એકવાર પહેરેલા કપડાં બીજીવાર અને અનેક વાર રિપીટ પણ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર