Home /News /entertainment /Vikram Gokhale પાસે રહેવા માટે ન હતી છત, અમિતાભ બચ્ચન આ રીતે બન્યા એક્ટરના મસીહા
Vikram Gokhale પાસે રહેવા માટે ન હતી છત, અમિતાભ બચ્ચન આ રીતે બન્યા એક્ટરના મસીહા
અભિનેતા વિક્રમ ગોખલેનું 26 નવેમ્બર, શુક્રવારે નિધન થયું
Amitabh Bachchan Helps Vikram Gokhale: એક્ટર વિક્રમ ગોખલેએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે મુંબઇમાં રહેવા માટે જ્યારે તેમની પાસે ઘર ન હતું ત્યારે મહાનાયક અમિતાભ બચ્ચને કઇ રીતે એક્ટરને મદદ કરી હતી.
હિન્દી સિનેમાના ખૂબ જ જૂના અને જાણીતા અભિનેતા વિક્રમ ગોખલેનું 26 નવેમ્બર, શુક્રવારે નિધન થયું છે. પુણેની દીનાનાથ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તમને જણાવી દઈએ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ દિગ્ગજ કલાકાર લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હતા. તેઓ લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ હતા.
અભિનેતા વિક્રમ ગોખલે અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન વચ્ચેની મિત્રતા વિશે બધા જાણે છે. વિક્રમ ગોખલેએ પોતે જ ખુલાસો કર્યો હતો કે બોલિવૂડના શાનશાહે તેમની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં જ્યારે તેમની પાસે રહેવા માટે ઘર ન હતું ત્યારે તેમને કેવી રીતે મદદ કરી હતી.
જ્યારે અભિનેતા વિક્રમ ગોખલે તેની કારકિર્દી બનાવવા માટે મુંબઈ આવ્યા ત્યારે અભિનેતા પાસે રહેવા માટે ઘર નહોતું. મુંબઈમાં એક નાનકડા ઘરની શોધમાં અભિનેતા અહીં-તહી ભટકવા લાગ્યા. એક ઈન્ટરવ્યુ દરમિયાન અભિનેતાએ જણાવ્યું કે બિગ બીએ તેમને ઘર મેળવવામાં ઘણી મદદ કરી હતી.
આગળ ઈન્ટરવ્યુમાં વિક્રમ ગોખલેએ જણાવ્યું કે જ્યારે તેઓ મુંબઈ આવ્યા ત્યારે તેમની આર્થિક સ્થિતિ સારી ન હતી. જ્યારે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને ખબર પડી કે તેઓ ઘરની શોધમાં અહીં-તહીં ભટકી રહ્યા છે, ત્યારે તેમણે મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન મનોહર જોશીને એક અંગત પત્ર લખ્યો, જેમાં બિગ બીએ અભિનેતા વિક્રમ ગોખલેને ઘર મેળવવામાં મદદ કરવા માટે વિનંતી કરી હતી. આ પછી, અભિનેતાને મહારાષ્ટ્ર સરકાર દ્વારા સરકારી આવાસ આપવામાં આવ્યું હતું.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર