Home /News /entertainment /લગ્ન માટે અમિતાભ બચ્ચનની આવી શરત સાંભળીને દંગ રહી ગઇ હતી જયા, કહ્યું- એવી પત્ની નથી જોઇતી જે...
લગ્ન માટે અમિતાભ બચ્ચનની આવી શરત સાંભળીને દંગ રહી ગઇ હતી જયા, કહ્યું- એવી પત્ની નથી જોઇતી જે...
જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન બોલિવૂડના પાવર કપલ છે.
જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન બોલિવૂડના પાવર કપલ છે. ફેન્સને હંમેશા આ બંને જોડીની ઓન સ્ક્રીન પસંદ આવે છે. બંને દરેક પ્રસંગે એકબીજાને સપોર્ટ પણ કરે છે. પરંતુ લગ્ન પહેલા બિગ બીએ તેમની સામે એક શરત મૂકી હતી. ખુદ જયા બચ્ચને પોડકાસ્ટ દરમિયાન આ શરત વિશેનો ખુલાસો કર્યો હતો.
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્ન (Amitabh Bachchan & Jaya Bachchan Marriage Life) 1973માં થયા હતા. ત્યારથી બંને એકબીજાનો સાથ નિભાવી રહ્યા છે. જયા અને અમિતાભની જોડી બાકીના કપલ્સ (Best Bollywood Couples) માટે ઉદાહરણરૂપ ગણવામાં આવે છે. તે બંને હંમેશાં કોઇ પણ સ્થિતિમાં એકબીજાની સાથે ઉભા રહે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે જયા સાથે લગ્ન કરતા પહેલા બિગ બીએ પોતાની સામે એક શરત (jaya Bachchan reveals secret About her Marriage) મુકી હતી. પછી તેણે અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા.
જયા બચ્ચને કર્યો ખુલાસો
જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન બોલિવૂડના પાવર કપલ છે. ફેન્સને હંમેશા આ બંને જોડીની ઓન સ્ક્રીન પસંદ આવે છે. બંને દરેક પ્રસંગે એકબીજાને સપોર્ટ પણ કરે છે. પરંતુ લગ્ન પહેલા બિગ બીએ તેમની સામે એક શરત મૂકી હતી. ખુદ જયા બચ્ચને પોડકાસ્ટ દરમિયાન આ શરત વિશેનો ખુલાસો કર્યો હતો.
જયા બચ્ચને તે શોમાં આ શરતનો ખુલાસો કર્યો હતો કે, 'પહેલા અમારા લગ્ન ઓક્ટોબરમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, કારણ કે ત્યાં સુધીમાં હું મારા તમામ વર્ક કમિટમેન્ટ્સ પૂરા કરી શકતી હતી. આ દરમિયાન જયાએ કહ્યું કે, તેઓ એવી પત્ની નહોતા ઇચ્છતા જે 9થી 5 કામ કરે. જોકે બિગ બીએ જયાને પણ કામ કરવાનું કહ્યું હતું, પરંતુ રોજ નહીં. અમિતાભ ઇચ્છતા હતા કે જયા બચ્ચન સારા પ્રોજેક્ટ્સ પસંદ કરે અને યોગ્ય લોકો સાથે કામ કરે.
જૂનમાં કર્યા હતા લગ્ન
જયાએ એમ પણ કહ્યું હતું કે અમિતાભે તેમને પ્રોજેક્ટ પસંદ કરવાની અને યોગ્ય લોકો સાથે કામ કરવાની સલાહ પણ આપી હતી. જયા બચ્ચને વધુમાં જણાવ્યું હતું કે તેના લગ્ન પહેલા ઓક્ટોબરમાં થવાના હતા. પરંતુ બંનેએ પોતાની ફિલ્મ 'ઝંજીર'ની સફળતા બાદ વેકેશન પર જવાનો નિર્ણય કર્યો હતો. આવી સ્થિતિમાં બિગ બીના માતા-પિતાએ કહ્યું કે, જો તેઓ સાથે ફરવા જવા માંગતા હોય તો પહેલા લગ્ન કરવા પડશે. તેથી તેઓએ ઓક્ટોબરને બદલે જૂનમાં લગ્ન કરવા પડ્યા હતા. આ લગ્ન જયાની ગોડમધરના મુંબઇ સ્થિત ઘરે થયા હતા.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં જ આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સાથે 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે. આ ફિલ્મ ઉપરાંત અમિતાભ બચ્ચન 'પ્રોજેક્ટ કે', 'તેરા યાર હૂં મેં' અને 'આંખે 2' જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર