Home /News /entertainment /અમિતાભ બચ્ચને લગાવ્યો કોરોના વેક્સીનની પહેલો ડોઝ, ટ્વિટ કરી જણાવી હેલ્થ અપડેટ

અમિતાભ બચ્ચને લગાવ્યો કોરોના વેક્સીનની પહેલો ડોઝ, ટ્વિટ કરી જણાવી હેલ્થ અપડેટ

(Instagram @amitabhbachchan)

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ તેમની ટ્વિટમાં જણાવ્યું છે કે, અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સીવાય તેમનાં પરિવારનાં તમામ સભ્યોને કોરોન વેક્સીનનો પહેલો ડોઝ લાગી ગયો છે. આ સાથે જ ફેન્સ સાથે તેમનાં સ્વાસ્થ્ય અંગે માહિતી પણ શેર કરી છે.

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોનાનો કહેર (Coronavirus) ઝડપથી વધી રહ્યો છે. હાલમાં ઘણાં સ્ટાર્સ કોરોનાનાં સક્રમણની ચપેટમાં આવી ગયા છે. રણબીર કપૂર, કાર્તિક આર્યન, મનોજ બાજપેયી, આર માધવન જેવાં સ્ટાર્સ બાદ હવે આલિયા ભટ્ટનો પણ કોરોના (Alia Bhatt Covid Positive) રિપોર્ટ પોઝિટિવ આવ્યો છો. એવાંમાં પોતાાં બચાવ માટે હવે સ્ટાર્સ કોવિડ વેક્સીન લઇ રહ્યાં છે. હાલમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ પણ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લઇ લીધો છે. બિગ બીએ ટ્વિટ કરી તેમનાં ફેન્સ સાથે આ માહિતી શેર કરી છે.



અમિતાભ બચ્ચ્ને તેમનાં ટ્વિટમાં જણાવ્યું છે કે, અભિષેક બચ્ચન સીવાય તેમનાં પરિવારનાં તમામ સભ્યોએ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લઇ લીધો છે. આ સાથે જ તેમણે ફેન્સ સાથે તેમનાં સ્વાસ્થ્યની માહિતી પણ શેર કરી છે. એક્ટરે જણાવ્યું કે, કોરોના વેક્સીનથી તેમનાં સ્વાસ્થ્ય પર કંઇ વિપરીત પ્રભાવ પડ્યો નથી. તે સંપૂર્ણ ઠીક છે. બિગ બીએ ગત ગુરૂવારે કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધો છે.



(photo credit: twitter/@SrBachchan)




આપને જણાવી દઇએ કે, મહાનાયક અમિતાભ બચ્ચન ગત વર્ષે કોરોના પોઝિટિવ આવ્યા હતાં. બિગ બીની સાથે તેમનો દીકરો અભિષેક બચ્ચન અને વહુ ઐશ્વર્યા રાય બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દીકરી આરાધ્યા પણ કોરોનાની ચપેટમાં આવી ગઇ હતી. હોસ્પિટલમાંથી ડિસચાર્જ બાદ હોસ્પિટલનાં સ્ટાફને તેમણે કોરોના વોરિયર્સ જણાવી સલામી આપી હતી.

આ ઉપરાંત બોલિવૂડ ડિરેક્ટર અને ખતરો કે ખેલાડી હોસ્ટ રોહિત શેટ્ટીએ પણ કોરોના વેક્સીન લીધી હતી. તેમજ વેક્સિન લીધા બાદ તેણે કહ્યું હતું કે, 'રિઅલ લાઇફમાં ખતરો કે ખેલાડી ન બનો. વેક્સિન અવશ્ય લો.'
First published:

Tags: COVID-19, Entertainment news, Gujarati news, News in Gujarati, Vaccination, અમિતાભ બચ્ચન, કોરોના વાયરસ