Home /News /entertainment /Birthday પર Amitabh Bachchanનો ફેન્સ માટે ખાસ મેસેજ, જોઇને ચકિત થઇ ગયા લોકો

Birthday પર Amitabh Bachchanનો ફેન્સ માટે ખાસ મેસેજ, જોઇને ચકિત થઇ ગયા લોકો

અમિતાભ બચ્ચને માન્યો ચાહકોનો આભાર

ફોટો શેર કરતાં જ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ કેપ્શનમાં લખ્યું છે- 'આપની ઉદારતા અને પ્રેમ મારા માટે 11 ઓક્ટોબરથી મોટો ઉપહાર છે.. હું સંભવત: આનાં થી વધુ આપને નથી કહી શકતો.'

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: Happy Birthday Amitabh Bachchan:બોલિવૂડનાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan Birthday) આજે તેમનો 78મો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે. અમિતાભ બચ્ચનનાં જન્મ દિવસ સમયે હમેશાં જ તેમનાં ઘર જલસાની બહાર તેમનાં ફેન્સનો જમાવડો જોવા મળી રહ્યો છે. જેમનો બિગ બી હાથ હલાવીને અભિવાદન કરે છે. અને તેમનાં ફેન્સનો પ્રેમ માટે આભાર માને છે. પણ આ વખતે કોરોના વાયરસ (Corona virus)ને કારણે આ તમામની સંભાવના ઓછી છે. એવામાં અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) તેમનાં ફેન્સ ને પ્રેમ અને બર્થડે વિશિઝ માટે આભાર માન્યો હતો. આ માટે તેમણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો.

    સોશિયલ મીડિયા પર તેમણે એક ફોટો શેર ક્યો છે જેમાં તેઓ હાથ જોડેલાં નજર આવે છે. આ ફોટોની સાથે જ બિગ બીએ તેમનાં ફેન્સને દુનિયાભરની અલગ અલગ ભાષાઓમાં ધન્યવાદ કહ્યું છે, જેમાં ટર્કિશથી લઇ જાપાની ભાષા શામેલ છે. બિગબીની આ પોસ્ટ પર હવે તેમનાં ફેન્સ કમેન્ટ કરીને તેમને જન્મ દિવસની વધામણી આપી રહ્યાં છે.



    ફોટો શેર કરતાં બિગ બીએ કેપ્સનમાં લખ્યું હતું કે, 'આપની ઉદારતા અને પ્રેમ મારા માટે 11 ઓક્ટોબરથી મોટો ઉપહાર છે... હું સંભવત: આનાંથી વધુ આપને કહીં ન શકું.' આપને જણાવી દઇએ કે, બિગ બી થોડા સમય પહેલાં કોરોનાની ચપેટમાં આવી ગયા હતાં. જેને માત આપીને તેઓ પરત આવી ગયા છે. હાલમાં તેઓ ટીવી શો 'કૌન બનેગા કરોડપતિ'ની સિઝન 12નું શૂટિંગ કરી રહ્યાં છે. એટલું જ નહીં બિગ બીનાં જન્મ દિવસ પહેલાં જ આ વાતની જાહેરાત થઇ છે કે, બિગ બી પ્રભાસ અને દીપિકા પાદુકોણ સ્ટાર ફિલ્મમાં નજર આવશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Happy Birthday, અમિતાભ બચ્ચન

    विज्ञापन
    विज्ञापन