Home /News /entertainment /

KBCમાં પિતા હરિવંશ રાય બચ્ચનને વિદેશમાં મળેલા સન્માનને યાદ કરીને ભાવુક થયા બિગ બી

KBCમાં પિતા હરિવંશ રાય બચ્ચનને વિદેશમાં મળેલા સન્માનને યાદ કરીને ભાવુક થયા બિગ બી

પિતાજીને યાદ કરી ભાવુક થયા બિગ બી

અમિતાભ બચ્ચને આ દરમિયાન એક વ્યક્તિગત વાત પણ શેર કરી જે તેમના પિતાજી હરિવંશ રાય બચ્ચનજી સાથે સંબંધિત હતી. સવાલના જવાબ સાથે જોડાયેલી જાણકારી આપતા અમિતાભ બચ્ચને કહ્યું સર, વ્રોક્લો, પોલેન્ડની હેરિટેજ સિટી છે. તેના કારણે સાહિત્યિક કન્ટેન્ટ છે.

વધુ જુઓ ...
    ટીવી ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ 14માં આ વખતે એકથી એક ચઢિયાતા કન્ટેસ્ટન્ટ આવી રહ્યા છે. ગુરુવારના એપિસોડની શરૂઆત રોલઓવર કન્ટેસ્ટન્ટ રૂપિન શર્માની સાથે થઈ. 20 હજાર રૂપિયા તેઓ પહેલા એપિસોડમાં જીતી ચૂક્યા હતા. એક-એક સવાલના જવાબ આપીને 12 લાખ 50 હજારના સવાલ પર પહોંચી જાય છે. આ સવાલનો જવાબ રૂપિયને નથી ખબર હોતી, આવામાં તેઓ ગેમ ક્વિટ કરવાનો નિર્ણય લે છે.

    12 લાખ 50 હજારનો સવાલ ક્વિટ કર્યો
    શોમાં રુપિન શર્માને સવાલ કરવામાં આવ્યો હતો કે 'આઝાદીના અમૃત મહોત્સવ મનાવવા માટે કયા યુરોપિયન શહેરના મેયરે 30 મે, 2022ના રોજ એક વિશેષ ટ્રામ રવાના કરી હતી?' ઓપ્શનમાં પોઝનન, વારસૉ, વ્રોક્લૉ તથા ક્રકાઉ હતા. રુપિન શર્માએ આ સવાલના જવાબ માટે બે લાઇફલાઇન યુઝ કરી હતી. જોકે, પછી તેમણે આ ગેમ ક્વિટ કરી હતી. આ સવાલનો સાચો જવાબ વ્રોક્લૉ હતો. રુપિન 6 લાખ 40 હજાર જીત્યા હતા.

    અમિતાભે વ્રોક્લૉ શહેર સાથે જોડાયેલી યાદ શૅર કરી

    અમિતાભે વ્રોક્લૉ શહેર સાથે જોડાયેલી વાત શૅર કરી હતી. અમિતાભે કહ્યું હતું કે પોલેન્ડનું હેરિટેજ સિટી વ્રોક્લૉ છે. સાહિત્યિક કન્ટેન્ટને કારણે આ શહેર વિશ્વભરમાં લોકપ્રિય છે. વ્રોક્લૉ સિટીને એલ્ફ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા વિશ્વભરના લેખક અથવા સાહિત્ય સાથે જોડાયેલા વ્યક્તિને માન-પાન આપવામાં આવે છે. અહીંયા સ્ટેચ્યૂ બનાવીને રાખવામાં આવે છે.

    અમિતાભે એમ પણ કહ્યું હતું કે બે વર્ષ પહેલાં તેમના પિતા હરિવંશરાય બચ્ચનનું સ્ટેચ્યૂ પોલેન્ડમાં લગાવવામાં આવ્યું હતું. અહીંયા હિંદી ડિપાર્ટમેન્ટ પણ છે. જ્યારે તેઓ પોલેન્ડ ગયા હતા ત્યારે લોકોએ મધુશાલા ગાઈ હતી. અમિતાભ આ વાત કરતાં ભાવુક થઈ ગયા હતા. હરિવંશ રાય બચ્ચને 1935માં મધુશાલા લખી હતી. મધુશાલા કાવ્યસંગ્રહ છે. શોમાં બિગ બીએ મધુશાલાની એક પંક્તિ પણ ગાઈ સંભળાવી હતી.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Aamitabh Bachchan, Kaun Banega Crorepati 14

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन