અમિતાભ બચ્ચનને થયો કોરોના, પોતે ટ્વીટ કરીને આપી જાણકારી, મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ

અમિતાભ બચ્ચનને થયો કોરોના, પોતે ટ્વીટ કરીને આપી જાણકારી, મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ
ફાઈલ તસવીર

77 વર્ષીય અમિતાભ બચ્ચનને કોરોના પોઝિટિવ થયો છે તેઓ સામવાર માટે નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે.

 • Share this:
  મુંબઈઃ કોરોનાનો કહેર મુંબઈમાં વધારે થતો જાય છે. ત્યારે બોલિવૂડના (Bollywood actor) મહાનાયક અમિતાભ બચ્ચનને (amitabh-bachchan) કોરોના પોઝિટિવ (corona positive) થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. અમિતાભ બચ્ચનને સારવાર માટે નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને જાણકારી આપી હતી. આ પહેલા 77 વર્ષીય અમિતાભ બચ્ચન અનેક વખત રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ થઈ ચૂક્યા છે.

  શનિવારે અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને જાણાકરી આપી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે હું કોરોના સંક્રમિત થયો છું. હોસ્પિટલમાં છું. હોસ્પિટલ પ્રશાસન આ અંગે જાણાકરી આપી રહ્યું છે. પરિવાર અને સ્ટાફમાં પણ કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા છે. જોકે તેમના ટેસ્ટ રિપોર્ટનું રિઝલ્ટ આવવાનું બાકી છે.

  તાજેતરમાં એમેઝોન પ્રાઈમ વીડિયો (Amazon Prime Video) ઉપર તેમની ફિલ્મ ગુલાબો સિતાબો (Gulabo Sitabo) રિલિઝ થઈ છે. આ તેમની ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર રિલિઝ થનારી પહેલી ફિલ્મ હતી. જેમાં અભિનેતા આયુષ્માન ખુરાના સાથે દેખાયા હતા. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા ટ્વીટર ઉપર ખાસા સક્રિય રહે છે. પોતાની ગતિવિધિઓ પોાતના પ્રશંસકોને પરિચિત કરાવે છે.

  આ પણ વાંચોઃ-સમુદ્રમાંથી મળી અનોખી માછલીઃ માસણો જેવા છે હોઠ અને દાંત, જુઓ અદભૂત તસવીરો

  આ પણ વાંચોઃ-જો અમને કોરોના છે તો તમને પણ થવો જોઈએ': યુવકે મહિલા ડોક્ટરની કારમાં માથું નાંખી ઉધરસ ખાધી

  આ પણ વાંચોઃ-સુરતઃ કોરોનાના કહેર વચ્ચે પરિવારે રાખ્યું બેસણું, મહોલ્લાના લોકોએ વિરોધ કરતા મામલાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું

  વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં રણવીર કપૂર અને આલિયા ભટ્ટની આવનારી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં દેખાશે. આ સાથે જ બિગ બી છેલ્લી ફિલ્મ ગુલાબો સિતાબોમાં દેખાઈ હતી.

  મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના તૂટ્યા અત્યાર સુધીના બધા રેકોર્ડ
  કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત મહારાષ્ટ્રમાં રાહત મળતી નથી. શનિવારે અત્યાર સુધીના બધા રેકોર્ડ તૂટી ગાય છે. એક દિવસમાં કોરોના વાયરસ 8199 નવા કેસ નોંધાયા હતા. 24 કલાકમાં કુલ 223 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં કુલ દર્દીઓની સંખ્યા 2,46,600 થઈ ગઈ છે. આખા મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ 10,116 દર્દીઓની મોત થઈ છે.
  Published by:ankit patel
  First published:July 11, 2020, 23:14 pm

  ટૉપ ન્યૂઝ