Home /News /entertainment /

અમિતાભ બચ્ચને દિલ્હીનો બંગલો 'સોપાન' 23 કરોડમાં વેંચ્યો, મુંબઈ ગયા પહેલા 'Big B' પરિવાર અહીં રહેતો હતો

અમિતાભ બચ્ચને દિલ્હીનો બંગલો 'સોપાન' 23 કરોડમાં વેંચ્યો, મુંબઈ ગયા પહેલા 'Big B' પરિવાર અહીં રહેતો હતો

અમિતાભ બચ્ચને દિલ્હીનું ઘર સોપાન વેચ્યું

Amitabh Bachchan Delhi house sell : અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ની માતા તેજી બચ્ચન (teji bachchan) અને પિતા હરિવંશ રાય બચ્ચન (harivansh rai bachchan) દિલ્હીના આ ઘરમાં રહેતા હતા. જોકે હવે આ મકાન છેલ્લા ઘણા સમયથી ખાલી પડ્યું હતું

વધુ જુઓ ...
    ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) દિલ્હીના ગુલમોહર પાર્ક (Gulmohar Park) માં સ્થિત પોતાનું ઘર 'સોપાન' (Sopaan) 23 કરોડ રૂપિયામાં વેચી (Amitabh Bachchan Delhi house sell) દીધું છે. અમિતાભ બચ્ચનની માતા તેજી બચ્ચન (teji bachchan) અને પિતા હરિવંશ રાય બચ્ચન (harivansh rai bachchan) દિલ્હીના આ ઘરમાં રહેતા હતા. જોકે હવે આ મકાન છેલ્લા ઘણા સમયથી ખાલી પડ્યું હતું.

    અમિતાભ છેલ્લા ઘણા સમયથી મુંબઈમાં રહે છે, જ્યાં તેમની ઘણી પ્રોપર્ટી છે. મુંબઈમાં અમિતાભ તેમની પત્ની જયા બચ્ચન સાથે રહે છે. આ સાથે તેમનો પુત્ર અભિષેક બચ્ચન અને પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન પણ તેમના મુંબઈના ઘર 'જલસા'માં રહે છે.

    અમિતાભ બચ્ચનના ઘર "સોપાન" ની તસવીર

    દક્ષિણ દિલ્હીના એક રિયલ એસ્ટેટ એજન્ટે જણાવ્યું હતું કે, “તેજી બચ્ચન ફ્રીલાન્સ પત્રકાર હતા અને ગુલમહોર પાર્ક હાઉસિંગ સોસાયટીના સભ્ય બન્યા હતા. અમિતાભ મુંબઈ જતા પહેલા તેમના માતા-પિતા સાથે આ ઘરમાં રહેતા હતા. બાદમાં તેમના માતા-પિતા પણ તેમની સાથે મુંબઈ શિફ્ટ થઈ ગયા હતા. આ મકાનમાં વર્ષોથી કોઈ રહેતું ન હતું. આ વ્યવહારીક બજાર ભાવ પ્રમાણે છે."

    અમિતાભ બચ્ચન દિલ્હી હાઉસ - સોપાન


    હાઉસિંગ સેક્ટરને લગતી ગતિવિધિઓ પર નજર રાખતી વેબસાઈટ Zapkey અનુસાર, 418.05 ચોરસ મીટરમાં ફેલાયેલા અમિતાભના ઘરની રજિસ્ટ્રી 7 ડિસેમ્બર 2021ના રોજ પૂર્ણ થઈ હતી.

    આ પણ વાંચોJhund Release Date : અમિતાભ બચ્ચન 'ઝુંડ' ફિલ્મ સાથે આ તારીખે સિનેમાઘરોમાં દેખાશે, ફેન્સ ઉત્સાહિત

    અમિતાભ બચ્ચને કીર્તિ સેનનને ડુપ્લેક્સ ભાડે આપ્યો છે

    તમને જણાવી દઈએ કે, અમિતાભે હાલમાં જ મુંબઈના અંધેરી વેસ્ટમાં લોખંડવાલા રોડ પર સ્થિત અલ્ટેન્ટિસ બિલ્ડિંગમાં તેમનું એક ડુપ્લેક્સ ભાડે આપ્યું છે. આ ડુપ્લેક્સની કિંમત લગભગ 31 કરોડ રૂપિયા છે અને તેને અભિનેત્રી કીર્તિ સેનનને ભાડે આપવામાં આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર કીર્તિ સેનન તેના બદલામાં અમિતાભને દર મહિને 10 લાખ રૂપિયાનું ભાડું ચૂકવશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Aamitabh Bachchan, Bollywood Latest News, Bollywood News in Gujarati, અમિતાભ બચ્ચન

    આગામી સમાચાર