કોરોના પોઝિટિવ અમિતાભ બચ્ચનની હાલત સ્થિર, આઇસોલેશન વોર્ડમાં દાખલ

News18 Gujarati
Updated: July 12, 2020, 9:14 AM IST
કોરોના પોઝિટિવ અમિતાભ બચ્ચનની હાલત સ્થિર, આઇસોલેશન વોર્ડમાં દાખલ
નાણાવટી હૉસ્પિટલના ડૉક્ટરોએ જણાવ્યું કે, અમિતાભ બચ્ચનમાં કોરોના વાયરસના સામાન્ય લક્ષણ જોવા મળ્યા

નાણાવટી હૉસ્પિટલના ડૉક્ટરોએ જણાવ્યું કે, અમિતાભ બચ્ચનમાં કોરોના વાયરસના સામાન્ય લક્ષણ જોવા મળ્યા

  • Share this:
મુંબઈઃ બૉલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan Corona Positive)ની સાથે તેમના દીકરા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. બંનેને સામાન્ય સંક્રમણની અસર છે. એન્ટીજન ટેસ્ટથી બંને સંક્રમિત હોવાનું સામે આવ્યા બાદ તેમને નાણાવટી હૉસ્પિટલ (Nanavati Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. રવિવારે નાણાવટી હૉસ્પિટલના પબ્લિક રિલેશન અધિકારીએ જણાવ્યું કે, અમિતાભ બચ્ચનની હાલત સ્થિર છે. તેમનામાં કોરોના વાયરસના સામાન્ય લક્ષણ જોવા મળ્યા છે અને હાલમાં તેમને હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચનની હાલત સ્થિર હોવાનું કહેવાય છે અને ડૉક્ટરોનું કહેવું છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી.

બીજી તરફ, મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, અમિતાભ અને અભિષેક બંનેમાં કોરોનાના સામાન્ય લક્ષણ હતા. જ્યારે તેમના રેપિડ એન્ટિજન ટેસટ કરવામાં આવ્યા તો બંને કોવિટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું. ત્યારબાદ તેમને નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. રાજેશ ટોપેએ કહ્યું કે, હવે ચિંતાનું કોઈ કારણ નથી અને બંનેની હાલત સ્થિર છે.

Amitabh Bachchan is stable with mild symptoms and is currently admitted in the isolation unit of the hospital: Public Relation Officer, Nanavati Super Speciality Hospital, Mumbai. (File pic) pic.twitter.com/2v8I5MMS6Vઆ પણ વાંચો, અમિતાભ બચ્ચને કોરોનાના ડરની વચ્ચે સંભળાવી હતી આશાવાદી કવિતા, હવે થઈ રહી છે વાયરલબચ્ચન પરિવારના અન્ય સભ્યોની સાથે સ્ટાફના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં જયા બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. સ્ટાફના સભ્યોના ટેસ્ટ રિપોર્ટ આવવાના બાકી છે.

આ પણ વાંચો, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના આ નિર્ણય વિરુદ્ધ હાવર્ડ અને MIT બાદ જૉન્સ હોપિકિન્સ યુનિવર્સિટી પહોંચી કોર્ટ

નોંધનીય છે કે, પોતાના પ્રશંસકો અને શુભચિંતકોનું ધ્યાન રાખતા અભિતાભ બચ્ચને હાલમાં હૉસ્પિટલમાં દાખલ હોવા છતાંય સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પોતાના વિશે જાણકારી આપી છે. તેઓએ લખ્યું કે, હું કોરોના પોઝિટિવ છું. ત્યારબાદ હું હૉસ્પિટલમાં દાખલ છું. હૉસ્પિટલ દ્વારા પ્રશાસનને સૂચિત કરવામાં આવી રહ્યા છે. પરિવાર અને સ્ટાફના ટેસ્ટ થઈ ચૂક્યા છે અને તેમના તપાસ રિપોર્ટ આવવાના છે. આ ઉપરાંત છેલ્લા 10 દિવસમાં મારા સંપર્કમાં જે પણ લોકો આવ્યા છે તેમને મારી વિનંતી છે કે તેઓ પોતાનો ટેસ્ટ કરાવી લે.
Published by: Mrunal Bhojak
First published: July 12, 2020, 8:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading