અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, હોસ્પિટલમાંથી અપાઇ રજા

News18 Gujarati
Updated: August 2, 2020, 5:49 PM IST
અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, હોસ્પિટલમાંથી અપાઇ રજા
અમિતાભ બચ્ચન, (ફાઇલ ફોટો)

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ મેગા સ્ટાર અમિતાભ બચ્ચન 12 જુલાઇનાં કોરોના પોઝિટિવ આવ્યા હતાં. અને હવે 2 ઓગષ્ટનાં રોજ તેમણે કોરોનાને માત આપી દીધી છે અને તે ઘરે આવી ગયા છે. આ વિશે માહિતી તેમનાં દીકરા અભિષેક બચ્ચને આપી છે.

આ પહેલાં એશ્વર્યા રાય બચ્ચન અને તેની દીકરી આરાધ્યાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 14 જુલાઈએ એશ્વર્યા રાય બચ્ચન અને તેની દીકરી આરાધ્યા બચ્ચન કોરોના પોઝિટિવ હતા અને તેમને પહેલાં ઘરે જ આઇસોલેટ કરવામાં આવ્યા હતાં જોકે બાદમાં તેમની તબિયત બગડતા તેમને પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, 27 જૂલાઈએ મા-દીકરીએ કોરોનાને માત આપી હતી. અને તેઓને ડિસચાર્જ કરવામાં આવ્યા હતાં. હવે આજે 2 ઓગસ્ટે બીગ બીને પણ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

અભિષેક બચ્ચન દ્વારા કરવામાં આવેલી ટ્વિટ-



ઉલ્લેખનીય છે કે, 12 જુલાઈએ અમિતાભ બચ્ચને ફેન્સને જાણ કરી હતી કે તે કોરોના પોઝિટિવ છે અને સારવાર માટે નાણાવટી હોસ્પિટલમાં ગયા છે. એજ દિવસે થોડા સમય પછી અભિષેક બચ્ચનનો કોરોના પોઝિટિવ આવ્યાના સમાચાર પણ આવ્યા. ત્યારબાદ બીજા દિવસે જ એશ્વર્યા, આરાધ્યા અને જયા બચ્ચનનો પહેલો રિપોર્ટ નેગેટિવ આવ્યો પરંતુ બીજા દિવસે રિપોર્ટ આવ્યો કે એશ્વર્યા અને આરાધ્યાને પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.

આપને જણાવી દઇએ કે, હજુ સુધી અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો નથી તે હોસ્પિટલમાં જ દાખલ છે.
Published by: Margi Pandya
First published: August 2, 2020, 5:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading