મુંબઈની અંધેરીમાં અમિતાભ બચ્ચને ખરિદ્યું નવું ઘર, જાણી લો તેની કિંમત

અમિતાભ બચ્ચન

31 માર્ચ 2021 બાદ મહારાષ્ટ્ર સરકારે મિલકત રજિસ્ટ્રેશન પર છૂટ ન આપવાનો નિર્ણય કર્યો. નાણાકીય વર્ષ 2021-22 માટે સતત રેડી રેકનર રેટ્સ રાખવાનો નિર્ણય કર્યો.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચને મુંબઈની અંધેરીના સુબુર્બમાં રૂ. 31 કરોડમાં ડુપ્લેક્ષ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. એટ્લાંટિસમાં 5,184 સ્ક્વેર ફૂટના આ ડુપ્લેક્ષને ડિસેમ્બરમાં અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું અને હાલમાં જ તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા 31 માર્ચ 2021 સુધીમાં 2 ટકા સ્ટેમ્પ ડ્યુટી છૂટની જાહેરાતનો બોલીવુડ અભિનેતાએ લાભ ઉઠાવ્યો છે. રૂ. 31 કરોડના આ ઘર પર 2% સ્ટેમ્પ ડ્યુટી છૂટના કારણે તેમને 62 લાખ ચૂકવવા નથી પડ્યા. આ ડુપ્લેક્ષ 27 અને 28માં માળ પર આવેલ છે અને 6 કાર પાર્કિંગની સુવિધા છે.

  મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર જે વિસ્તારમાં ડુપ્લેક્ષ આવેલ છે, ત્યાં પ્રતિ સ્ક્વેર ફૂટનો ભાવ રૂ. 60,000 છે.

  કોવિડ-19ના કારણે લક્ઝરી એપાર્મેન્ટના વેચાણને પ્રોત્સાહન મળી રહ્યું છે. અનેક સેલિબ્રિટીઝ, બિઝનેસમેન અને પ્રોફેશનલ્સે આ બાબતનો લાભ લીધો છે. કોવિડ-19ના કારણે કિંમતોમાં સુધાર થતા અને સ્ટેમ્પ ડ્યુટીની છૂટના કારણે લક્ઝરી એપાર્ટમેન્ટની સરળતાથી ખરીદી કરી શકાય છે.

  26 ઓગસ્ટે મહારાષ્ટ્ર સરકારે 31 ડિસેમ્બર 2020 સુધીમાં હાઉસિંગ રિઅલ એસ્ટેટમાં સ્ટેમ્પ ડ્યુટી 5% થી ઘટાડીને 2% કરવાની જાહેરાત કરી હતી. રિઅલ એસ્ટેટ માર્કેટને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 1 જાન્યુઆરી 2021થી 31 માર્ચ 2021 સુધીમાં સ્ટેમ્પ ડ્યુટી 3% રહી.

  31 માર્ચ 2021 બાદ મહારાષ્ટ્ર સરકારે મિલકત રજિસ્ટ્રેશન પર છૂટ ન આપવાનો નિર્ણય કર્યો. નાણાકીય વર્ષ 2021-22 માટે સતત રેડી રેકનર રેટ્સ રાખવાનો નિર્ણય કર્યો.

  અમિતાભ બચ્ચનની સાથે અભિનેત્રી સની લિયોન, બોલીવુડ ડિરેક્ટર અને પ્રોડ્યુસર આનંદ.એલ. રાય સહિત અનેક સેલિબ્રિટીઝે આ સ્ટેમ્પ ડ્યુટી છૂટનો લાભ લીધો છે.

  આ જ પ્રોજેક્ટ હેઠળ 12 માળ પર સની લિયોને એક એપાર્ટમેન્ટ રજિસ્ટર કરાવ્યો હતો. સની લિયોને આ એપાર્ટમેન્ટ માટે 28 માર્ચના રોજ રૂ. 16 કરોડ આપ્યા હતા.

  ‘તનુ વેડ્સ મનુ’ અને ‘ઝીરો’ જેવી રોમેન્ટિક અને કોમેડી ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યુસર આનંદ.એલ. રાયે આ જ પ્રોજેક્ટ હેઠળ ડુપ્લેક્ષ એપાર્ટમેન્ટ રૂ. 25.3 કરોડમાં ખરીદ્યો છે. હાઉસિંગ યુનિટ 27 અને 28માં માળ પર આવેલ છે અને દરેક યુનિટ 5,761 સ્કેવર ફૂટનું છે. આ યુનિટમાં પાંચ કાર પાર્ક કરી શકાય છે.
  First published: