Amitabh Bachchan B’day spl: 1-2 નહીં, Big Bની 12 ફિલ્મો થઈ હતી ફ્લૉપ, આ એક્ટ્રેસે મારી હતી જોરદાર થપ્પડ

બિગ બી

Happy Birthday Amitabh Bachchan: બાળપણથી ઇન્જિનિયર અને એરફોર્સમાં જોવાનું સપનું જોનાર અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડગ માંડ્યા, પરંતુ શરૂઆતના દિવસોમાં એક પછી એક ફ્લૉપ આપી. ત્યાર પછી તેમણે હાર ન માની અને આજે બૉલીવુડના ‘શહેનશાહ’ બની ગયા.

 • Share this:
  ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આમ તો એવા ઘણા સેલેબ્સ છે, જેની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે. પરંતુ 1942માં 11 ઓક્ટોબરે અલાહાબાદમાં એક એવા સ્ટારનો જન્મ થયો, જેની અદાકારીના દિવાના જૂના જમાનાના લોકો તો છે જ, પણ તેમણે પોતાની કલાકારીથી આજની પેઢીને પણ દિવાના કર્યા છે. તે બીજું કોઈ નહીં, સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આજે પોતાનો 79મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. (Amitabh Bachchan 79th Birthday) પોતાની આ જર્નીમાં તેમણે અઢળક પડાવ જોયા છે. બિગ બીની આ જર્ની જાણ્યા બાદ આજની પેઢી તેમની ચાહક બની ગઈ છે.  જાણીતા કવિ ડૉ. હરિવંશરાય બચ્ચનના ઘરે જન્મ લેનાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan). તેઓ માતા તેજી બચ્ચનને અત્યંત પ્રેમ કરતા હતા. બાળપણથી ઇન્જિનિયર અને એરફોર્સમાં જવાનું સપનું જોનાર બિગબીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડગ માંડ્યા, પરંતુ શરૂઆતના દિવસોમાં એક પછી એક ફ્લૉપ ફિલ્મો આપ્યા બાદ પણ તેમણે હાર ન માની અને આજે તેઓ બૉલીવુડના શહેનશાહ બની ગયા છે.

  આ પણ વાંચો: Happy Birthday Amitabh Bachchan: 17 કાર્સનાં માલિક છે બિગ બી, જુઓ તેમનું કાર કલેક્શન

  'ઝંજીર' પછી બદલ્યું નસીબ
  અમિતાભ બચ્ચને ‘સાત હિન્દુસ્તાની’ (Saat Hindustani) ફિલ્મથી બૉલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી, પરંતુ સફળતાનો સ્વાદ ચાખવા માટે તેમણે 12 ફિલ્મો સુધી રાહ જોવી પડી. ‘ઝંજીર’ (Zanjeer) ફિલ્મે અમિતાભ બચ્ચનના કરિયરને બદલી નાખ્યું. બૉલીવુડમાં એન્ગ્રી યંગ મેન (Angry Young Man) નો ઇજાદ થયો, કૉમન મેનનો ગુસ્સો બિગ બીના પાત્રોમાં જોવા મળ્યો. તેમણે રોમાન્સ કર્યો, એક્શન કર્યું, કૉમેડી કરી. ત્યાં સુધી કે અમુક સંવેદનશીલ પાત્રો પણ ભજવ્યા.

  આ પણ વાંચો: Happy B'day Big B: 79 વર્ષના 'શહેનશાહ'ની ફિટનેસનું રહસ્ય, આ વસ્તુઓથી રહે છે દૂર, કરે છે નિયમિત વર્કઆઉટ

  આ અભિનેત્રીએ મારી હતી જોરદાર થપ્પડ
  ફિલ્મી દુનિયામાં શૂટિંગ દરમિયાન અમુક ઘટનાઓ એવી બને છે જે હંમેશા યાદ રહે છે. એવું જ કંઈક અમિતાભ બચ્ચન સાથે થયું. જેનો ખુલ્લાસો ‘ધ કપિલ શર્મા શો’ (The Kapil Sharma Show)માં થયો હતો. ફિલ્મ ‘રેશ્મા ઔર શેરા’ની શૂટિંગ દરમિયાન વહીદા રહેમાને (Waheeda Rehman) બિગ બીના મોઢા પર જોરદાર થપ્પડ મારી હતી.  આવું હતું બિગ બીનું રિએક્શન
  વહીદા રહેમાને એ કિસ્સો યાદ કરતા કહ્યું હતું કે તેમણે અમિતાભને મજાકમાં કહ્યું કે હું તમને જોરદાર થપ્પડ મારવાની છું અને શૂટિંગ વખતે ખરેખર તેમને જોરદાર થપ્પડ લાગી ગઈ. અમિતાભનું રિએક્શન જોઈને ત્યાં હાજર લોકોને સમજાઈ ગયું કે તેમને ખરેખર થપ્પડ જોરદાર લાગી ગઈ છે. શૂટ બાદ અમિતાભ વહીદા રહેમાનની પાસે ગયા અને તેમને કહ્યું, ‘વહીદા જી, કાફી અચ્છા થા.’

  આ પણ વાંચો: Happy Birthday Amitabh Bachchan: અંદરથી આવો દેખાય છે અમિતાભ બચ્ચનનો જલસા બંગલો, inside Photos

  કોરોનાને માત આપી કામ પર પાછા ફર્યા બિગ બી
  આજે અમિતાભ બચ્ચન જે સ્થાને છે ત્યાં સુધી પહોંચવાની કલ્પના કરવી પણ કોઈના ગજાની વાત નથી. તેઓ સતત ફિલ્મો, જાહેરાતો, ટીવી શો કરી રહ્યા છે. કોરોનાને માત આપ્યા બાદ ફરી કામમાં જોડાઈ ગયા અને ફરીથી પોતાના પૉપ્યુલર શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)ની 13મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે.
  Published by:Nirali Dave
  First published: