Happy B'day Big B: 79 વર્ષના 'શહેનશાહ'ની ફિટનેસનું રહસ્ય, આ વસ્તુઓથી રહે છે દૂર, કરે છે નિયમિત વર્કઆઉટ
Happy B'day Big B: 79 વર્ષના 'શહેનશાહ'ની ફિટનેસનું રહસ્ય, આ વસ્તુઓથી રહે છે દૂર, કરે છે નિયમિત વર્કઆઉટ
અમિતાભ બચ્ચન
Happy Birthday Amitabh Bachchan: અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) આજે 79 વર્ષના થઈ ગયા છે. આ ઉંમરે પણ તેઓ ફિટ છે અને પોતાના આરોગ્યનું ખાસ ધ્યાન રાખે છે.
Happy Birthday Amitabh Bachchan: બોલિવુડ શહેનશાહ એટલે કે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) આજે 79 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 11 ઓક્ટોબર 1942ના અલાહાબાદમાં થયો હતો. ઉંમરના આ તબક્કામાં પણ તેઓ ઊર્જાવાન અને ફિટ દેખાય છે. એવું કહી શકાય કે અમિતાભ બચ્ચનની ઉંમર તેમની ફિટનેસ પર ફિટ નથી બેસતી. આ ઉંમરે સામાન્ય રીતે લોકો આરામ કરવા વિશે વિચારે છે, પણ અમિતાભ બચ્ચન આજે પણ 16 કલાક કામ કરે છે. આ નિશ્ચિતપણે યુવાનો અને વયોવૃદ્ધ માટે પ્રેરણા સ્ત્રોત સમાન છે.
આજે તેમની પાસે ફિલ્મો ઉપરાંત એડ ફિલ્મ્સ પણ અઢળક છે અને તેઓ પૂરી લગન અને ડિસિપ્લીનથી દરેક ડિરેક્ટર સાથે કામ કરે છે. જ્યારે અમિતાભ બચ્ચનની ફિટનેસ (Fitness) અને હેલ્થ (Health)ની વાત આવે છે ત્યારે દરેકના મનમાં સવાલ થાય છે કે આખરે તેમની આ ફિટનેસનું કારણ શું છે. આજે અમે તમને જણાવશું તેમની ફિટનેસનું રહસ્ય શું છે?
1. મીઠાઈથી રહે છે દૂર
સેલિબ્રિટી ડેઈલી રૂટિનના જણાવ્યા મુજબ, અમિતાભ બચ્ચન મીઠાઈઓથી દૂર રહે છે. એટલું જ નહીં તેઓ ચોકલેટ અને પેસ્ટ્રીને પણ હાથ નથી લગાડતા. આ બધી વસ્તુમાં બહુ અધિક માત્રામાં સેચ્યુરેટેડ ફેટ અને કેલરી હોય છે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
2. સ્મોકિંગ અને આલ્કોહોલને ના
કેટલીય ફિલ્મોમાં અમિતાભ બચ્ચન સિગરેટનો કશ લગાવતા જોવા મળે છે પણ રિયલ લાઈફમાં તેઓ સ્મોકિંગ નથી કરતાં. સ્મોકિંગ એવી આદત છે જે શરીરના દરેક અંગને પ્રભાવિત કરે છે. એટલું જ નહીં, આલ્કોહોલથી પણ તેઓ રિયલ લાઈફમાં દૂર રહે છે.
3. રેગ્યુલર એક્સરસાઈઝ
અમિતાભ બચ્ચન દરરોજ વર્કઆઉટ કરે છે. તેઓ રેગ્યુલર મોર્નિંગ વોક કરે છે અને યોગ પણ તેમની ડેઈલી લાઈફનો ભાગ છે. નિયમિત વર્કઆઉટ તેમની ફિટનેસનું સૌથી મોટું કારણ છે. તો માનસિક સ્વાસ્થ્ય માટે તેઓ મેડિટેશન કરે છે..
આલ્કોહોલ અને સિગરેટ ઉપરાંત અમિતાભ બચ્ચન ચા અને કોફી પીવાનું પણ બિલકુલ પસંદ નથી કરતાં. જોકે, શરૂઆતના વર્ષોમાં તેઓ કોફીના શોખીન હતા પણ થોડા દિવસ પહેલાં તેમણે એનું સેવન પણ બંધ કરી નાખ્યું.
5. નોનવેજ હવે નથી ખાતા
પહેલાં બિગ બી નોન-વેજ ખાતા હતા પણ તેમણે પોતાની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ અને તેમની પત્ની બંને વેજીટેરીયન બની ગયા છે. આજે તેઓ ઇન્ડસ્ટ્રીના ફિટેસ્ટ વેજીટેરિયનમાંથી એક છે.
અમિતાભ બચ્ચનના ડેઈલી ડાયટની વાત કરીએ તો તેઓ તુલસી, પ્રોબાયોટિક ફૂડ્સ, પ્રોટીન ડ્રિન્ક્સનું સેવન દરરોજ કરે છે. આ ઉપરાંત કોકોનટ વોટર, આમળાનો રસ, કેળા, ખજૂરને સ્નેક્સ તરીકે લે છે. વધુ માત્રામાં પાણી પણ તેમની ફિટનેસનું એક કારણ છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર