Home /News /entertainment /

દીકરીનાં સસરાનું નિધન થતા શૂટિંગ છોડીને મુંબઇ પરત ફર્યા Big B

દીકરીનાં સસરાનું નિધન થતા શૂટિંગ છોડીને મુંબઇ પરત ફર્યા Big B

બુલ્ગારિયાથી પરત ફર્યા બિગ બી

    મુંબઇ: હાલમાં અમિતાભ બચ્ચન તેમની અપકમિંગ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નાં શૂટિંગ માટે બુલ્ગારિયામાં હતાં. પણ તેઓ તેમનું કામકાજ છોડીને મુંબઇ પરત ફરી ગયા છે. કારણ છે તેમની દીકરી શ્વેતા બચ્ચન નંદાનાં સસરા રાજન નંદાનું નિધન થઇ ગયુ છે. સોર્સિસની માનીયે તો, તેમણે ગુડગાંવની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીદા. બિગ બીએ આ માહિતી તેમનાં ટ્વિટર પેજ પર શેર કરી છે.

    બિગ બી બુલ્ગારિયાથી મુંબઇ આવવા રવાના થઇ ગયા છે. જે વિશે તેમણે બ્લોગ પર લખ્યું હતું. રાજન નંદાનાં નિધનની ખબર મળ્યા બાદ બચ્ચન અને કપૂર પરિવારનાં સભ્યો નંદા પરિવારને મળવા તેમનાં ઘરે પહોંચી રહ્યાં છે.



    અમિતાભ બચ્ચનની ટ્વિટ



    રિશિ કપૂરની દીકરી અને રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીએ ઇનસ્ટાગ્રામ પર રાજન નંદાનો ફોટો શેર કરીને તેમને શ્રદ્ધાંજલી પાઠવી છે. આ સાથે જ રિદ્ધીમાએ લખ્યુ છે કે, આપ હમેશાં લેજન્ડ હતા અને રહેશો. આપને ખુબ યાદ કરીશું અંકલ. RIP રાજન અંકલ. રાજન નંદા Escorts ગ્રુપનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતાં.




    રાજન નંદા રાજકપૂરની દીકરી ઋતુ નંદાનાં પતિ હતાં. તેમનાં બે બાળકો નિખિલ નંદા અને નતાશા નંદા છે. શ્વેતા નંદાનાં લગ્ન નિખિલ નંદા સાથે થયા છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Aamitabh Bachchan, Father-in-law, મોત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन