Home /News /entertainment /KBC 14: અમિતાભ બચ્ચનને ઓનલાઈન ડેટિંગમાં રસ પડ્યો, એવી વાતો પૂછી કે કન્ટેસ્ટન્ટ શરમાઈ ગયો
KBC 14: અમિતાભ બચ્ચનને ઓનલાઈન ડેટિંગમાં રસ પડ્યો, એવી વાતો પૂછી કે કન્ટેસ્ટન્ટ શરમાઈ ગયો
કન્ટેસ્ટન્ટ પોતાની ગર્લફ્રેન્ડને લઈને કેબીસીમાં આવ્યો.
સોની ટીવી પર પ્રસારિત થતો ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 14મી સિઝન શરૂ થતાં જ ચર્ચામાં છે. શોના હોસ્ટ અમિતાભ બચ્ચન કન્ટેસ્ટન્ટની સાથે મસ્તી મજાક કરતા જોવા મળી રહ્યા છે. અપકમિંગ એપિસોડનો નવો પ્રોમો રિલીઝ થઈ ગયો છે, જેમાં અમિતાભ બચ્ચન ઓનલાઈન ડેટિંગને લઈને ઉત્સાહિત જોવા મળ્યા હતા.
સોની ટીવી પર પ્રસારિત થતો ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 14મી સિઝન શરૂ થતાં જ ચર્ચામાં છે. શોના હોસ્ટ અમિતાભ બચ્ચન કન્ટેસ્ટન્ટની સાથે મસ્તી મજાક કરતા જોવા મળી રહ્યા છે. અપકમિંગ એપિસોડનો નવો પ્રોમો રિલીઝ થઈ ગયો છે, જેમાં અમિતાભ બચ્ચન ઓનલાઈન ડેટિંગને લઈને ઉત્સાહિત જોવા મળ્યા હતા. આ એક્સાઈટમેન્ટને જોઈ કન્ટેસ્ટન્ટ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.
પહેલી વખત કેબીસીમાં ગર્લફ્રેન્ડ લઈને આવ્યો કન્ટેસ્ટન્ટ
હકીકતમાં થયું એવું કે કેબીસી 14નો નવો યંગ કન્ટેસ્ટન્ટ આયુષ ગર્ગ આવે છે. રિલીઝ થયેલા લેટેસ્ટ પ્રોમોમાં અમિતાભ બચ્ચન કન્ટેસ્ટન્ટને પૂછે છે કે તમે કમ્પેનિયન તરીકે પોતાની સાથે કોણે લઈને આવ્યો છે, તો તે કહે છે મારી ગર્લફ્રેન્ડને લાવ્યો છું, આ સાંભળી બિગ બી આશ્ચર્યચકિત થઈ જાય છે. અમિતાભ બચ્ચન કહે છે કે આવું પહેલી વખત છે કે જ્યારે કોઈ કન્ટેસ્ટન્ટ પોતાની ગર્લફ્રેન્ડને કમ્પેનિયન તરીકે લઈને આવ્યું હોય. તેના પછી અમિતાભ તેની લવ સ્ટોરીમાં રસ લે છે. અમિતાભ બચ્ચન એટલે સુધી પૂછી લે છે કે આ ઓનલાઈન ડેટિંગ શું હોય છે? તેઓ સ્પષ્ટ કરતા કહે છે, હું આ મારા માટે નથી પૂછી રહ્યો.
ઓનલાઈન ડેટિંગ જાણવા માટે અમિતાભ બચ્ચન એક્સાઈડેટ જોવા મળ્યા બિગ બી એ જાણવા માટે ઉત્સુક હોય છે કે આખરે ઓનલાઈન ડેટિંગ દ્વારા બંને કેવી રીતે મળ્યા. એક્ટર કન્ટેસ્ટન્ટને પૂછે છે કે, તમે બંને કેવી રીતે મળ્યા, જેનો જવાબ આપતા આયુષ જણાવે છે કે બંને ડેટિંગ એપ દ્વારા મળ્યા હતા. મેસેજથી વાતચીત થઈ. પરંતુ તમે ક્યારે મળ્યા. અમિતાભના આ સવાલ સાંભળી આયુષ આશ્ચર્યચકિત થઈ જાય છે. તે કહે છે કે મને ખબર હતી કે તમે ઉત્સુક રહેશો જાણવા માટે, પરંતુ આટલા હશો એ નહોતી ખબર. તેના પછી બંને હસવા લાગે છે. આયુષ કેબીસી 14નો ચોથો કન્ટેસ્ટન્ટ હશે, જે અમિતાભ બચ્ચનના સવાલના જવાબ આપીને કરોડપિત બનશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર