Home /News /entertainment /

અમિતાભ બચ્ચન અને રેખાની આ ફિલ્મ તમે ક્યારેય નહીં જોઈ શકો!

અમિતાભ બચ્ચન અને રેખાની આ ફિલ્મ તમે ક્યારેય નહીં જોઈ શકો!

અમિતાભ બચ્ચન અને રેખાએ પહેલી ફિલ્મ અપના પરાયા સાઈન કરી હતી (ફોટો ક્રેડિટ : Film History Pics/twitter)

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને રેખા (Rekha) ની જોડી દર્શકોની પ્રિય ફિલ્મી જોડીઓમાંથી એક છે. અમિતાભ-રેખાના સંબંધોની તમામ વાતો બોલિવૂડમાં સાંભળવા મળે છે, પરંતુ બંનેએ હિન્દી સિને જગતને ઘણી યાદગાર ફિલ્મો આપી

    અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને રેખા (Rekha) ની જોડી દર્શકોની પ્રિય ફિલ્મી જોડીઓમાંથી એક છે. અમિતાભ-રેખાના સંબંધોની તમામ વાતો બોલિવૂડમાં સાંભળવા મળે છે, પરંતુ બંનેએ હિન્દી સિને જગતને ઘણી યાદગાર ફિલ્મો આપી છે. જો કે, સ્થિતિ એવી બની કે, સુપરહિટ ફિલ્મો આપનાર આ જોડીએ લાંબા સમયથી એકબીજા સાથે કામ કર્યું નથી, પરંતુ ઓછા લોકો જાણતા હશે કે, અમિતાભ અને રેખાની પહેલી ફિલ્મ આજ સુધી રિલીઝ થઈ નથી. આ ફિલ્મનું નામ હતું 'અપના-પરાયા'.

    'દો અંજાને' અમિતાભ-રેખાની પહેલી ફિલ્મ ન હતી

    અમિતાભ બચ્ચન અને રેખાની પહેલી ફિલ્મ (Amitabh Bachchan Rekha First Movie) 'દો અંજાને' માનવામાં આવે છે. 1976માં રિલીઝ થયેલી આ ફિલ્મ પહેલા અમિતાભે હિન્દી સિનેમામાં પોતાની ઓળખ બનાવી હતી. તે જ સમયે રેખાએ પણ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. 'દો અંજાને'માં મિથુન ચક્રવર્તીની સાથે અમિતાભ રેખા પણ હતા. આ ફિલ્મમાં રેખા-અમિતાભની કેમેસ્ટ્રી દર્શકોને ગમી હતી. જો કે આ પહેલા બંનેએ 'અપના-પરાયા' નામની ફિલ્મ સાઈન કરી હતી. આ ફિલ્મનું શુટીંગ પણ ઘણી હદ સુધી કરવામાં આવ્યું હતું. પરંતુ ફિલ્મ નિર્માતાએ નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.

    પૈસાના અભાવે 'અપના-પરાયા' અટકી

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૈસાના અભાવે ફિલ્મ 'અપના-પરાયા'ના શૂટિંગમાં મોડુ થઈ રહ્યું હતું. આ દરમિયાન, દુલાલ ગુહા અમિતાભ-રેખા સાથે ફિલ્મ 'દો અંજાને' બનાવી રહ્યા હતા, જેનું શૂટિંગ અને નિર્માણ પૂર્ણ થઈ ગયું અને રિલીઝ થઈ ગઈ. આ ફિલ્મ દરમિયાન જ અમિતાભ બચ્ચન અને રેખાની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મથી, તેમના ઓન-સ્ક્રીન રોમાંસની સાથે, ઑફ-સ્ક્રીન રોમાંસની પણ ચર્ચા હતી.

    આ પણ વાંચોBikini Girl અર્ચના ગૌતમ રાજકારણના રંગમાં, હવે કોંગ્રેસ તરફથી યુપી વિધાનસભા ચૂંટણી લડશે

    તો 'અપના-પરાયા' અધર લટકી ગઈ, જે આજ સુધી રિલીઝ થઈ શકી નથી, પરંતુ અમિતાભ અને રેખા લાઇમલાઇટમાં આવી ગયા હતા. લગભગ 9-10 ફિલ્મો એકસાથે કર્યા પછી, જ્યારે તેમના સંબંધોની આગ ઘર સુધી પહોંચવા લાગી તો પરિસ્થિતિ બદલાઈ ગઈ. છેલ્લી વખત અમિતાભ-રેખાએ ફિલ્મ 'સિલસિલા'માં કામ કર્યું હતું. 1981માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં અમિતાભ-રેખા સાથે તેમની પત્ની જયા બચ્ચન પણ હતી. આ પછી, તેમની જોડી ક્યારેય જોવા મળી ન હતી, જોકે જ્યારે બંને કોઈ ફિલ્મ ફેસ્ટિવલમાં જાય છે, ત્યારે લોકોની નજર હજી પણ અમિતાભ-રેખા પર જ હોય છે.
    Published by:kiran mehta
    First published:

    આગામી સમાચાર