શિખા ધારીવાલ: હાલમાં આખા દેશમાં કોરોના વાયરસ (Coronavirus) નામની મુસીબત આવી પડી છે. હાલમાં જ બચ્ચન પરિવારનાં ચાર સભ્યો કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યા હતાં. જ્યાં એક તરફ ઐશ્વર્યા રાય બચ્ચન અન તેની દીકરી ઘરમાં જ કોરંટાઇન છે ત્યાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. બંનેએ તેમનાં ફેન્સની સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલાં છે. અત્યાર સુધીમાં ઐશ્વર્યાનાં સ્વાસ્થ્ય અંગે કોઇ જ અપડેટ આવી નથી. પણ હાલમાં અમિતાભ અને અભિષેક બચ્ચનની હેલ્થ અપટેડ સામે આવી છે.
કહેવામાં આવે છે કે, અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનું સ્વાસ્થ્ય સુધારા પર છે. બંને ઘણાં રિલેક્સ્ડ ફેઝમાં છે. તો હોસ્પિટલ તરફથી મળતી માહિતી મુજબ જે ભોજન કોરોના પેશન્ટને સ્વસ્થ થવામાં મદદ કરે છે તે જ તેમને આપવામાં આવે છે. તો હાલમાં પણ તેમને તે જ ડાયટ આપવામાં આવી રહ્યું છે અમિતાભ અને અભિષેક પણ તેને સંપૂર્ણ ફોલો કરે છે. બંને મેન્ટલી ઘણાં જ પોઝિટિવ છે.
અમિતાભ અને અભિષેકનો ઇલાજ કરી રહેલાં ડૉક્ટર અંસારી હોસ્પિટલમાં 10 વાગ્યા બાદ આવશે. ડૉક્ટરનાં આવતા જ તેમનું રુટીન ચેકઅપ અને જરુરી ટેસ્ટ કરવામાં આવશે તે બાદ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન જાતે જ સોશિયલ મીડિયા પર તેમનાં હેલ્થ અંગે જાણકારી આપશે.
આ પહેલા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન તેમનાં સ્વાસ્થ્ય અંગે જાતો જ અપડેટ આપશે. તેમણે હોસ્પિટલને અપડેટ આપવાની ના પાડી દીધી હતી. તે જાતે જ શુભચિંતકોને સોશિયલ મીડિયા દ્વારા તેનાં વિશે માહિતી આપી હતી. જ્યારથી બંને ોહોસ્પિટલમાં દાખલ છે ત્યારથી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. ગત રવિવારે જ અમિતાભ બચ્ચને તેમનાં ફેન્સને સપોર્ટ અને દુઆઓ માટે ધન્યવાદ કહ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર