અમિતાભ બચ્ચનની બોલીવુડમાં 1969-2021 સુધી 52 વર્ષની સફર, જુઓ તેમના દરેક દમદાર પાત્રની ઝલક

અમિતાભ બચ્ચનના એ સદાબહાર રોલ જેના કારણે તેમની ઓળખ સદીના મહાનાયક તરીકે થઈ

બચ્ચને સોશિયલ મીડિયા પર એક સ્પેશિયલ પોસ્ટ શેર કરીને તેમની આ સફરને તેમના ફેન્સ સમક્ષ રજૂ કરી છે. બિગ બીની આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે.

 • Share this:
  બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી તેમના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ વર્ષ 1969માં રિલીઝ થઇ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન અને બોલીવુડનો સંબંધ આજે 52 વર્ષનો થઈ ગયો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક સ્પેશિયલ પોસ્ટ શેર કરીને તેમની આ સફરને તેમના ફેન્સ સમક્ષ રજૂ કરી છે. બિગ બીની આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે.

  બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન તેમની એક્ટિંગથી લાખો-કરોડોના દિલમાં રાજ કરી રહ્યા છે. ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી તેમણે તેમની બોલીવુડ સફરની શરૂઆત કરી હતી અને હજુ સુધી તેઓ તેમની દમદાર એક્ટિંગથી દરેક પાત્રને અદભુત રીતે ભજવે છે. અમિતાભ બચ્ચને બોલીવુડમાં 52 વર્ષ પૂરા કરતા તેમણે આ વાતની સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે.

  સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે આ પોસ્ટ


  બિગ બીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે જેમાં તેમના દરેક દમદાર પાત્રનો એક ફોટો મુકવામાં આવ્યો છે. આ પોસ્ટમાં ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી લઈને આ વર્ષે રિલીઝ થનાર ફિલ્મ ‘મેડે’ સુધીનો લુક જોવા મળે છે. આ પોસ્ટ શેર કરીને તેમણે લખ્યું, ‘52 વર્ષ...!!! હજુ પણ વિચારી રહ્યો છું કે આ બધુ કેવી રીતે થયું.’

  બિગ બીની આ પોસ્ટને લાખો લોકોએ લાઈક કરી છે. તેમના ફેન્સ આ પોસ્ટ પર કમેન્ટ કરીને તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. તેમના ફેન્સ તેમને શુભકામનાઓ પાઠવીને અલગ અલગ નવા પાત્રમાં જોવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

  બિગ બીએ ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ બાદ અનેક ફિલ્મોમાં કામ કર્યું. અમિતાભ બચ્ચનને ફિલ્મ ‘પીકૂ’, ‘પા’, ‘બ્લેક’ અને ‘અગ્નિપથ’ માટે નેશનલ એવોર્ડ, 15 ફિલ્મફેર એવોર્ડ, પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા છે. માર્ચ મહિનામાં તેમને FIAF 2021 પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ડાયરેક્ટર ક્રિસ્ટોફર નોલન અને માર્ટિન સ્કૉસીજીએ અમિતાભ બચ્ચનને આ એવોર્ડથી સમ્માનિત કર્યા હતા.
  First published: