Home /News /entertainment /MOVIE REVIEW: ક્રાઇમ અને સસ્પેન્સથી ભરપૂર છે 'બદલા'

MOVIE REVIEW: ક્રાઇમ અને સસ્પેન્સથી ભરપૂર છે 'બદલા'

બદલા, મૂવી

ફિલ્મ જોવી કે નહીં? આ ફિલ્મ આપે જોવી જોઇએ કારણ કે ફિલ્મ તેનાં નામની જેમ જ ઇન્સાફ કરે છે

    મૂવી : બદલા
    એક્ટર : અમિતાભ બચ્ચન, તાપ્સી પન્નુ અને અમૃતા સિંહ
    ડિરેક્ટર : સુજોય ઘોષ
    ઝોનર : ડ્રામા- થ્રિલર
    મ્યૂઝિક : અમાલ મલિક, અનુપમ રોય
    રેટિંગ   : 3.5/5

    બદલાની કહાની છે એક કેસનાં ઉખેલની. ટૂંકમાં કહીયે તો આ આખી ફિલ્મ એક જ સવાલની આસપાસ ફરે છે કે, 'આ કોણે  કર્યુ?' અર્જુન નામનો એક વ્યક્તિ એખ હોટલનાં રૂમમાં મૃત મળી આવે છે. અને તેની ગુપ્ત પ્રેમિકા નૈના સેઠી, જે તે સમયે તેની  સાથે જ આ 'હત્યા'ની દોષી માનવામાં આવે છે. ફિલ્મ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ માલૂમ થાય છે કે, કેમ, કોણ, કેવી રીતે અર્જુનની હત્યા કરીને ચાલ્યુ ગયુ એક સ્પેનિશ ફિલ્મ 'ધ ઇનવિઝઇબલ ગેસ્ટ'ની આ ઓફિશિયલ રીમેક છે. જોકે આ ફિલ્મનાં લિડ કિરદારને બદલી દેવામાં આવ્યા છે.

    નૈના સેઠી (તાપસી પન્નૂ) અને બાદલ ગુપ્તા (અમિતાભ બચ્ચન)નાં ખભે આ ફિલ્મ ટકી છે. અને બંનેનાં એંગલથી કહાની ચાલે છે. અમિતાભ બચ્ચનને આ રીતે કિરદાર અદા કરવામાં મહારત હાસેલ છે. પણ આ ફિલ્મમાં તે આપને ચોકાવી દેશે. તે તેમનાં કિરદારમાં ક્યાંય ઓવર નથી થતા. એક જ ચોટદાર સંવાદ, શાંત એક્સપ્રેશન તેઆ રોલમાં એકદમ યોગ્ય છે. અને આ જ તેમન કદાવર ક્ષમતાનો પરિચય છે.

    અમિતાભ બચ્ચનની સામે અભિનય કરનારા કોઇ પીઢ એક્ટર હોય તો પણ મુશઅકેલીમાં મુકાઇ જાય છે પણ તાપસી તેની છાપ છોડે છે. 'પિંક'માં બંને એક સાથે કામ કરી ચૂકી છે. અને કદાચ તેથી જ તાપસીને મદદ મળી. આ ફિલ્મમાં તે ગત ફિલ્મ કરતાં વધુ સુંદર અભિનય કરતી નજર આવી. તે દરેક ફિલ્મની સાથે વધુ શ્રેષ્ઠ થઇ શકે છે. અને આવનારા સમયની એક શ્રેષ્ઠ અભિનેત્રી હશે. સુજોય ઘોષ અને રાજ વસંતે સ્ક્રીનપ્લે અને સવાંદ ઉત્તમ છે. પણ ફિલ્મ પ્રમાણે, તે ખાસ પ્રભાવ છોડે છે. વારંવાર બદલતો સ્ક્રિન પ્લે આપને બાંધી રાખશે. કહાની બાદ ઘોષની થ્રિલ ફિલ્મોનાં ચેમ્પિયન માનવામાં આવે છે. આ ફિલ્મ 'બદલા'માં પણ નિરાશ નહીં કરે.

    આ ફિલ્મની  કહાની જો થોડી પણ જાહેર કરવામાં આવે તો તે ફિલ્મ સાથએ નાઇન્સાફી કહેવાશે. આ ફિલ્મને બોલિવૂડ મસાલાથી દૂર રાખવામાં આવી છએ અને તે તેને વધુ રસપ્રદ બનાવે છએ. ફિલ્મનાં ઘણાં લેયર્સ છે. જે એકબીજાની સાથે મળે છે અને દર્શકોને ઉલઝાવી રાખે છે.

    ફિલ્મનાં એક માત્ર મિસિંગ પીસ છે સુજોયનું ટ્રેડમાર્ક લોકલ કનેક્ટ. કહાની અને કહાની-2માં તેની ફિલ્મની સાથે સાથે તે જગ્યાઓને પણ સ્થાપિત કરે છે જ્યાં ઘટનાઓ ઘટી રહી હતી. આ ફિલ્મમાં આપને આવું જોવા નહીં મળે. અને કાદચ કારણ છે વિદેશી ફિલ્મની કહાની ઉઠાવવામાં આવી હતી.

    આ ફિલ્મનાં ડાઇલોગ્સ ખુબજ મહત્વપૂર્ણ છે. કારણ કે બે અહમ કિરદારનીવચ્ચે કહાની છે.  ઘોષ અને વસંત તેનાં પર સારુ કામ કર્યુ છે. મોનિષા બાલ્ડવાનાએ ફિલ્મનું ડિરેક્શન પણ ઘણું જ ખાસ છે. તેને ખોટી ખેંચવમાં આવી નથી.

    ફિલ્મ જોવી કે નહીં? આ ફિલ્મ આપે જોવી જોઇએ કારણ કે ફિલ્મ તેનાં નામની જેમ જ ઇન્સાફ કરે છે.
    First published:

    Tags: Amitabh Bacchan, Movie Review, Tapsi pannu