મુંબઇ: અમિતાભ બચ્ચને તેમની આવનારી ફિલ્મ 'બદલા'નું પ્રમોશન શરૂ કરી દીધુ છે. આ થ્રિલર-સસ્પેન્સ ફિલ્મમાં તાપસી પન્નૂ અને અમૃતા સિંહ છે. આ ફિલ્મમાં બિગ બી એક વકિલનો કિરદાર અદા કરે છે જે એક મર્ડર મિસ્ટ્રી ઉકેલતા નજર આવશે. આ ફિલ્મને 'કહાની' ફિલ્મનાં ડિરેક્ટર સુજોય ઘોષે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મને પ્રોડ્યુસ શાહરૂખ ખાન અને ગૌરી ખાનનાં પ્રોડક્શન હાઉસ રેડ ચીલી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.
આ ફિલ્મનાં પ્રમોશન માટે શાહરૂખ ખાન અમિતાભ બચ્ચનનો એક ઇન્ટરવ્યું કરતાં નજર આવે છે અને તેમને ખાસ સવાલ પણ પુછે છે. આ ઇન્ટરવ્યુંમાં શાહરૂખ ખાન બિગ બીને તેમની પહેલી ફિલ્મ અંગે સવાલ પુછે છે અને ત્યારે બિગ બી કહે છે પહેલી ફિલ્મ તેમણે 15 ફેબ્રુઆરી 1969નાં રોજ સાઇન કરી હતી તે સમયે તેમને 5,000 રૂપિયા મળ્યા હતાં.
" isDesktop="true" id="847822" >
વેલ આ ઇન્ટરવ્યુંનો પહેલો એપિસોડ છે અને તેનાં આગળ પણ અન્ય એપિસોડ આવશે. આ ઇન્ટરવ્યું બદલા અનપ્લગ્ડ તરીકે યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે.
આપને જણાવી દઇએ કે અમિતાભ બચ્ચન અને તાપ્સી પન્નૂ સ્ટાર 'બદલા' 8 માર્ચનાં રોજ રિલીઝ થઇ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર