એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં મહાનાયક હાલમાં ફિલ્મ 'તેરા યાર હૂં મેં'ની શૂટિંગમાં વ્યસ્ત છે. સોર્સિસની માનીયે તો, ફિલ્મ હિન્દી, બંગાળી અને તમિલ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. પણ આ વચ્ચે એવી ખબરો પણ સામે આવી રહી છે કે, અમિતાભ બચ્ચનને હોલિવૂડથી એક રોલ ઓફર થયો હતો જેને તેમને નકારી કાઢ્યો હતો.
ડેક્કન ક્રોનિકલની ખબર મુજબ, અમિતાભ બચ્ચન ડિરેક્ટર તરીકે તેમનું ડેબ્યૂ કરવા જઇ રહ્યાં છે. ઓસ્કાર વિજેતા રેસલ પોક્યૂટીએ તેમની અપકમિંગ ફિલ્મમાં એક પાકિસ્તાનીનાં કિરદાર માટે અમિતાભ બચ્ચનનો અપ્રોચ કર્યો હતો.
સોર્સિસની માનિયે તો, અમિતાભ આ ફિલ્મ કરવા માટે પહેલા તૈયાર હતાં. પણ 'બ્રહ્માસ્ત્ર' અને 'તેરા યાર હૂ મેં'ની શૂટિંગની વ્યસ્તતાને કારણે હોલિવૂડ ફિલ્મની શૂટિંગ માટે ડેટ્સ ન હતી. જેને કારણે અમિતાભ બચ્ચને આ ફિલ્મ કરવાની ના પાડી દીધી.
વેલ તો બીજી વાત એ પણ છે કે, તેમને આ કિરદાર કરવાની એટલે ના પાડી કારણ કે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ છે અને આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને એક પાકિસ્તાની કિરદાર અદા કરવાનું હતું. રિપોર્ટ્સ મુજબ, 2 વર્ષ પહેલાં જ્યારે રસેલ અને અમિતાભની વચ્ચે એક ફિલ્મની સ્ક્રિપ્ટને લઇને વાતચીત થઇ તો અમિતાભ બચ્ચનને સ્ક્રિપ્ટ પસંદ આવી હતી. જોકે, બંને દેશ વચ્ચે અશાંત પરિસ્થિતિને કારણે આ કિરદાર ભજવવાની બિગ બીએ ના પાડી દીધી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર