KBC : એક્ટિંગ જ નહીં, ચેરિટીનાં પણ શહેનશાહ છે અમિતાભ બચ્ચન

કૌન બનેગા કરોડપતિની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમિતાભ બચ્ચને જણાવ્યું કે તે એક્ટિંગ ઉપરાંત સોશિયલ વર્ક સાથે પણ જોડાયેલા રહે છે

કૌન બનેગા કરોડપતિની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમિતાભ બચ્ચને જણાવ્યું કે તે એક્ટિંગ ઉપરાંત સોશિયલ વર્ક સાથે પણ જોડાયેલા રહે છે

  • Share this:
    મુંબઇ: ટીવી શો કોન બનેગા કરોડપતિથી અમિતાભ બચ્ચન ફરી એક વખત સ્મોલ સ્ક્રિન પર વાપસી કરી રહ્યાં છે બિગ સ્ક્રિન પર પણ તેમની 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન' આવી રહી છે. હાલમાં જ કૌન બનેગા કરોડપતિની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમિતાભ બચ્ચને જણાવ્યું કે તે એક્ટિંગ ઉપરાંત સોશિયલ વર્ક સાથે પણ જોડાયેલા રહે છે.

    તેમણે આ વિશે વાત કરતાં કહ્યું કે, તે વર્ષોથી પોલિયો કેમ્પેઇન સાથે જોડાયેલાં છે. હવે ભારત પોલિયોમુક્ત થઇ ગયુ છે. હવે તેઓ ટીબી અને હેપેટાઇટિસ બીને લઇને જાગૃતતા ફેલાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે તેઓ પોતે ઘણી બીમારીઓથી પિડાય છે.

    પોતાની ચેરિટી વિશે વાત કરતાં બિગ બીએ કહ્યું કે, તે પેટા, મિઝવાન અને એવી ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલાં છે. અમિતાભ બચ્ચનનું કહેવું છે કે આ તમામ ચેરિટીઝથી હું ખેડુતોની આત્મહત્યા મામલે હું ઘણો ચિંતિંત રહુ છું. આ દિશામાં હું સતત કંઇકને કંઇક કરવાનાં પ્રયાસમાં હોવું છું. તેમણે ઉમેર્યુ કે, તેમણે દેવાંનાં ભાર હેઠળ દબાયેલાં 50 જેટલાં ખેડૂતોને દેવામાંથી મુક્તિ અપાવી છે. હાલમા જ બિગ બીએ 200 અન્ય ખેડૂતોનું દેવું ચુકતે કરતાં 1.25 કરોડની ધનરાશિ આપી હતી. એટલું જ નહીં તેમણે શહિદોનાં પરિવારને પણ મદદ કરી છે. . તેમણે જણાવ્યું કે હાલમાં જ તેમણે 44 શહિદોનાં પરિવારને આર્થિક મદદ કરી હતી.
    Published by:Margi Pandya
    First published: