Home /News /entertainment /

Trailer Out: 1795નાં ક્રાંતિકારીઓની અનોખી કહાની છે 'Thugs of Hindostan'

Trailer Out: 1795નાં ક્રાંતિકારીઓની અનોખી કહાની છે 'Thugs of Hindostan'

'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'

આમિર ખાન, અમિતાભ બચ્ચન, કેટરિના કૈફ,ફાતિમા સના શેખની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'નું ટ્રેલર રિલીઝ

    આમિર ખાન, અમિતાભ બચ્ચન, કેટરિના કૈફ,ફાતિમા સના શેખની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ટ્રેલર ઘણું જ ઇમ્પ્રેસિવ છે. પણ હોલિવૂડ ફેન્સને આ પાયરેટ્સ ઓફ કેરેબિયનની યાદ અપાવશે. બાકી 'પાઇરેટ્સ' શીવાય જો યશરાજ બેનર હેઠળ આવતા 'ઠગ્સ'ની વાત કરીએ તો તમામ એક્ટર્સનાં પરફોર્મન્સ ઘણા જ દમદાર છે. આ ફિલ્મ 8 નવેમ્બરનાં રોજ રિલીઝ થઇ રહી છે.

    બિગ બીનાં કિરદારનું નામ આઝાદ છે જે અંગ્રેજી હુકૂમત વિરુદ્ધ છે. આઝાદની ગેંગ અને તેમની પકડ એટલી મજબૂત છે કે ગોરાઓ પણ તેમનાંથી ડરે છે. તેમનાં આ ડરનો ઇલાજ કરવાં તે એક એવાં ઠગની શોધ કરે છે જે આઝાદ સામે મુકાબલો કરવામાં તેમને મદદ કરી શકે. આ સાથે જ થાય છે આમિર ખાનની એન્ટ્રી. આમિર 'ફિરંગી મલ્લાહ'નાં કેરેક્ટરમાં નજર આવશે. જે અંગ્રેજો અને આઝાદની વચ્ચે કયારેક આ પલ્લામાં તો ક્યારેક પેલા પલ્લામાં નજર આવે છે.



    હવે આપ એક્ટ્રેસિસને લિને કનફ્યૂઝ છો તો જણાવી દઇએ કે, ફાતિમા સના શેખ આઝાદ (બિગ બી)ની ગેંગમાં છે તો કેટરિના કૈફનાં કેરેક્ટરને લઇને હજુ સુધી સ્પષ્ટતા થઇ નથી. પણ તે આમિર ખાન સાથે નજર આવશે. આમિર અને કેટરિના વચ્ચે કેટલાંક સીન્સનો ડોઝ
    ટ્રેલરમાં આપવામાં આવ્યો છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Amir khan, Amitabh Bacchan, Katrina kaif, Thugs of hindostan, Trailer out, ફિલ્મ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन