અમિષા પટેલની મુશ્કેલી વધી: કોર્ટે જાહેર કર્યું વોરંટ, એડવાન્સ પેમેન્ટ લઈ ઈવેન્ટમાં ન પહોંચવાનો આરોપ
અમિષા પટેલની મુશ્કેલી વધી: કોર્ટે જાહેર કર્યું વોરંટ, એડવાન્સ પેમેન્ટ લઈ ઈવેન્ટમાં ન પહોંચવાનો આરોપ
અમિષા પટેલની વિરુદ્ધ કોર્ટે વોરંટ જાહેર કર્યું.
બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ (Amisha Patel)ની વિરુદ્ધ કોર્ટે વોરંટ જાહેર કર્યું છે. અમીષાની વિરુદ્ધ આ વોરંટ મુરાદાબાદની એસીજેએમ-5 કોર્ટે જાહેર કર્યું છે. કોર્ટ દ્વારા આપવામાં આવેલી તારીખ પર કોર્ટમાં હાજર ન થવાના કારણે અમીષા પટેલની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવી શકે છે.
બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ (Amisha Patel)ની વિરુદ્ધ કોર્ટે વોરંટ જાહેર કર્યું છે. અમીષાની વિરુદ્ધ આ વોરંટ મુરાદાબાદની એસીજેએમ-5 કોર્ટે જાહેર કર્યું છે. કોર્ટ દ્વારા આપવામાં આવેલી તારીખ પર કોર્ટમાં હાજર ન થવાના કારણે અમીષા પટેલની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવી શકે છે. જેના અનુસાર, અભિનેત્રીને 20 ઓગસ્ટના રોજ એસીજેએમ-5 કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેના પર 11 લાખ લઈ ઈવેન્ટમાં ન પહોંચવાનો આરોપ છે. આ મામલો 5 વર્ષ જૂનો છે, જેને લઈ અભિનેત્રી કાયદાકીય મુશ્કેલીમાં છે.
મીડિયા રિપોર્ટ્સના અનુસાર, અમીષા પટેલે એક ઈવેન્ટમાં હાજર થવા માટે 11 લાખ એડવાન્સ લીધા હતા, પરંતુ તે એ કાર્યક્રમમાં સામેલ ન થઈ. અભિનેત્રીને એક લગ્નના કાર્યક્રમમાં સામેલ થવાનું હતું. જેના માટે તેણે એડવાન્સ પેમેન્ટ પણ લઈ લીધું હતું, પરંતુ તે એ કાર્યક્રમમાં ન પહોંચી.
શું છે સમગ્ર મામલો?
કાર્યક્રમનું આયોજન કરવાની ઈવેન્ટ કંપનીના મેનેજર પવન વર્માએ 2007માં અભિનેત્રીની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. આ કેસમાં મુરાદાબાદમાં કેસ ચાલી રહ્યો હતો. અભિનેત્રીની વિરુદ્ધ કલમ 120-B, 406, 504 અને 506 અંતર્ગત સુનાવણી ચાલી રહી છે. ફરિયાદકર્તા વકીલના અનુસાર, અદાલતની તરફથી અમીષા અને તેના સહયોગિયોને સમન્સ મોકલવામાં આવ્યું છે.
જાહેર થઈ શકે છે બિનજામીનપાત્ર વોરંટ
સમન્સમાં કહેવામાં આવ્યું છે કે વોરંટ પછી પણ અમીષા કોર્ટમાં કોઈ યોગ્ય કારણ વગર કોર્ટમાં હાજર નથી થતી તો તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવી શકે છે. મંગળવારે કોર્ટે અભિનેત્રીની વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે, આ પહેલી વખત નથી કે જ્યારે અમીષા પટેલ કોઈ કાયદાકીય મુશ્કેલીમાં ફસાય હોય. આ અગાઉ પણ અભિનેત્રી ચેક બાઉન્સ હોવાના ઘણા કેસને લઈ વિવાદોમાં રહી છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર