Amisha Patel: હિરોઇનની ઇવેન્ટમાં થયો ડખો, પોલીસ બોલાવી પડી, હોબાળાનું કારણ જાણીને થશે આશ્ચર્ય...
Amisha Patel: હિરોઇનની ઇવેન્ટમાં થયો ડખો, પોલીસ બોલાવી પડી, હોબાળાનું કારણ જાણીને થશે આશ્ચર્ય...
અમિષા પટેલની ઇવેન્ટમાં થયો ડખો
Amisha Patel kota ruckus News: કોટા શહેરના મહાવીર નગર થાના ક્ષેત્રમાં આવેલા યૂઆઈટી ઑડિટોરિયમમાં યોજાયેલા બ્યૂટી કૉન્ટેસ્ટમાં બોલિવુડ અભિનેત્રી અમીષા પટેલે હાજરી આપી હતી. અમીષા પટેલ જ્યારે પાછી ફરી રહી હતી ત્યારે બબાલ થઈ ગઈ. આયોજકોએ અમીષા પટેલ પર નક્કી કરેલા સમયથી પહેલા જવાનો આરોપ લગાવ્યો. લોકોએ તેની ગાડી ઘેરી લીધી.
બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ (Ameesha Patel)ના કાર્યક્રમમાં મંગળવારે હોબાળો થઈ ગયો. કોટા શહેરના યૂઆઈટી ઑડિટોરીયમમાં યોજાયેલા બ્યૂટી સ્પર્ધાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમીષા પટેલ ગઈ હતી. અમીષાને આ કાર્યક્રમમાં એક કલાક માટે બોલાવવામાં આવી હતી, પરંતુ તે અડધા કલાકમાં જ સ્ટેજ પરથી ઉતરી ગઈ હતી જેના કારણે આયોજનકર્તાઓ ગુસ્સે ભરાયા હતા અને અમીષા પટેલની ટીમને ખરું-ખોટું સંભળાવવા લાગ્યા. આ દરમિયાન મોટો હોબાળો થઈ ગયો હતો. આ વખતે પોલીસ ત્યાં આવી અને ઘણી માથાકુટ બાદ તે અમીષાને બીજી કારમાં બેસાડીને હોટલ લઈ ગયા.
વાત એમ છે કે, શહેરના મહાવીર નગર થાના વિસ્તારમાં આવેલા યૂઆઈટી ઑડિટોરિયમમાં યોજાયેલા બ્યૂટી કૉન્ટેસ્ટમાં બૉલીવુડ અભિનેત્રી અમીષા પટેલે હાજરી આપી હતી. અમીષા પટેલ પાછી ફરી રહી હતી ત્યારે હોબાળો થઈ ગયો. આયોજકોએ અમીષા પટેલ પર નક્કી કરેલા સમયથી પહેલા નીકળી જવાનો આરોપ લગાવ્યો. લોકોએ તેની ગાડીને ઘેરી લીધી. આ ઘર્ષણની સૂચના મળતા મહાવીર નગર પોલિસ આવી. આ દરમિયાન આશરે અડધા કલાક સુધી અમીષા પટેલ કારમાં બેઠી રહી. પોલિસે બંને પક્ષને સમજાવ્યું અને આશરે અડધા કલાક બાદ તેને બીજી ગાડીમાં બેસાડીને રવાના કરી.
ફોટો સેશન વિના સ્ટેજ છોડવા પર નારાજગી?!
જાણકારી અનુસાર આયોજકોએ અમીષા પટેલ સાથે ફોટો સેશન માટે ઑનલાઇન બુકિંગ કરી હતી. કેટલાય લોકોએ ઑનલાઈન બુકિંગ કરાવી હતી. નક્કી કરેલા સમય મુજબ અમીષા પટેલને 5 વાગ્યાની આસપાસ કાર્યક્રમ પૂરો કરીને નીકળવાનું હતું. 5 વાગતા જ અમીષાએ સ્ટેજ છોડી દીધું અને તે પાછી ફરવા લાગી. આ દરમિયાન ફોટો સેશનની ઑનલાઈન બુકિંગ કરનારાઓ ફોટો સેશન વિનાના રહી ગયા. તેમણે આયોજકોને આ વાતની ફરિયાદ કરી. આ વાતને લઈને જ હોબાળો થઈ ગયો. પૈસા આપ્યા હોવા છતાં કેટલાક દર્શકો અમીષા પટેલ સાથે ફોટો ન પડાવી શક્યા. આ દરમિયાન હાજર બાઉન્સર્સને મીડિયાકર્મીઓને કવરેજ કરતા પણ રોક્યા હતા.
સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ
અમીષા પટેલ પોતાના ચાહકો સાથે સતત કનેક્ટ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર 30 લાખથી પણ વધુ ફોલોઅર્સ ધરાવતી અભિનેત્રી તેના ગ્લેમરસ ફોટોઝ અને વર્કઆઉટ વિડિયોઝને લઈને પણ ચર્ચામાં રહે છે.