Home /News /entertainment /

આમિરે દીકરી સાથે મુકી તસવીર, લોકોએ કહ્યું- મુસ્લિમ છો શરમ કરો!

આમિરે દીકરી સાથે મુકી તસવીર, લોકોએ કહ્યું- મુસ્લિમ છો શરમ કરો!

આમિર સર રમઝાન મહિનાનો લિહાઝ કરો. તે તમારી દીકરી છે તેણે રમઝાન દરમિયાન યોગ્ય કપડાં પહેરવા જોઇએ.

આમિર સર રમઝાન મહિનાનો લિહાઝ કરો. તે તમારી દીકરી છે તેણે રમઝાન દરમિયાન યોગ્ય કપડાં પહેરવા જોઇએ.

    મુંબઇ: મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન વિવાદોથી દૂર રહે છે પણ હાલમાં જ તે સોશિયલ મીડિયા પર ટ્રોલનો શિકાર થયો હતો. તેણે દીકરી સાથે તેની એક તસવીર ફેસબૂક પેજ પર શેર કરી હતી જેને લઇને લોકોએ ભદ્દી અને અશ્લીલ કમેન્ટ કરી હતી.

    આમિર ખાને તેની દીકીર ઇરા ખાન સાથે એક સ્પોર્ટી મૂડમાં એક ફોટો શેર કર્યો હતો તે બંને પાર્ક એરિયામાં રમતા નજર આવ્યા હતાં. પણ સોશિયલ મીડિયા પર
    કેટલાંક લોકોને આ તસવીર પસંદ આવી ન હતી.

    ટ્રોલર્સે આમિરની તસવીર પર અશ્લીલ કમેન્ટ કરવાની શરૂ કરી દીધી હતી અને કહ્યું હતું કે, રમઝાન મહિના દરમિયાન એક્ટરે આવી તસવીર પોસ્ટ કરવી જોઇએ નહીં. તો કેટલાંક યુઝર્સ, પિતા-પુત્રીનાં બોન્ડ પર અશ્લિલ કમેન્ટ કરવા લાગ્યા હતાં.



    એક યૂઝરે લખ્યુ હતું કે, આમિર સર રમઝાન મહિનાનો લિહાઝ કરો. તે તમારી દીકરી છે તેણે રમઝાન દરમિયાન યોગ્ય કપડાં પહેરવા જોઇએ.

    અન્ય એક યુઝરે લખ્યું, આ રમઝાનનો મહિનો ચાલે છે તમે મુસલમાન છો કંઇક તો શરમ કરો.

    તો કેટલાકં લોકો એવાં પણ હતાં જેમણે ટ્રોલર્સની બોલતી બંધ કરીને આમિર ખાનનો બચાવ કર્યો હતો આપને જણાવી દઇએ કે સોશિયલ મીડિયા પર ફિલ્મ 'કયામત સે કયામત તક'નાં ડિરેક્ટર મંસૂર ખઆનનાં 60માં જન્મ દિવસનાં સેલિબ્રેશનની આ તસવીરો હતી. જેમાં ેક તસવીરમાં આમિર દીકરી સાથે નજર આવ્યો હતો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Amir khan, Troll

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन