Home /News /entertainment /રહસ્યમય સંજોગોમાં વધુ એક સેલિબ્રિટિનું મોત, ડિપ્રેશને ભોગ લીધો હોવાનું અનુમાન

રહસ્યમય સંજોગોમાં વધુ એક સેલિબ્રિટિનું મોત, ડિપ્રેશને ભોગ લીધો હોવાનું અનુમાન

ફોટોઃ @aaroncarter

અમેરિકન સિંગર, રેપર અને એક્ટર એરોન કાર્ટરનું 34 વર્ષની વયે અવસાન થયું છે. ઘરના બાથરુમમાંથી રહસ્યમય રીતે મળ્યો મૃતદેહ.

  નવી દિલ્હીઃ અમેરિકન સિંગર, રેપર અને એક્ટર એરોન કાર્ટરનું 34 વર્ષની વયે અવસાન થયું છે. શનિવારે કેલિફોર્નિયામાં તેના ઘરેથી જ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. કાર્ટરનું નામ 2000ની શરૂઆતના વર્ષોમાં ખૂબ જ પ્રખ્યાત થયું હતું અને તેના ટીન મ્યુઝિક લોકોને ખૂબ જ પસંદ આવતા હતાં.

  અહેવાલો અનુસાર, શનિવારે લગભગ 11 વાગ્યે અધિકારીઓેને બાથરૂમમાં એક વ્યક્તિના ડૂબી જવાનો ઈમરજન્સી કૉલ આવ્યો હતો. જાણકારી મળતા જ હોમિસાઇડ ડિટેક્ટિવ લૉસ એંન્જલસ કાઉંટીના લંકેસ્ટરમાં, કાર્ટરના ઘરે તપાસ માટે પહોંચ્યા હતાં. પરંતુ આ મામલામાં અન્ય કોઈ વિગત સામે આવી નથી અને હજુ સુધી કોઈ ષડયંત્રની આશંકા નથી.

  આ પણ વાંચોઃ કપૂર પરિવારમાં જલ્દી ગૂંજશે કિલકારી! ડિલીવરી માટે રણબીર સાથે હોસ્પિટલ પહોંચી આલિયા ભટ્ટ

  કેલિફોર્નિયાના અધિકારીઓએ શરૂઆતમાં મીડિયાને કાર્ટરના ઘરે એક વ્યક્તિના મૃત્યુની જાણ કરી હતી, પરંતુ મૃતકની ઓળખ જાહેર કરી ન હતી. અને કાર્ટરના પ્રતિનિધિએ પણ અગાઉ આ બાબતે કોઈ ટિપ્પણી કરી નહતી. પરંતુ કાર્ટરની મેનેજમેન્ટ કંપનીએ પાછળથી ધ ન્યૂ યોર્ક ટાઈમ્સને પુષ્ટિ આપી કે કાર્ટર મૃત્યુ પામ્યો છે. કાર્ટરની મંગેતર મેલાની માર્ટિને પણ એસોસિએટેડ પ્રેસને સમાચારની પુષ્ટિ કરી. મેલાનીએ કહ્યું, 'અમે હજુ પણ આ દુર્ભાગ્યપૂર્ણ વાસ્તવિકતાને સ્વીકારવાની પ્રક્રિયામાં છીએ.' તેણે આગળ કહ્યું, 'હું તમારી પ્રાર્થના અને સહાનુભૂતિ માટે ખૂબ જ આભારી રહીશ.'
  View this post on Instagram


  A post shared by Mic Garcia (@checkthestar)

  ડિપ્રેશન અને મેન્ટલ હેલ્થ સાથે સ્ટ્રગલ


  કાર્ટરે માનસિક સ્વાસ્થ્ય સાથેના તેના સંઘર્ષ વિશે ઘણી વખત જાહેરમાં કહ્યુ છે. 2019માં, સેલિબ્રિટી વેલનેસ ટીવી શો 'ધ ડૉકટર્સ' પર દવાઓથી ભરેલી બેગ બતાવતી વખતે, તેણે કહ્યું કે તેને મલ્ટીપલ પર્સનાલિટી ડિસઓર્ડર, સ્કિઝોફ્રેનિયા અને એંગ્ઝાયટીની જાણ થતાં પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી છે. તેણે કહ્યુ હતું કે, 'હું માનસિક ડિપ્રેસિવ છું.'

  આ પણ વાંચોઃ The Curse Of Atuk: શાપિત ફિલ્મની એવી સ્ક્રિપ્ટ, જે એક્ટરે પણ વાંચી એનું થયું મોત

  થોડા મહિના પહેલા રિહેબમાં જોડાયો હતો


  કાર્ટરનો વ્યસનને લઈને જૂનો ઈતિહાસ છે અને તેને ઘણી વાર રિહેબમાં પણ જવું પડ્યુ છે. સપ્ટેમ્બર 2022માં કાર્ટરે એક પબ્લિકેશનને જણાવ્યુ હતું કે પોતાના દિકરા પ્રિન્સની કસ્ટડી ખોયા બાદ, તે પાંચમી વાર રિહેબમાં છે. તેણે કહ્યુ હતું કે આ વખતે તે 'ગાંજો છોડાવવાની મદદ' લઈ રહ્યો છું. કાર્ટરે જણાવ્યુ કે, 'હું હવે ગાંજો નથી લેવા માંગતો મને જરૂર નથી.'
  View this post on Instagram


  A post shared by Aaron Carter (@aaroncarter)

  ખૂબ જ નાની ઉંમરે મળી હતી સફળતા


  એરોનને પહેલીવાર 1990માં, પ્રખ્યાત બેન્ડ બેકસ્ટ્રીટ બૉયઝના મેમ્બર નિક કાર્ટરનો ભાઈ થવા માટે પ્રસિદ્ધી મળી હતી. પરંતુ ટૂંક સમયમાં જ કાર્ટરની પોતાની કારકિર્દી શરૂ થઈ અને 1997માં, 9 વર્ષની ઉંમરે, તેનું પ્રથમ આલ્બમ 'એરોન કાર્ટર' ખૂબ જ લોકપ્રિય બન્યું. 2000માં તેનું બીજું આલ્બમ 'એરોન્સ પાર્ટી' પણ ખૂબ જ લોકપ્રિય થયું હતું. તેની કારકિર્દીમાં આગળ, તેણે રેપમાં પણ હાથ અજમાવ્યો અને બ્રોડવે મ્યુઝિકલ્સમાં એક્ટિંગ પણ કરી.
  Published by:Hemal Vegda
  First published:

  Tags: Entertainment news, મનોરંજન

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन