Bollywood Interesting story: સુનીલ શેટ્ટીને આતંકવાદી સમજીને અમેરિકન પોલીસે કરી લીધી હતી ધરપકડ, જાણો આખો કિસ્સો

સુનીલ શેટ્ટીની ફાઇલ તસવીર

સંજય દત્ત, કુમાર ગૌરવ, લકી અલી, સંજય માંજરેકર અને ઈશા કોપીકરે પોલીસને સમજાવવાની ખૂબ જ કોશિશ કરી, પરંતુ પોલીસે કોઈની વાત પર વિશ્વાસ કર્યો ન હતો.

  • Share this:
બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટી (Suniel Shetty) મોટા પડદા પર ઓછા જોવા મળે છે, પરંતુ 90ના દાયકામાં તેઓ ઈન્ડસ્ટ્રીના એક ટોપ એક્ટર હતા. સુનીલ શેટ્ટીએ વર્ષ 1992માં ફિલ્મ બલવાન (Balwaan) થી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તેમણે ફિલ્મ 'દિલવાલે', 'મોહરા', 'બોર્ડર', 'ગોપી કિશન', 'ભાઈ', 'ધડકન', 'મૈં હું ના', 'હલચલ' અને 'ફિર હેરાફેરી' જેવી હિટ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

90ના દાયકામાં સુનીલ શેટ્ટીને બોલીવુડના નંબર વન એક્શન સ્ટાર માનવામાં આવતા હતા. તેમની એક્શન ફિલ્મો ફેન્સને પણ ખૂબ જ પસંદ હતી. 2000 ના દાયકામાં, તેમણે એક્શન ફિલ્મોની સાથે સાથે જબરદસ્ત કોમેડી ટાઈમિંગથી ફેન્સનું ખૂબ મનોરંજન કર્યું હતું. સુનીલ શેટ્ટી ફિલ્મ 'યે તેરા ઘર યે મેરા ઘર', 'હેરાફેરી', 'ફિર હેરા ફેરી', 'દીવાને હુયે પાગલ', 'આવારા પાગલ દિવાના', 'હલચલ', 'વન ટૂ કા થ્રી' અને 'દે દના દન' થી બોલિવૂડના કોમેડી સ્ટાર બની ગયા હતા.

ફિટનેસ માટેનો જુસ્સો

સુનીલ શેટ્ટી 90ના દાયકાથી એક્ટિંગની સાથે સાથે પોતાની ફિટનેસને લઈને પણ ખૂબ જ એક્ટિવ છે. તેઓ આજે પણ ઈન્ડસ્ટ્રીના સૌથી ફિટ અભિનેતાઓમાંના એક ગણવામાં આવે છે. સુનીલમાં ફિટનેસ માટે એવો જુસ્સો એવો છે કે, એક વખત તેઓ તેના કારણે મુશ્કેલીમાં પણ મુકાઈ ગયા હતા.

સુનીલ શેટ્ટીએ વર્ષ 2002 માં સંજય ગુપ્તાએ ડાયરેક્ટ કરેલ ફિલ્મ કાંટે (Kaante) માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમણે બાઉન્સર 'અન્ના'નું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, સંજય દત્ત, કુમાર ગૌરવ, લકી અલી, સંજય માંજરેકર અને ઈશા કોપીકર જેવા કલાકારોએ પણ કામ કર્યું છે. ફિલ્મ 'કાંટે'ના શૂટિંગ માટે તમામ કલાકારો અમેરિકા ગયા હતા.

સુનીલ શેટ્ટી હંમેશા પોતાની ફિટનેસને અંગે સચેત રહે છે. અમેરિકામાં તેઓ જે હોટલમાં રોકાયા હતા, ત્યાંથી તેઓ દરરોજ જીમમાં જતા હતા, જે હોટેલથી થોડી દૂર હતી. તેઓ સવારે 4 વાગે જીમ જવા નીકળી જતા હતા અને જીમથી સીધા ફિલ્મના સેટ પર પહોંચી જતા હતા. સુનીલ શેટ્ટીને એક દિવસ જીમમાં ખૂબ જ સમય લાગી ગયો હતો. શુટીંગના સ્થળે સમય ન બગડે તે વિચારીને તેઓ જીમમાં જ પોતાના એક્ટીંગના લૂકમાં આવી ગયા હતા. ત્યારબાદ તેઓ જીમમાંથી જ શુટીંગ માટે નીકળી ગયા હતા. તેમનો આ નિર્ણય તેમને જ મોંઘો પડી ગયો હતો.

અમેરિકન પોલીસે આતંકવાદી સમજીને ધરપકડ કરી લીધી

સુનીલ શેટ્ટી જ્યારે તેના શુટીંગના લુકમાં જીમમાંથી બહાર આવ્યા ત્યારે, અમેરિકન પોલીસે તેમને આતંકવાદી સમજીને ધરપકડ કરી લીધો હતો. સુનીલે પોલીસને સમજાવવાની ખૂબ જ કોશિશ કરી, પરંતુ પોલીસે તેમની વાત જ ન માની. ફિલ્મના અન્ય લોકોને આ વાતની ખબર પડતા, તેઓ પોલીસ સ્ટેશન ગયા હતા. સંજય દત્ત, કુમાર ગૌરવ, લકી અલી, સંજય માંજરેકર અને ઈશા કોપીકરે પોલીસને સમજાવવાની ખૂબ જ કોશિશ કરી, પરંતુ પોલીસે કોઈની વાત પર વિશ્વાસ કર્યો ન હતો.

અમિતાભ બચ્ચનના કહ્યા બાદ સુનીલને છોડ્યા

અમિતાભ બચ્ચન અને ડાયરેક્ટર સંજય ગુપ્તા અમેરિકન પોલીસને સમજાવવામાં સફળ રહ્યા. તેમણે પોલીસને સમજાવ્યું કે, ‘સુનીલ આતંકવાદી નથી, પરંતુ ભારતનો એક અભિનેતા છે. જ્યારે તેની ધરપકડ કરવામાં આવી, ત્યારે તે તેના ફિલ્મના કેરેક્ટરના લુકમાં હતો.' અમિતાભ બચ્ચન અને સંજય ગુપ્તાએ સુનીલ શેટ્ટીના તમામ ડોક્યુમેન્ટ્સ પોલીસને બતાવ્યા, ત્યારબાદ પોલીસે સુનીલને છોડી દીધા.

આ પણ વાંચો - Pics: એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં છવાયા સ્ટાર્સ, હીના ખાન, કરિશ્મા તન્ના હરલીન લાગી રહ્યાં છે કાતિલ

સુનીલ શેટ્ટી વર્ષ 2014માં આવેલી ફિલ્મ 'દેશી કટ્ટે'માં મોટા પાત્રમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ તેઓ ફિલ્મ 'ધ શૌકીન્સ', 'અ જેન્ટલમેન', 'વેલકમ ટુ ન્યૂયોર્ક', 'ખાનદાની શફાખાના' અને 'મુંબઈ સાગા'માં મહેમાન કલાકારમાં જોવા મળ્યા હતા. સુનીલ શેટ્ટી તેમના પુત્ર અહાન શેટ્ટીની ડેબ્યુ ફિલ્મ 'તડપ'માં જોવા મળશે. આ સિવાય તેઓ તેલુગુ ફિલ્મ 'ઘાની' અને મલયાલમ ફિલ્મ 'મરક્કર'માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
First published: