મુંબઇ: એક જાણીતી અભિનેત્રીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે ફિલ્મ બાદ મળેલી પ્રસિદ્ધિ અને પર્સનલ લાઇફ વિશે વાત કરી છે. આ અમેરિકી અભિનેત્રીનો ઇન્ટરવ્યૂ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેણે 200 લોકો સાથે શારીરિક સંબંધો અંગે ખુલાસો કર્યો છે. જાણીતી અભિનેત્રી જેનિફર કૂલિઝે કહ્યું કે, તે 1999માં ફિલ્મ 'અમેરિકન પાઇ'માં પોતાના રોલને લીધે એટલી ફેમસ થઇ કે તે 200 લોકો સાથે રોમાન્સ કરવામાં સફળ રહી.
વેરાયટી મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં 60 વર્ષીય જેનિફર કહે છે કે, જો 1999માં આવેલી ફિલ્મ અમેરિકન પાઇ હિટ ન થઇ હોત તો હું 200 લોકો સાથે સંબંધ બાંધી શકી ન હોત. જેનિફર અનુસાર આ ફિલ્મના લીધે તેને પ્રસિદ્ધિથી વધુ આત્મસંતુષ્ટિ મળી.
જેનિફર કૂલિઝ આ ફિલ્મને લીધે ચર્ચામાં આવી હતી. અમેરિકન પાઇમાં તેનો પાત્ર એક એવી મહિલાનો હતો જે કોઇપણ રીતે પોતાના પુત્રના મિત્ર સાથે સંબંધ બનાવવા માંગતી હતી. આ ફિલ્મે વર્લ્ડવાઇડ 1800 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.
જેનિફર કહે છે કે, લગભગ 10 વર્ષ સુધી ઓડિશનમાં નિષ્ફળ થયા બાદ તેના મનમાંથી ડર નિકળી ગયો હતો. તેને લાગ્યું કે હવે તેની પાસે ગુમાવવા માટે કંઇ નથી. જે બાદ અમેરિકન પાઇમાં કામ મળતાં તેનું જીવન બદલાઇ ગયું. વર્ષ 2021માં આવેલી સીરિઝ ધ વાઇટ લોટ્સમાં પણ તેણે કામ કર્યું હતું.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર