એક સાથે 17 બાળકોને જન્મ આપનારી મહિલાની કહાનીનું રસપ્રદ સત્ય

News18 Gujarati
Updated: June 20, 2019, 8:43 PM IST
એક સાથે 17 બાળકોને જન્મ આપનારી મહિલાની કહાનીનું રસપ્રદ સત્ય
17 બાળકોને જન્મ આપનાર મહિલાની સત્ય કહાની

દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેથરીન બ્રિઝ નામની આ અમેરિકન મહિલાએ 17 બાળકોને એક સાથે જન્મ આપી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે

  • Share this:
સોશિયલ મીડિયા સાઈટ ટ્વીટર અને ફેસબુક પર એક ગર્ભવતી મહિલાની ચોંકાવનારી કહાની વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેથરીન બ્રિઝ નામની આ અમેરિકન મહિલાએ 17 બાળકોને એક સાથે જન્મ આપી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેની ત્રણ તસવીર વાયરલ થઈ રહી છે.

પહેલી તસવીરમાં ગર્ભવતી કેથરીન બ્રિઝ સેલ્ફી લેતી જોવા મળી રહી છે, તેનું પેટ સામાન્ય દેખાઈ રહ્યું છે. બીજી તસવીરમાં મહિલા કેટલાક બાળકો સાથે સુઈ રહેલી જોવા મળી રહી છે. ત્રીજી તસવીરમાં એક પુરૂષ બહુ બધા બાળકો સાથે બેઠો છે. પોસ્ટમાં બતાવવામાં આવ્યું છે કે, કેથરીન બ્રિઝે એક સાથે સૌથી વધારે બાળકોને પેદા કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. પોસ્ટ સાથે ફેસબુક યૂઝરે Women Daily Magazineના એક આર્ટિકલની લિંક પણ પોસ્ટ કરી છે.

શું છે સત્ય?

ઉલ્લેખનીય છે કે, આ એક સામાન્ય ગર્ભવતી મહિલાની તસવીર હતી, જેની સાથે છેડછાડ કરવામાં આવી. અસલમાં આ એક અફવાહ ‘Women news Daily Magazine(WNDR)’ નામની એક વેબસાઈટના આર્ટીકલથી ફેલાઈ હતી. આ આર્ટિકલનું શિર્ષક ‘Mother Gives Birth To 17 Babies At Once’ હતું. આર્ટિકલમાં સ્પષ્ટ એ વાતનો ઉલ્લેખ છે કે, આ કહાની કાલ્પનિક છે. જે ‘World News Daily Report’ના એક આર્ટિકલમાંથી લેવામાં આવી છે.

ફોટો સાથે કરવામાં આવી છેડછાડ
તસવીરને રિસર્ચ કરવાથી ખબર પડી છે કે, મહિલાની તસવીર ફોટોશોપ્ડ છે. અને આ તસવીર સાત વર્ષ જુની છે, જેમાં એક પુરૂષ બાળકો સાથે બેઠો છે. આ વ્યક્તિનું નામ Robert M Biter છે, જે અમેરિકામાં એક પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિશેષજ્ઞ છે. રોબર્ટે આ તસવીર પોતાના ફેસબુક પેજમાં કવર ફોટો પર લગાવી છે. તેથી મહિલાએ 17 બાળકોને જન્મ આપ્યાનો દાવો ખોટો છે.
First published: June 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...