કંગનાના સમર્થમમાં ઉતર્યા અનિલ વિઝ, સવાલ કરીને પૂછી આ વાત

કંગનાના સમર્થમમાં ઉતર્યા અનિલ વિઝ, સવાલ કરીને પૂછી આ વાત
કંગના અને અનિલ વીઝ

વિજે કહ્યું કે મુંબઇ શિવસેનાની વારસાગત પ્રદેશ છે કે પછી તેમના પિતાજીની છે, મુંબઇ ભારતનો એક ભાગ છે અને કોઇ પણ ત્યાં જઇ શકે છે.

 • Share this:
  શિવસેના વરિષ્ઠ નેતા સંજય રાઉતની તરફથી ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)ને મુંબઇ આવવા મામલે આપેલી ધમકી પર થયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લેતો. તેવામાં હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજ (Anil Vij)એ શિવસેનાને સલાણ આપી છે. વિજે કહ્યું કે મુંબઇ શિવસેનાની વારસાગત પ્રદેશ છે કે પછી તેમના પિતાજીની છે, મુંબઇ ભારતનો એક ભાગ છે અને કોઇ પણ ત્યાં જઇ શકે છે. તેણે આગળ કહ્યું કે જે પણ લોકો આ પ્રકારની ધમકીઓ આપે છે તેમની પર કાર્યવાહી થવી જોઇએ.

  અનિલ વિઝે કહ્યું કે તમે કોઇ ગળું ના દબાવી શકો, અને તમે કોઇને સાચું બોલતા ના રોકી શકો. આમ તો આ મણબત્તી બ્રિગ્રેડ વાત વાત પર રસ્તા પર આવી જાય છે. આ મામલે હજી સુધી લોકો કેમ ચુપ છે? પોતાના મેડલ કેમ પાછા નથી કરતા? વિજે કહ્યું કે કંગના રનૌતને સુરક્ષા આપવી જોઇએ અને તેમને જે કરવું તેની તેમને છૂટ મળવી જોઇએ.  વધુ વાંચો : સેવિંગ ખાતા કરતા ડબલ નફા સાથે મળશે ટેક્સ પર છૂટ, આજે જ ઉઠાવો આ સરકારી સ્કીમનો લાભ

  ઉલ્લેખનીય છે કે બોલિવૂડ અભિનેત્રીને ધમકી આપીને સંજય રાઉત ખરાબ રીતે ફસાયા છે. હરિયાળાના ગૃહમંત્રી અનિલ વિજની માંગણી પછી અંબાલાની જનતા કંગનાના સમર્થનમા ઉતર્યા છે. અંબાલામાં લોકોએ સંજય રાઉતના પોસ્ટરને આગ લગાવી છે. અને શિવસેનાના નેતાઓને પડકાર ફેંક્યો છે કે તે હરિયાણા કે અંબાલાની ધરતી પર પગ મૂકીને બતાવે. લોકોનું કહેવું છે કે આજે કંગનાને ધમકાવી રહ્યા છે આ લોકો કાલે સામાન્ય જનતાને પણ ધમકાવશે.  તમને જણાવી દઇએ કે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત દ્વારા મુંબઇને પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીર જેવું કહેવા પર શિવસેના દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કંગનાએ ગુરુવારે શિવસેનાના સાંસદ સંજય રાઉત પર આરોપ લગાવ્યો હતો કે રાઉતે તેમને મુંબઇ ન આવવવાની ખુલ્લી ધમકી આપી છે.
  Published by:Chaitali Shukla
  First published:September 07, 2020, 11:04 am

  ટૉપ ન્યૂઝ