Home /News /entertainment /

Mumbai Diaries 26/11 Review: 26/11નાં ઘા તાજી કરતી વેબ સિરીઝ, ડોક્ટર્સનાં સંઘર્ષની છે કહાની

Mumbai Diaries 26/11 Review: 26/11નાં ઘા તાજી કરતી વેબ સિરીઝ, ડોક્ટર્સનાં સંઘર્ષની છે કહાની

Photo-Instagram

Mumbai Diaries 26/11 Review: મુંબઈ પર 26/11 ના હુમલાને ક્યારેય ભૂલી શકાશે નહીં. આ હુમલા પર આધારિત આવી વેબ સિરીઝ છે જે તે સમય દરમિયાન સરકારી હોસ્પિટલની સ્થિતિની કહાની પર આધારિત છે. નિર્દેશક નિખિલ અડવાણીએ (Director Nikhil Advani) તેની 26/11 ની કહાનીમાં ઘણી વખત નજર અંદાજ કરાયેલા આપણી હેલ્થ મિલિટ્રી એટલે કે તબિબી સૈનિકોની કહાની રજૂ કરી છે. તેમની હિંમત, બહાદુરી અને બલિદાન આ વેબ સિરીઝમાં દર્શાવવામાં આવ્યું છે. આ વેબ સિરીઝ એમેઝોન પ્રાઇમ (Amazon Prime) પર રિલીઝ થઇ છે

વધુ જુઓ ...
  Mumbai Diaries 26/11 Review: નવેમ્બર 2008 માં મુંબઈ પર થયેલા ભયાનક આતંકવાદી હુમલાની આ ચોંકાવનારી તસવીર છે. નિર્માતા-દિગ્દર્શક નિખિલ અડવાણીએ આ હુમલાની અલગ કહાની દર્શકો સામે રજૂ કરી છે. જે વિશ્વના ઇતિહાસની સૌથી કાયર અને શરમજનક આતંકવાદી ઘટના છે. (Mumbai Diaries 26/11  Cast) સિનેમા આવી ઘટનાઓને સુરક્ષા દળોના દૃષ્ટિકોણથી અથવા ક્યારેક આતંકવાદીઓના દૃષ્ટિકોણથી જુએ છે. કેટલીકવાર ઘટનાને જેમ છે તેમ ફિલ્માવવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ ડી-ડે અને બાટલા હાઉસ જેવી ફિલ્મોના નિર્દેશક નિખિલ અડવાણીએ (Director Nikhil Advani) તેની 26/11 ની કહાનીમાં ઘણી વખત નજર અંદાજ કરાયેલા આપણી હેલ્થ મિલિટ્રી એટલે કે તબિબી સૈનિકોની કહાની રજૂ કરી છે. તેમની હિંમત, બહાદુરી અને બલિદાન આ વેબ સિરીઝમાં (Amazon Prime) બતાવવામાં આવ્યું છે.

  આ પણ વાંચો- Bhoot Police: ભૂત અંગે અંગત અનુભવ જણાવતા સૈફ અલી ખાને કહ્યું,- 'હું ધર્મમાં બહુ માનતો નથી'

  આ હુમલામાં પાકિસ્તાનના આતંકવાદીઓએ દક્ષિણ મુંબઈની કામા હોસ્પિટલને પણ નિશાન બનાવી હતી, પરંતુ તેમને બહાદુર પોલીસકર્મીઓએ નિષ્ફળ બનાવ્યા હતા. શ્રેણીમાં હોસ્પિટલ પર હુમલાની વાર્તા એક્શન-ઇમોશન-ડ્રામાથી ભરેલી છે. જેમાં જગ્યાઓ અને લોકોના નામ અને ઓળખ બદલવામાં આવી છે.  મુંબઈ ડાયરીઝ 26/11  એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થયેલી આઠ-એપિસોડની વેબ સિરીઝ છે. જેની કહાની બોમ્બે જનરલ હોસ્પિટલ પર કેન્દ્રિત છે. તમામ ગરીબ અને લાચાર લોકો અહીં સારવાર માટે આવે છે. પણ આ સરકારી હોસ્પિટલમાં કોઈ સુવિધા નથી. ડોક્ટરે શું કરવું જોઈએ? આ કહાનીનાં કેન્દ્રમાં છે ડો. કૌશિક ઓબેરોય (મોહિત રૈના) અને ત્રણ જુનિયર ડોકટરો (નતાશા ભારદ્વાજ, મૃણમયી દેશપાંડે, સત્યજીત દુબે) જેમનો હોસ્પિટલમાં આજે પ્રથમ દિવસ છે જે ડો. કૌશિકનાં માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ માટે આવ્યા હતા.

  આ પણ વાંચો-TMKOC: 'બબિતા અને ટપ્પુ' નાં સંબંધની ચર્ચા જાહેર થતા, જેઠાલાલનાં જોક્સ Viral

  ડો. ઓબેરોયના અંગત જીવનમાં તોફાન છે કારણ કે તેમની પત્ની અનન્યા (ટીના દેસાઈ) ગર્ભવતી છે પરંતુ બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઇ છે. વાતચીત બંધ છે. અનન્યા સાઉથ મુંબઈની ફાઇવ સ્ટાર પેલેસ હોટલની સિનિયર સ્ટાફ છે. જ્યાં મુંબઇ હુમલા સમયે બે આતંકવાદીઓ ઘુસી ગયા છે અને હાહાકાર મચાવી દીધો છે. આ સિવાય, વાર્તામાં કેટલાક અન્ય અગ્રણી પાત્રો છે, જેમાં ટીવી રિપોર્ટર માનસી (શ્રેયા ધનવંત્રી)નું કામ ઉમદા છે. શ્રેયાએ ગયા વર્ષની સૌથી લોકપ્રિય વેબ સિરીઝ સ્કેમ 1992 માં પત્રકાર સુચેતા દલાલની ભૂમિકા ભજવી હતી. અહીં પણ તેને અગ્રણી મીડિયા હસ્તી તરીકે બતાવવામાં આવી છે.

  ડો. ઓબેરોય માટે, જ્યારે હોસ્પિટલમાં તેમજ જીવનમાં વસ્તુઓ સારી રીતે ચાલી રહી નથી અને તે ટ્રેઇની જુનિયરોથી છુટકારો મેળવવા માંગે છે, ત્યારે જ એક ટોળુ બોમ્બે જનરલ હોસ્પિટલમાં આવે છે. જેઓ ગોળીઓથી છન્ની થઇ ગયા છે. અને બીજી તરફ જ્યારે તેઓ ટીવી સમાચાર જુએ છે ત્યારે તેમને માલૂમ થાય છે કે, સાઉથ મુંબઇમાં ગેંગવોર થઇ છે. પણ ટૂંક સમયમાં વાસ્તવિકતા સામે આવી જાય છે. કે આ કોઇ ગેંગવોર નથી પણ આતંકવાદી હુમલો છે. આ સમયે સામાન્ય લોકોની સાથે સાથે ઘાયલ ATS ચિફ અને પકડાયેલા બે આતંકવાદીઓને પણ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જેમાં એક આતંકી ખરાબ રીતે ઘાયલ થયો છે. આ સમયે ડોક્ટર સામે મુશ્કેલી એ છે કે બેમાંથી કોને પહેલાં અટેન્ડ કરે. કોને બચાવે. પરંતુ આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે, હોસ્પિટલમાં યોગ્ય તબીબી સુવિધાઓ નથી, શું કરી શકાય. જ્યારે હોસ્પિટલની અંદરનાં ન્યૂઝ મીડિયામાં આવે છે ત્યારે મુશ્કેલી વધે છે. ટેરેરિસ્ટનાં આકાઓ પાકિસ્તાનમાં બેસીને ભારતીય ટીવી ન્યૂઝ ચેનલ જોઈ રહ્યાં છે અને મુંબઇ હુમલાની તમામ અપડેટ લઇ રહ્યાં છે. તેમજ સમય જોઇને તેઓ બે આતંકવાદીઓને હોસ્પિટલ પર હુમલો કરવાનું કહે છે. આતંકવાદીઓ અંદર પ્રવેશ કરે છે અને આ પછી, હૃદયદ્રાવક દ્રશ્યો બહાર આવે છે. આ સમયે આતંકવાદીઓ પાસે ખતરનાક રાઇફલ અને ગ્રેનેડ છે અને અમારી પોલીસ પાસે જૂની બંદૂકો અને પિસ્તોલ છે. થોડી જ વારમાં હોસ્પિટલમાં લોહીની નદીઓ વહેવા લાગે છે.

  આ પણ વાંચો-Akshay Kumar: રૂ. 1500 કરોડ દાવ પર, 'સૂર્યવંશી'થી 'બચ્ચન પાંડે' સુધી 2021માં રિલીઝ થશે 7 મોટી ફિલ્મો
  મુંબઈ ડાયરીઝ 26/11 માં બતાવેલ પ્લોટ સંપૂર્ણ સત્ય નથી. તે સત્ય ઘટના પર આધારીત ફિલ્મ લિબર્ટીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી સિરીઝ છે.. લેખકો અને દિગ્દર્શકે હુમલાનો ચહેરો બતાવવા માટે ભારે છૂટ લીધી છે અને સફળતાપૂર્વક હુમલાની ભયાનકતા ઉભી કરી છે. 26/11 હુમલાની પીડાદાયક તસવીરો દર્શાવવાની સાથે સાથે વેબ સિરીઝ સરકારી હોસ્પિટલોની સ્થિતિ પણ રજૂ કરે છે. કટોકટી માટે તેઓ કેટલા તૈયાર છે જ્યારે, સામાન્ય દિવસોમાં કોઈ દવાઓ અથવા સાધનો અથવા અન્ય જરૂરિયાતો નથી. આ એક જકડી રાખતી જોવાલાયક વેબ સિરીઝ છે, જે જેમ જેમ આગળ વધે છે તેની તેની પકડ વધારે મજબૂત થતી જાય છે. જો કે, સમગ્ર વેબ સિરીઝમાં ડો. ઓબેરોયનું જીવન એક ફિલ્મી ડ્રામા જેવું નજર આવે છે.

  આ સિવાય લેખકો અને દિગ્દર્શકોએ પણ વાસ્તવિકતાથી થોડી રમત કરી છે અને સ્ક્રિપ્ટમાં ફિલ્મી લિબર્ટી લીધી છે. જેમકે, ATS ચીફના મૃત્યુ બાદ આવેલી તેની પત્નીએ ડોક્ટરને થપ્પડ મારી હતી. આતંકવાદી તેની સારવાર કરાવવા માટે એક ટ્રેઇની ડોક્ટરનાં માથે પિસ્તોલ તાકે છે. હોસ્પિટલમાં ઘૂસેલા આતંકવાદીઓ તેમના સાથી પોલીસથી બચાવે છે. વગેરે વગેરે. આ અને આવી બીજી બાબતો તમને વારંવાર યાદ અપાવે છે કે તમે આ એક નાટક જોઇ રહ્યાં છે. વાસ્તવિકતા નહીં.

  ડિરેક્ટરે ખાતરી કરી હતી કે હુમલા દરમિયાન સમગ્ર સંતુલન જાળવવામાં આવ્યું છે. તે સમજાવે છે કે એક બાજુ આતંક અને વિનાશ છે અને બીજી બાજુ ભાઈચારો, પરસ્પર સહકાર અને બલિદાન છે. તે હિન્દુ-મુસ્લિમ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરે છે કારણ કે આ ઘટનાએ એકબીજા પર વિશ્વાસનું સંકટ પણ ભું કર્યું હતું. મુંબઈ ડાયરી 26/11 ના પાત્રોનું નાટકીયકરણ તેને કેટલીક વખત સત્યથી દૂર લઈ જાય છે પરંતુ તેમાં કોઈ શંકા નથી કે હમાલમાં દ્રશ્યો સારી રીતે શૂટ કરવામાં આવ્યા છે. તેઓ અસર બનાવે છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Amazon prime, Entertainment news, Mumbai Diaries 26/11, Mumbai Diaries 26/11 Review

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन