Home /News /entertainment /Amazon Prime Video એ KGF ચેપ્ટર-2 માટે OTT રાઈટ્સ મેળવ્યા: અહીં જાણો વિગતો
Amazon Prime Video એ KGF ચેપ્ટર-2 માટે OTT રાઈટ્સ મેળવ્યા: અહીં જાણો વિગતો
KGF2 જોવા મળશે ઓટીટી પ્લેટફોર્મ પર
KGF: Chapter 2 on Amazon Prime Video : KGF: ચેપ્ટર 2 પ્રશાંત નીલ દ્વારા દિગ્દર્શિત છે અને હોમ્બલે ફિલ્મ્સના બેનર હેઠળ વિજય કિરાગંદુર દ્વારા બેંકરોલ કરવામાં આવી છે. આ ફિલ્મ 2018ની ફિલ્મ KGF: ચેપ્ટર 1 ની સિક્વલ છે
એમેઝન પ્રાઈમ વીડિયો (Amazon Prime Video) એ યશ સ્ટારર કેજીએફ- ચેપ્ટર 2 (KGF: Chapter 2) ના ડિજિટલ સ્ટ્રીમિંગ રાઈટ્સ પ્રાપ્ત કર્યા છે. બ્લોકબસ્ટર મૂવી એમેઝોન પ્રાઇમ વિડિયો પર હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષાઓમાં સ્ટ્રીમ થશે. જોકે, ફિલ્મની OTT રિલીઝની તારીખ હજુ સુધી કન્ફર્મ કરવામાં આવી નથી.
KGF: Chapter 2 ગત 14 એપ્રિલે થિયેટરોમાં આવી હતી, તેણે તેની રિલીઝના પ્રથમ દિવસે 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. ફિલ્મ જોનારાઓ તેમજ ક્રિટિક્સ ફિલ્મમાં યશના શાનદાર અભિનયના વખાણ કરી રહ્યાં છે.
ફિલ્મે રિલીઝના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 134 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. હિન્દી વર્ઝને પ્રથમ દિવસે રૂ. 64 કરોડથી વધુની કમાણી કરી હતી. જ્યારે ફિલ્મે કર્ણાટકમાં રૂ. 28 કરોડની કમાણી કરી હતી. યશ સ્ટારર ફિલ્મે તેલુગુ રાજ્યોમાંથી 30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે તેણે તમિલનાડુ અને કેરળમાંથી 8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
KGF: ચેપ્ટર 2 પ્રશાંત નીલ દ્વારા દિગ્દર્શિત છે અને હોમ્બલે ફિલ્મ્સના બેનર હેઠળ વિજય કિરાગંદુર દ્વારા બેંકરોલ કરવામાં આવી છે. આ ફિલ્મ 2018ની ફિલ્મ KGF: ચેપ્ટર 1 ની સિક્વલ છે
ભુવન ગૌડાએ સિનેમેટોગ્રાફી કરી છે જ્યારે રવિ બસરુરે ફિલ્મ માટે સાઉન્ડટ્રેક તૈયાર કર્યા છે.
કેજીએફ- ચેપ્ટર 2નો પ્લોટ રોકી (યશ)ની સ્ટોરીની આસપાસ ફરે છે. ફિલ્મમાં રોકીએ પોતાની જાતને કોલાર ગોલ્ડ ફિલ્ડ્સના કિંગપિન તરીકે સ્થાપિત કર્યા પછી દુશ્મનો અને સરકારી અધિકારીઓ સામે પર પોતાનું પ્રભુત્વ જાળવવા પ્રયાસો કરે છે. 100 કરોડના બજેટમાં બનેલી, KGF: ચેપ્ટર 2 અત્યાર સુધીની સૌથી મોંઘી કન્નડ ફિલ્મ છે. IMAX થિયેટરોમાં રિલીઝ થનારી તે પ્રથમ કન્નડ ફિલ્મ પણ છે.
અત્યારે સફળ જઈ રહેલી આ ફિલ્મ 23 ઓક્ટોબર 2020ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની હતી. જો કે, કોવિડ-19ને કારણે રિલીઝ ઘણી વખત પોસ્ટપોન કરવામાં આવી હતી.
કેજીએફ- ચેપ્ટર 2 ના પોસ્ટ-ક્રેડિટમાં K.G.F: ચેપ્ટર 3ના ફાઈનલ ડ્રાફ્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે સિક્વલનો સંકેત આપે છે. પ્રશાંત નીલે અગાઉ પણ કહ્યું હતું કે જો દર્શકોને કેજીએફ- ચેપ્ટર 2 ગમશે, તો અમે ફ્રેન્ચાઇઝી ચાલુ રાખવા વિશે વિચારી શકીએ છીએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર