ઍમેઝોન પ્રાઇમનાં ગ્રાહકોને જલસો, માણી શકશે 8 ઓટીટી ઍપ હવે એક જ પ્લૅટફૉર્મ પર

પ્રાઇમ વીડિયો

ઍમેઝોને Prime Video Channels લૉન્ચ કરી છે જેથી પ્રાઈમ મેમ્બર્સ Discovery Plus, Eros Now સહિતના 8 સબસ્ક્રીપ્શન બેસ્ડ ઓટીટી પ્લૅટફૉર્મ એક જ સ્થાનેથી એક્સેસ કરી શકશે.

  • Share this:
    ઍમેઝોન પ્રાઈમ વિડીયોએ ઓટીટી માર્કેટના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખતાં વ્યૂહાત્મક પગલું ભર્યું છે. ઍમેઝોને Prime Video Channels લૉન્ચ કરી છે અને 8 અન્ય ઓટીટી ઍપને પોતાના પ્લૅટફૉર્મ પર લાવીને વ્યૂઅર્સને આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે. ‘પ્રાઈમ વિડીયો ચેનલ’ના લૉન્ચ સાથે Amazon ભારતમાં OTT ડિસ્ટ્રીબ્યુટર બની ગયું છે. આનો મતલબ એ છે કે ઍમેઝોન પાસે હવે પ્રાઈમ મેમ્બર્સ માટે એક વિડીયો કન્ટેન્ટ માર્કેટ છે જેમાં આઠ ઓટીટી પ્લેયર્સનું કન્ટેન્ટ છે: Lionsgate Play, Discovery Plus, Docubay, Eros now, MUBI, Shorts TV, Hoichoi અને Manorama Max. પ્રાઈમ મેમ્બર્સ આ દરેક ઓટીટી ઍપને વધારાના સબસ્ક્રીપ્શનથી એક જ જગ્યાએથી એક્સેસ કરી શકશે.
    ઍમેઝોનનું માનવું છે કે, એકાધિક વિડીયો સ્ટ્રીમર્સ માટે એક જ પ્લૅટફૉર્મ હોય તો ગ્રાહકો માટે પેમેન્ટ સાઈકલ મેનેજ કરવી સરળ બની જાય છે અને જુદી-જુદી ઍપ્સ વચ્ચે શિફ્ટ થવાની જરૂર રહેતી નથી.

    આ પણ વાંચો-'તારક મેહતા..'નો રોશન સિંહ સોઢી જ્યારે દેવામાં ડૂબી ગયો હતો.. પાઇ-પાઇ ચૂકવવા કર્યું હતું આ કામ

    ઍમેઝોન પ્રાઈમ વિડીયોના કન્ટ્રી મેનેજર (India) ગૌરવ ગાંધીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યા મુજબ, ‘અમે જે બનાવી રહ્યા છીએ, તે એન્ટરટેઈનમેન્ટ વિડીયો કન્ટેન્ટ માટે એક માર્કેટ છે, જ્યાં ગ્રાહક પ્રાઈમ વિડીયો પર જ કેટલીય વિડીયો સ્ટ્રીમિંગ ઍપ જોઈ શકે છે. ગ્રાહક હવે પોતાની પ્રાઈમ મેમ્બરશિપ અને લોગિનનો ઉપયોગ કરીને એક જ જગ્યાએ ઘણું બધું કન્ટેન્ટ સર્ચ કરી શકે છે.’
    ભારત હવે પ્રાઈમ વિડીયો ચેનલ્સ માટેનું નવું બજાર બની ગયું છે, જે મોડેલને અન્ય દેશો પણ અપનાવી ચૂક્યા છે. Amazonએ હવે વૈશ્વિક સ્તરે 350 OTT પાર્ટનર્સ સાથે પાર્ટનરશિપ કરી છે જેથી પ્રાઈમ વિડીયો ચેનલ્સને જોડી શકાય. જોકે, ભારતમાં ફક્ત 8 નામ આ પ્લૅટફૉર્મ પર છે.

    આ પણ વાંચો-દિશા પરમારે શેર કરી બિકિની તસવીરો, રાહુલ વૈદ્ય સાથે માલદિવ્સમાં કરી રહી છે રોમેન્સ

    ગાંધીએ કહ્યું કે, ‘અમે દરેક પ્લૅટફૉર્મ સાથે જોડાઈને ખુશ છીએ અને અમને વિશ્વાસ છે કે અમે અમારા ગ્રાહકો માટે સિલેક્શન વધારશું. ભારતમાં અમારા આઠ પાર્ટનર્સમાંથી છ એવા છે જેમણે ભારત બહાર પણ અમારી સાથે કામ કર્યું છે અને હકીકત એ છે કે તેમને અહીં એટલા માટે પસંદ કરવામાં આવ્યા છે કેમકે તેઓ આ પ્રસ્તાવ સાથે અમારા મૂલ્યોને પણ સમજે છે.’

    આ પણ વાંચો- Avika Gor Photos: ‘બાલિકા વધૂ’નો બોલ્ડ અવતાર જોઈને લોકોએ કહ્યું- ‘કેમ આટલી બદલાઈ ગઈ?’

    આ વિડીયો ચેનલ લૉન્ચ થવાની સાથે પ્રાઈમ મેમ્બર્સ માટે 10,000 નવા ટાઈટલ ઉપલબ્ધ બનશે. ગ્રાહકોને જે સર્વિસ જોઈએ છે તેના જ રૂપિયા ચૂકવશે. અલગ-અલગ સ્ટ્રીમિંગ સર્વિસના રેટ 299 રૂપિયા પ્રતિ વર્ષ (Discovery+)થી માંડીને 1,999 રૂપિયા પ્રતિ વર્ષ (MUBI) સુધીના છે. આખા દેશમાં પ્રાઈમ વિડીયોની વધતી લોકપ્રિયતા જોઈને પ્રાઈમ વિડીયો ચેનલ્સના લૉન્ચ માટે આ ઉત્તમ સમય છે.

    વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
    Published by:Margi Pandya
    First published: