EXCLUSIVE: 'અસલ જિંદગીમાં અમિતાભ ફેંકેલા પૈસે પૈસાદાર બન્યો'

મારી પાસે જે સબુત છે તે સાર્વજનિકરૂપે અમિતાભને એક્સપોઝ કરી દેશે...

મારી પાસે જે સબુત છે તે સાર્વજનિકરૂપે અમિતાભને એક્સપોઝ કરી દેશે...

  • Share this:
    એમાં કોઈ સક નથી કે, 'દીવાર' ફિલ્મમાં બચ્ચન કહે છે કે, "મે આજ ભી ફેંકે હુએ પૈસે નહી ઉઠાતા". પરંતુ અસલી જિંદગીમાં તો તે ફેંકેલા પૈસા લઈને જ અમીર બન્યા છે. કોઈની પાસેથી 100-100 કરોડ તો કોઈના પાસેથી 250 કરોડ માંગી રહ્યા હતા. આ ખુલાસો કર્યો છે રાજ્યસભાના સભ્ય અમર સિંહે. ન્યૂજ18 સાથેની વાત ચીતમાં અમરસિંહે કહ્યું કે, "અસલમાં અમિતાભ દેશના એક મોટા નટ છે".

    અમરસિંહે કહ્યું કે, "અમિતાભ બચ્ચને એક પાર્ટીમાં ખુલાસો કરતા એક મોટા માણસ વિશે કહ્યું હતું કે, તે એમને પૈસા આપવા માંગતો હતો, પરંતુ તેમણે ન લીધા. જ્યારે આ વાત ખોટી છે, અસલમાં અમિતાભે તે માણસ પાસે 250 કરોડ માંગ્યા હતા, પરંતુ તે તેમને 25 કરોડ આપવા માંગતો હતો."

    "જો અમિતભમાં હિમ્મત હોય તો, તે વ્યક્તિનું નામ જણાવે, જેના પૈસા લેવાની તેમણે ના પડી હતી. નહીં તો હું તે વ્યક્તિની ચીટ્ઠી બતાવીશ, જેમાં તેમણે 25 કરોડ આપવાની વાત કરી હતી. મારી પાસે બેંકમાં થયેલ લેન-દેન સાથે જોડાયેલ તે તમાન સબુત છે, જેમાં અમિતાભને કરોડો રૂપિયા મળ્યા હતા. 100 કરોડ રૂપિયા તો તેમણે આજદીન સુધી પાછા નથી આપ્યા. મારી પાસે જે સબુત છે તે સાર્વજનિકરૂપે અમિતાભને એક્સપોઝ કરી દેશે."

    Published by:kiran mehta
    First published: