મુંબઇ: છેલ્લા ઘણાં દિવસથી #MeToo ચળવળ ચાલી રહી છે તેમાં એક બાદ એક દિગ્ગજ કલાકારોનાં નામ સામે આવી રહ્યાં છે. તેવામાં જો કોઇ નામે સૌથી વધુ ચોકાવ્યા હોય તો તે છે બોલિવૂડનાં સૌથી સંસ્કારી બાબુજી આલોકનાથ. આલોકનાથ પર 'તારા' ટીવી શોની ડિરેક્ટર વિનતા નંદાએ આરોપ લગાવ્યો છે કે આલોકનાથે દારુનાં નશામાં તેનો બળાત્કાર કર્યો હતો વિનતાની આ વાતને સમર્થન સંધ્યા મૃદુલે આપ્યુ ત્યારથી આલોક નાથની ઇજ્જત દાગદાર થઇ ગઇ છે.
હવે પોતાની ઇજ્જતને થયેલા નુક્શાન બદલ આલોકનાથે વિનતા નંદા વિરુદ્ધ માનાહનીનો કેસ કરી દીધો છે. આ કેસ પેટે વળતરની રકમ તેણે માત્ર 1 રૂપિયો રાખી છે. તેમજ કહ્યું છે કે હું મારી પર લાગેલા આરોપોને દૂર કરવા કોર્ટનો સહારો લઇશ. હું કાયદાકીય લડાઇ લડવા તૈયાર છું
આપને જણાવી દઇએ કે, શુક્રવારનાં રોજ આલોકનાથે કોર્ટમાં એક ફરિયાદ પત્ર લખીને કહ્યું છે કે તે પોલીસને આરોપની તપાસનાં આદેશ આપે. આલોક નાથે અંધેરી મેટ્રોપોલિયન કોર્ટમાં લેખિતમાં ફરિયાદ કરી છે. તેમણે પોલીસને તે તમામ સોશિયલ મીડિયા પોસ્ટની તપાસ કરવા કહ્યું છે જેમાં તેમનાં ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે અને તેમને બદનામ કરવામાં આવ્યા છે.
#AlokNath has filed a civil defamation suit against writer producer Vinta Nanda seeking a written apology and Rs 1 as compensation. Nanda had accused Alok Nath of rape #MeToopic.twitter.com/hSMwfsRdp1
સાથે જ તેમણે કહ્યું છે કે, જો તેમની ફરિયાદ પર સંજ્ઞાન ન લેવામાં આવ્યું તો તે ગંભીર માનહાનિ અને જોખમોનો ક્યારેય પૈસાનાં રૂપમાં વળતર ન ચુકવી શકાય.
આપને જણાવી દઇએ કે, FWICEએ કારણો દર્શાવીને નોટિસ મોકલી છે. તેમણે 10 દિવસમાં જવાબ માંગ્યા છે. વિનતાનાં આરોપોનું આલોક નાથે ખંડન કર્યુ છે. સોર્સિસની માનીયે તો તેમની લીગલ ટીમ કાયદાકીય કાર્યવાહી કરવાનું નક્કી કરી ચૂકી છે. આપને જણાવી દઇએ કે આ તમામ આરોપોમાં ફસાયા બાદ આલોકનાથની તબિયત બગડી ગઇ છે. 1-2 દિવસમાં તેમનાં વકીલ આ મામલે નિવદેન આપી શકે છે.
આ આખી ઘટના બાદ જ્યારે આલોકનાથ સાથે વાત કવાનો પ્રયાસ કર્યો હતો તો તેમણે કહ્યું કે, આજનાં જમાનામાં કોઇ મહિલા કોઇ પુરૂષ પર આરોપ લગાવે છે તો પુરૂષનુ તેનાં પર કંઇપણ બોલવું મહત્વ રાખતુ નથી. હું વિનતાને સારી રીતે ઓળખુ છું આ સમયે આ મુદ્દે હું ચુપ રહેવા ઇચ્છીશ. તેને તેનાં વિચાર રજૂ કકરવાનો સંપૂર્ણ હક છે. સમય આવશે ત્યારે સત્ય સામે આવશે. હાલમાં આ વાતને હું પચાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. બાદમાં કંઇ કમેન્ટ કરીશ.
વિનતાએ સોશિયલ મીડિયા પર નોટ પોસ્ટ કરીને પોતાની સાથે બનેલી આપવીતી જણાવી છે. આ આપવીતી લખતા વિનતાએ આલોક નાથ પર ખુબજ ગંભીર આરોપો લગાવ્યા હતાં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર