#MeToo Effect: આલોકનાથે વિનતા વિરુદ્ધ કર્યો માનહાનિનો કેસ

#MeToo Effect: આલોકનાથે વિનતા વિરુદ્ધ કર્યો માનહાનિનો કેસ
આલોક નાથ, એક્ટર

આલોકનાથે પ્રોડ્યુસર વિનતા નંદા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે

  • Share this:
    મુંબઇ: રાઇટર અને ફિલ્મ મેકર વિનતા નંદાએ આલોક નાથ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો તેણે તેની ટ્વિટમાં નામ ન લખ્યા વગર સ્પષ્ટ કર્યુ હતું કે, આલોકનાથે તેની સાથે શારીરિક દુર્વયવહાર કર્યો છે. જ્યારે વર્ષ 1994માં પ્રખ્યાત ટીવીશો તારામાં તે કામ કરી રહી હતી.

    એક્ટર આલોક નાથ પર યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો છે. ઘણી મહિલાઓએ તેમનાં વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યો છે. જે જોતા આલોકનાથે આગળ પગલુ લીધુ છે અને તેણે પ્રોડ્યુસર વિનતા નંદા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.



    એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં #MeToo કેમ્પેન હેઠળ ઘણી મહિલાઓએ તેમની આપવીતી જણાવી છે. નાના પાટેકર, સાજિદ ખાન, વિકાસ બહલ, પીયુષ મિશ્રા, સુભાષ ઘાઇ સમેત ઘણાં સેલિબ્રિટીઝ પર આવા ગંભીર આક્ષેપ થઇ ચુક્યા છે.



    આપને જણાવી દઇએ કે, શુક્રવારનાં રોજ આલોકનાથે કોર્ટમાં એક ફરિયાદ પત્ર લખીને કહ્યું છે કે તે પોલીસને આરોપની તપાસનાં આદેશ આપે. આલોક નાથે અંધેરી મેટ્રોપોલિયન કોર્ટમાં લેખિતમાં ફરિયાદ કરી છે. તેમણે પોલીસને તે તમામ સોશિયલ મીડિયા પોસ્ટની તપાસ કરવા કહ્યું છે જેમાં તેમનાં ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે અને તેમને બદનામ કરવામાં આવ્યા છે.

    સાથે જ તેમણે કહ્યું છે કે, જો તેમની ફરિયાદ પર સંજ્ઞાન ન લેવામાં આવ્યું તો તે ગંભીર માનહાનિ અને જોખમોનો ક્યારેય પૈસાનાં રૂપમાં વળતર ન ચુકવી શકાય.

    આપને જણાવી દઇએ કે, FWICEએ કારણો દર્શાવીને નોટિસ મોકલી છે. તેમણે 10 દિવસમાં જવાબ માંગ્યા છે. વિનતાનાં આરોપોનું આલોક નાથે ખંડન કર્યુ છે. સોર્સિસની માનીયે તો તેમની લીગલ ટીમ કાયદાકીય કાર્યવાહી કરવાનું નક્કી કરી ચૂકી છે. આપને જણાવી દઇએ કે આ તમામ આરોપોમાં ફસાયા બાદ આલોકનાથની તબિયત બગડી ગઇ છે. 1-2 દિવસમાં તેમનાં વકીલ આ મામલે નિવદેન આપી શકે છે.

    આ આખી ઘટના બાદ જ્યારે આજતકની ટીમે આલોકનાથ સાથે વાત કવાનો પ્રયાસ કર્યો હતો તો તેમણે કહ્યું કે, આજનાં જમાનામાં કોઇ મહિલા કોઇ પુરૂષ પર આરોપ લગાવે છે તો પુરૂષનુ તેનાં પર કંઇપણ બોલવું મહત્વ રાખતુ નથી. હું વિનતાને સારી રીતે ઓળખુ છું આ સમયે આ મુદ્દે હું ચુપ રહેવા ઇચ્છીશ. તેને તેનાં વિચાર રજૂ કકરવાનો સંપૂર્ણ હક છે. સમય આવશે ત્યારે સત્ય સામે આવશે. હાલમાં આ વાતને હું પચાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. બાદમાં કંઇ કમેન્ટ કરીશ.
    First published:October 13, 2018, 14:04 pm