મુંબઇ: પોતાનાં પર લાગેલા બળાત્કારનાં આરોપો બાદ એક્ટર આલોક નાથે આ મામલે પોતાનો પક્ષ મુક્યો છે. 90નાં દાયકામાં ટીવી નિર્માતા રહેલી વિનિતા નંદાએ ગત મોડી રાત્રે એક લાંબી ફેસબૂક પોસ્ટ મુકી હતી અને પોતાની આપબીતી દુનિયાની સામે છતી કરી હતી. આલોક નાથ પર રેપનો આરોપ લગાવ્યો હતો.
વિનિતાએ તેની ચિઠ્ઠીમાં લખ્યું છે કે, આલોકે તેને જબરદસ્તી દારુ પીવડાવ્યો હતો અને તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો અને તેને માર પણ માર્યો હતો. વિનિતાનાં નિવેદન અનુસાર આ શોષણથી તે એટલી ગભરાઇ ગઇ હતી કે તે પોતાની જાતને સંભાળી ન શકી અને નશાનાં રવાડે ચઢી ગઇ.
જ્યારે આલોક નાથને આ મામલે પુછવામાં આવ્યું તો તેણે સ્પષ્ટતા આપતા કહ્યું કે, તે આ મામલાને ખોટો તૂલ ન આપો. આલોકે કહ્યું કે, 'આ સમય એવો છે જ્યારે મહિલાઓ જે કહેશે તેને સાચુમાની લેવામાં આવશે. એવામાં હું આ મામલાને વધુ લાંબો ખેચવા માંગતો નથી'
આલોકે વધુમાં જણાવ્યું કે, હું આ વાતથી ઇનકાર નથી કરતો કે તેમની સાથે આવું થયુ હશે, પણ તે હું ન હતો.'
આલોકે જણાવ્યું કે, એક સમયે તે મારી સારી મિત્ર હતી પણ આજે જે પ્રકારની પોસ્ટ તેણે લખી છે એમ લાગે છે કે જાણે હું જ તેની તમામ સમસ્યાનું કારણ છું
આલોક નાથે ભારતમાં ચાલી રહેલી #Metoo કેમ્પેનમાં સામે આવેલા તે વ્યક્તિઓ માંથી એક છે જેનાં પર યૌન શોષણનો આરોપ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર