Home /News /entertainment /Alok Nath B'day Spl: જ્યારે યૌન શોષણના આરોપોમાં ઘેરાયા હતા 'સંસ્કારી બાબુજી', 'સંસ્કારો' પર ઉઠ્યાં હતા સવાલ
Alok Nath B'day Spl: જ્યારે યૌન શોષણના આરોપોમાં ઘેરાયા હતા 'સંસ્કારી બાબુજી', 'સંસ્કારો' પર ઉઠ્યાં હતા સવાલ
આલોકનાથ
જયારે વર્ષ 2018માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક અભિનેત્રીએ પોતાની સાથે દુર્વ્યવહાર કર્યાનો આરોપ લગાવ્યો. એટલું જ નહીં, પ્રોડ્યુસર-રાઇટર વિનિતા નંદાએ તો આલોક નાથ પર રેપનો પણ આરોપ લગાવ્યો હતો.
ટીવીથી લઈને ફિલ્મોમાં 'સંસ્કરી બાબુજી'નું પાત્ર ભજવીને પ્રસિદ્ધિ મેળવનાર આલોક નાથનો આજે જન્મદિવસ છે. સંસ્કારી બાબુજી આલોક નાથ આજે તેમનો 65મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેનો જન્મ 10 જુલાઈ, 1956ના રોજ બિહારના ખગડીયામાં થયો હતો. પરંતુ આજે આલોક નાથ તેમની મહેનતના જોરે દરેક ઘરમાં ઓળખાય છે. તેમણે ટીવીથી લઈને ફિલ્મોમાં પોતાની કલાથી ખૂબ નામના મેળવી છે. ખગડીયા છોડ્યા બાદ આલોક નાથ મુંબઇ આવ્યા અને વર્ષ 1982માં આવેલી ફિલ્મ 'ગાંધી'થી કારકિર્દીની શરૂઆત કરી હતી.
ત્યાર બાદ આલોક નાથે પાછું ફરીને નથી જોયું. તેઓ એક બાદ એક ઘણી ફિલ્મોમાં અભિનયનો જાદુ પાથરતા રહ્યા. તેમણે સારાંશ અને મશાલ જેવી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું. મનોરંજનના ક્ષેત્રે તેમની સફર ખુબ જ સારી રહી, પરંતુ અચાનક જ તેમના જીવનમાં વળાંક આવ્યો. જયારે વર્ષ 2018માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક અભિનેત્રીએ પોતાની સાથે દુર્વ્યવહાર કર્યાનો આરોપ લગાવ્યો. એટલું જ નહીં, પ્રોડ્યુસર-રાઇટર વિનિતા નંદાએ તો આલોક નાથ પર રેપનો પણ આરોપ લગાવ્યો હતો.
વિનિતા નંદાએ મીટૂ મુવમેન્ટ દરમિયાન આલોક નાથ પર જબરજસ્તી દારૂ પીવડાવવા અને તેમની સાથે યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ ઘણી અભિનેત્રીઓએ આલોક નાથ સાથેના પોતાના ખરાબ અનુભવો શેર કર્યા હતા. સાથે જ એક્ટ્રેસ દીપિકા અમીને પણ આલોક નાથ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જોકે, આ બધું થયા બાદ અભિનેત્રી રેણુકા શહાણેએ આલોક નાથનું સમર્થન કર્યું હતું.
આ ઘટના બાદ આલોકનાથની સંક્ષકારી બાબુજીવાળી ઇમેજ ખરડાઈ ચુકી હતી. એટલું જ નહીં, આલોક નાથ પર આરોપો લાગવાના કારણે તેમને ઘણા પ્રોજેક્ટ્સ ગુમાવવાનો વારો આવ્યો હતો. આલોક નાથની પર્સનલ લાઈફ હંમેશા વિવાદોથી ઘેરાયેલી રહી છે. તેમણે 1987માં આવેલી સિરિયલ બુનિયાદની પ્રોડક્શન આસિસ્ટન્ટ આશુ સિંહ સાથે લગ્ન કર્યા હતા. જોકે, લગ્ન પહેલા બંનેના અફેર્સની ચર્ચા પણ અખબારોમાં છપાતી હતી. આલોકનાથની સગાઇ અનિતા કંવર અને નીના ગુપ્તા સાથે પણ થઇ હતી, પરંતુ બંને સાથે સગાઇ તૂટી ગઈ હતી.
આલોકનાથે પોતાના કરિયરમાં હમ આપકે હૈ કૌન, મૈને પ્યાર કિયા, સાથ સાથ હૈ સહીત ઘણી ફિલ્મોમાં સંસ્કારી પિતાની ભૂમિકા ભજવી છે. જેને લઈને લોકો તેમને 'સંસ્કારી પિતા'ના નામથી બોલાવે છે. દિવંગત અભિનેત્રી રીમા લાગુ સાથે આલોક નાથની જોડીને ખુબ પસંદ કરવામાં આવતી હતી. રીમા લાગુએ ફિલ્મોની ફેવરેટ માં તરીકે ઓળખ મેળવી હતી, જ્યારે આલોક નાથે 'બાબુજી' તરીકે ઓળખ પ્રાપ્ત કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર