Allu Arjun સ્ટારર Pushpaમાં ડિલીટ કરાયેલો સીન નવા વર્ષે ફરી થયો રિલીઝ, જુઓ Viral VIDEO
Allu Arjun સ્ટારર Pushpaમાં ડિલીટ કરાયેલો સીન નવા વર્ષે ફરી થયો રિલીઝ, જુઓ Viral VIDEO
પુષ્પા ફિલ્મના કેટલાક સીનને લઈને પણ વિવાદ ઉભો થયો હતો, ત્યારબાદ મેકર્સે તેને કટ કરી દર્શાવ્યો હતો પરંતુ હેપ્પી ન્યૂ યર વચ્ચે ડિલીટ કરાયેલા સીનને ફરીથી એડિટ કરીને રિલીઝ કરવામાં આવ્યો
અલ્લુ અર્જુન (Allu Arjun) અને રશ્મિકા મંદન્ના (Rashmika Mandanna) સ્ટારર 'પુષ્પાઃ ધ રાઇઝ' (Pushpa: The Rise) આ દિવસોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.
અલ્લુ અર્જુન (Allu Arjun) અને રશ્મિકા મંદન્ના (Rashmika Mandanna) સ્ટારર 'પુષ્પાઃ ધ રાઇઝ' (Pushpa: The Rise) આ દિવસોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ નવા વર્ષના સપ્તાહના અંતે જબરદસ્ત બિઝનેસ લાવી શકે છે કારણ કે, 1 અને 2 જાન્યુઆરીએ શનિવાર-રવિવાર છે. 17 ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે માત્ર બે અઠવાડિયામાં જ દેશભરના સિનેમાઘરોમાંથી 200 કરોડનું બોક્સ ઓફિસ કનેક્શન કરી લીધું છે. આ સિવાય વિદેશમાં રહેતા લોકો પણ તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને અભિનેતાની એક્ટિંગના ચાહક બની ગયા છે. ફિલ્મના કેટલાક સીનને લઈને પણ વિવાદ ઉભો થયો હતો, ત્યારબાદ મેકર્સે તેને કટ કરી દર્શાવ્યો હતો પરંતુ હેપ્પી ન્યૂ યર વચ્ચે ડિલીટ કરાયેલા સીનને ફરીથી એડિટ કરીને રિલીઝ કરવામાં આવ્યો છે.
અલ્લુનો Mass Scene ફરીથી રિલીઝ થયો
પુષ્પાના નિર્માતાઓ (Pushpa Producer) એ શુક્રવારે ફિલ્મનો એક સીન ડિલીટ કર્યો હતો, જે હવે ફરીથી બતાવવામાં આવી રહ્યો છે. આ દ્રશ્ય સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય બન્યું છે અને સ્થાનિક તેલુગુ દર્શકો દ્વારા તેને પસંદ કરવામાં આવી રહ્યું છે. આ દ્રશ્યમાં, અલ્લુ અર્જુનની માતા (Allu Arjun’s Mother) લોન (દેવુ) ચૂકવવામાં અસમર્થ હોવાને કારણે તેને પૈસા ધીરનાર (money-lender) દ્વારા ઠપકો આપવામાં આવતો જોવા મળે છે. પુષ્પરાજ શાહુકારના આ કૃત્યથી દુઃખી થાય છે અને ગુસ્સામાં ઉછીના પૈસા પરત કરે છે, તે વ્યક્તિને તેની લોન ક્લિયરન્સ (Loan clearance) વિશે ગામમાં દરેકને જાણ કરવાનું કહે છે. બાદમાં અલ્લુ તેને ગામમાં લઈ જતા તેને મારતો જોવા મળે છે. 'પુષ્પા' તેની માતાના અપમાનનો બદલો લેવા માટે આવું કરે છે.
ફહાદ ફૈસિલ અને અલ્લુના ન્યૂડ સીનને પણ ડિલીટ કરવામાં આવ્યા હતા
'પુષ્પાઃ ધ રાઇઝ'ની મૂળ પ્રિન્ટમાં મર્યાદિત રન-ટાઇમ માટે જગ્યા આપવા માટે આ સ્પેશ્યલ સીન કાપવામાં આવ્યું હતું. આ ડિલીટ કરાયેલા સીનએ ઘણા દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું, તેથી તેને ફરીથી એડ કરવામાં આવ્યું છે. ફિલ્મ પહેલા પણ ઘણા સીન હટાવી દેવામાં આવ્યા છે, જેમાં અલ્લુ અને રશ્મિકા વચ્ચે એક રોમેન્ટિક સીન પણ છે. ફિલ્મના ક્લાઈમેક્સમાં અલ્લુ અને ફહાદ ફૈસીલ નગ્ન દેખાવાના હતા, પરંતુ નિર્માતાઓએ રૂઢિચુસ્ત તેલુગુ પ્રેક્ષકોના ડરથી તેને હટાવી દીધુ અને એક નવું દ્રશ્ય બનાવ્યું. આ ફિલ્મમાં સામંથા રૂથ પ્રભુ પણ છે જે એક ખાસ ડાન્સમાં અલ્લુ સાથે બોલ્ડ અંદાજમાં જોવા મળે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર