સુશાંતના પિતાએ બીજા લગ્ન કર્યા હતા? સંજય રાઉતના આરોપ પણ જાણો SSRના મામાનો જવાબ

સંજય રાઉતે દાવો કર્યો કે પિતાના બીજા લગ્ન સુશાંત સિંહને મંજૂર નહોતા. (ફાઇલ તસવીર)

શિવસેના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે પિતાએ બીજા લગ્ન કરતાં સુશાંત સિંહે નારાજ થઈ સંબંધો તોડી દીધા હતા

  • Share this:
    પટનાઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Actor Sushant Singh Rajput) આત્મહત્યા કેસમાં શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉત (Sanjay Raut)એ આરોપ લગાવતા કહ્યું હતું કે સુશાંતના પિતા કેકે સિંહએ બીજા લગ્ન કર્યા છે. તેનાથી સુશાંત સિંહ અને તેના પિતા વચ્ચે બધું ઠીક નહોતું ચાલી રહ્યું. સંજય રાઉતે શિવસેનાના મુખપત્ર સામનામાં એક મોટો લેખ લખ્યો હતો, જેમાં તેઓએ કહ્યું હતું કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહ (KK Singh)એ બીજા લગ્ન (Marriage) કર્યા હતા.

    લેખમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સુશાંતને આ લગ્ન સ્વીકાર્ય નહોતા. તેને લઈને પિતા-પુત્ર વચ્ચેના સંબંધો ઠીક નહોતા ચાલી રહ્યા. જોકે અભિનેતા સુશાંત સિંહના મામા આરસી સિંહે સંજય રાઉતના નિવેદનને ખોટું ગણાવ્યું છે. તેઓએ કહ્યું કે સુશાંતના પિતાએ બે લગ્ન નથી કર્યા. સંજય રાઉત આ પ્રકારના ખોટો નિવેદન આપીને અફવા ફેલાવી રહ્યા છે.

    મીડિયા રિપોર્ટ મુજબ, આરસી સિંહે સંજય રાઉત પર વળતો હુમલો કર્યો છે. તેઓએ સંજય રાઉત પર આરોપ લગાવતાં કહ્યું કે તેઓ ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેના ઈશારે આ પ્રકારના આધારહીન નિવેદનો આપી રહ્યા છે. સંજય રાઉત આ પ્રકારના લેખ લખીને સુશાંત સિંહ અને તેમના પિતાની છબિ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

    આ પણ વાંચો, પોલીસ જવાનની લાશ ફંદાથી લટકેલી મળી, ફેબ્રુઆરીમાં જ થયા હતા લગ્ન

    મૂળે, સંજય રાઉતે મુખપત્ર સામનામાં આરોપ લગાવતા કહ્યું હતું કે સુશાંતના પિતા સાથે સંબંધ સારા નહોતા. તેમના પિતાએ બીજા લગ્ન કરી લીધા હતા જેને સુશાંતે સ્વીકાર્યા નહોતા. આ જ કારણ છે કે પિતા સાથે તેમનો ભાવનાત્મક સંબંધ નહોતો. સાથોસાથ સંજય રાઉતે કહ્યું હતું કે તે જ પિતાને સાધીને બિહારમાં એક એફઆઈઆર નોંધવામાં આવી છે.

    સુશાંતના પટનામાં રહેતા તેમના પિતા સાથે સંબંધો સારા નહોતા

    નોંધનીય છે કે, આ ઉપરાંત સંજય રાઉતે સુશાંતના પરિવાર વિશે સામનામાં લખ્યું હતું કે, એક વાત સત્ય છે કે સુશાંતના પટનામાં રહેતા પોતાના પિતા સાથે સંબંધો સારા નહોતા. મુંબઈ જ તેમનું આશિયાના હતું. આ તમામ સમયગાળામાં સુશાંત, પિતા અને અન્ય સગા-વહાલાઓને કેટલીવાર મળ્યો, સુશાંત કેટલીવાર પટના ગયો, તે સામે આવવા દો.

    આ પણ વાંચો, શું છે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહેલું ‘#Binod’? જાણો ઇન્ટરનેટ પર કેવી રીતે આવ્યું Memesનું પૂર

    અંકિતા લોખંડે અને રિયા ચક્રવર્તી આ બે અભિનેત્રીઓ તેના જીવનમાં હતી. તેમાંથી અંકિતાએ સુશાંતને છોડી દીધો હતો અને રિયા તેની સાથે હતી. હવે અંકિતા, રિયા ચક્રવર્તી વિશે અલગ વાત કરી રહી છે. અસલમાં અંકિતા અને સુશાંત અલગ કેમ થયા તેની પર પ્રકાશ પાડવા માટે કોઈ તૈયાર નથી, જે તપાસનો એક હિસ્સો હોવો જોઈએ.
    Published by:Mrunal Bhojak
    First published: