શું છે સલમાન ખાનનો જોધપુર કાળિયાર કેસ, જાણો સમગ્ર મામલો

News18 Gujarati
Updated: April 5, 2018, 1:31 PM IST
શું છે સલમાન ખાનનો જોધપુર કાળિયાર કેસ, જાણો સમગ્ર મામલો

  • Share this:
જોધપુર: જો વાઇલ્ડ લાઇફ એક્ટ હેઠળ કલમ 149 હેઠળ કાળિયારનાં શિકાર માટે ઓછામાં ઓછી એક વર્ષ અને વધુમાં વધુ છ વર્ષની સજા થઇ શકે છે. જોધપુર કોર્ટ સલમાનને ટૂંક સમયમાં સજા સંભળાવશે. સલમાનનાં વકિલે જજને વિનતી કરી છે સલમાનને ઓછામાં ઓછી સજા થાય. જ્યારે સરકારી વકિલ ઇચ્છે છે કે સલમાનને વધુમાં વધુ સજા થાય. હાલમાં સલમાન સિવાયનાં
અન્ય તમામ આરોપી નિર્દોષ જાહેર થયા છે.

20 વર્ષ પહેલાં સલમાને સેપ્ટેમ્બર 1998માં ફિલ્મ હમ સાથ સાથ હૈનાં શૂટિંગ વખતે શિકાર કર્યો હતો. તે ફિલ્મનાં કો સ્ટાર્સ સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બૂ અને નિલમની સાથે શિકાર પર ગયો હતો. તેનાં પર આરોપ છે કે તેણે સંરક્ષિત કાળિયારનો શિકાર કર્યો છે. જે 27 સેપ્ટેમ્બર, 28 સેપ્ટેમ્બર,1 ઓક્ટોબર અને 2 ઓક્ટોબરની ઘટના હતી.

અત્યાર સુધીમાં સલમાન પર કેટલાં કેસ ચાલ્યા અને તેની વિગતવાર માહિતી

શું આ બાદ પણ સલમાનને જેલમાં રહેવું પડશે
-ઘોડા ફાર્મ હાઉસ શિકાર મામલે સલમાનને 10થી 15 એપ્રિલ 2006 સુધી 6 દિવસ સેન્ટ્રલ જેલમાં રહેવું પડ્યું હતું-સેશન કોર્ટમાં આ સજાની પુષ્ટિ કરી ત્યારે સલમાનને 26થી 31 ઓગષ્ટ 2007 સુધી જેલમાં રહેવું પડ્યું હતું.

કેટલાં કેસ દાખલ હતાં
શિકાર કેસમાંસ લમાન પર ચાર કેસ દાખલ હતા
પહેલો અને બીજો કેસ- મથાનિયા અને ભવાદમાં બે ચિંકારાનાં શઇકાર માટે બે અલગ અલગ મામલા
ત્રીજો કેસ- કાંકાણણીમાં કાળિયાર હિરણનાં શિકાર પર, જેમાં જોધપુર કોર્ટે સલમાનને દોષિત જાહેર કર્યો છે.
ચોથો કેસ- લાઇસન્સ રદ્દ થયા બાદ પણ .32 અને .22 બોરની રાયફલ રાખવાનો કેસ આર્મ્સ એક્ટ હેઠળ દાખલ કરવામાં આવ્યો છે.

કેટલા કેસમાં સજા બાકી
1.કાંકણી ગામ કેસ: આ મામલામાં કોર્ટે સલમાનને દોષિત કરાર કર્યો છે.
2. ઘોડા ફાર્મ હાઉસ કેસ: 10 એપ્રિલ 2006નાં રોજ CJM કોર્ટે પાંચ વર્ષની સજા સંભળાવી હતી. સલમાન હાઇકોર્ટ ગયો 25 જુલાઇ 2016નાં રોજ તેને મુક્ત કરવામાં આવ્યો. રાજ્ય
સરકારનાં આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
3.ભવાદ ગામ કેસ: CJM કોર્ટે 17 ફેબ્રુઆરી 2006નાં રોજ સલમાનને દોષીત જાહેર કરવામાં આવ્યો. અને એક વર્ષની સજા સંભળાવવામાં આવી. હાઇકોર્ટે આ મામલે પણ સલમાનને મુક્ત કરી દીધો છએ. રાજ્ય સરકારે નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.
4. આર્મ્સ એક્ટ કેસ: 18 જાન્યુઆરી 2017નાં કોર્ટે સલમાનને મુક્ત કરી દીધો રાજ્ય સરકારે આ નિર્ણય વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરી છે.

કાંકાણી કેસમાં શું નિવેદન આપવામાં આવ્યું
સાક્ષીએ કહ્યું કે, જોધપુર નજીક કાંકાણી ગામની સીમા પર 1 ઓક્ટોબર 1998ની રાત્રે સલમાને બે કાળિયારનો શિકાર કર્યો હતો. તેણે કહ્યું કે, સૈફ અલી ખાન, નીલમ, સોનાલી અને તબ્બુ પણ સલમાનની સાથે ગાડીમાં સવાર હતાં. આ લોકોએ સમલાનને શિકાર માટે ઉક્સાવ્યો હતો. ગોળીની અવાજ સાંભળીને ગામવાળા ભેગા થઇ ગયા હતાં. ગ્રામીણનાં આવવા પર સમાન ત્યાંથી
ગાડી લઇને ભાગી ગયો હતો. બંને મૃત હરણ ત્યાં જ પડ્યા હતાં.
First published: April 5, 2018, 1:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading