ન્યૂઝ 18 ગુજરાતી : બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર વર્ષ 2019નાં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણી એક્ટિવ દેખાઇ હતી. તે રેલીઓ અને રોડ શોમાં ભીડ એકત્ર કરવામાં કામ તો આવી જ ગઇ. પરંતુ તેનાથી કોઇ ફાયદો નથી થયો. હવે જ્યારે પરિણામો સામે આવ્યાં છે તો સ્વરાએ જે-જે માટે પ્રચાર કર્યો હતો. તેમાંથી એકપણ જણ જીત્યું નથી.
સ્વરા કોંગ્રેસનાં દિગ્વિજય સિંહ, સીપીઆઈનાં કનૈયા કુમાર અને આમ આદમી પાર્ટીની આતિશી અને રાઘવ ચડ્ઠા માટે પ્રચાર કરવા પહોંચી હતી.
વોટિંગ પર્સેન્ટેજની વાત કરીએ તો બેગૂસરાય બેઠક પર કનૈયાને આ ખબર લખાય છે ત્યાં સુધી 22 ટકા મત મળ્યાં. બીજેપીનાં નેતા ગિરિરાજ સિંહને ટક્કર આપવાનો પ્રયત્ન કર્યો હતો.
સાઉથ દિલ્હીની બેઠક પરથી આપનાં રાઘવ ચડ્ઢાને 27.6 ટકા મત મળ્યાં. તેઓ પણ બીજા નંબર પર રહ્યાં. તેમની ટક્કર બીજેપીનાં રમેશ બિધૂડી અને કોંગ્રેસનાં વિજેન્દ્ર સિંહ સાથે હતી.
ઇસ્ટ દિલ્હી પર આપની ટિકિટ પર પોતાની કિસ્મત અજમાવી રહેલી આતિશી માર્લિનાનું પ્રદર્શન કંઇ સારૂં નથી રહ્યું.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર