HBD Sana Khan: સના પર લાગી ચુક્યો છે અપહરણનો આરોપ, હવે ઇસ્લામ મોટે છોડી ફિલ્મ ઇન્ડસ્ટ્રી

PHOTO- @sanakhaan21/Instagram

Happy Birthday Sana Khan: સના ખાન (Sana Khan) આજે તેનો 34મો જન્મ દિવસ ઉજવી રહી છે. સનાએ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે. સના તેનાં કામ કરતાં વધારે તેનાં વિવાદોને કારણે ચર્ચામાં રહી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ અને એક્ટિંગની દુનિયાને અલવિદા કહી ચુકેલી બિગ બોસ 6 (Bigg Boss 6)ની સ્પર્ધક સના ખાન (Sana Khan) તેનાં લગ્નને કારણે ચર્ચામાં રહે છે. ગત વર્ષએ સના ખાને પોતાનો મનોરંજન જગત છોડવાનો નિર્ણય દુનિયાને જણાવ્યો અને અચાનક જ ગુપચુપ લગ્ન કરી લીધા. સના ખાનનો જન્મ 1987માંમુંબઇની ધારાવીમાં થયો હતો. આજે સના ખાન તેનો 34મો જન્મ દિવસ બનાવે છે. તેનાં પિતા કન્નૂરનાં મલયાલી મુસ્લિમ છે. અને માતા સઇદા મંબઇમાં રહેનારી છે.

  આ પણ વાંચો-Kapil Sharma: ઇન્ડિયન આઇડલનાં ઓડિશનમાં રિજેક્ટ થઇ ચુક્યો છે કપિલ, બોલ્યો- મને હતું કે...

  સના ખાને (Sana Khan) તેનું શરૂઆતનું ભણતર મુંબઇથી કર્યું. તેણએ તેનાં કરિઅરની શરૂઆથ એડવર્ટાઇઝમેન્ટથી કરી. સનાએ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 2005માં સના ખાને ઓછા બજેટની એડલ્ટ ફિલ્મ 'યહી હે હાઇ સોસાઇટી'થી ડેબ્યૂ કર્યુ હતું. આ સાથે જ તે ટીવી એડવર્ટાઇઝમેન્ટ્સ પણ કરતી હતી. તેણએ ફિલ્મ 'બોમ્બે ટૂ ગોવા', 'ધન ધના ધન ગોલ'માં સ્પેશિયલ અપીયરન્સ આપી. હિન્દી ફિલ્મોમાં કેટલીક ખાસ સફળતા ન મળવા પર તેણે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ રૂખ કરી લીધુ. વર્ષ 2014માં સના, સલમાન ખાનની ફિલ્મ 'જય હો'માં નજર આવી. જે બાદ તેણે 'વજહ તુમ હૌ' અને 'ટોયલેટ એક પ્રેમ કથા' જેવી ફિલ્મ કરી.

  આ પણ વાંચો-Super Dancer 4: શોનાં સેટ પર શિલ્પા શેટ્ટીનું થયું જોરદાર સ્વાગત, સ્પર્ધકોનો પ્રેમ જોઇ રડી પડી એક્ટ્રેસ

  સના ખાને વર્ષ 2005માં 'યે હૈ હાઇ સોસાયટી' ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી. જે એક લો બજેટ એડલ્ટ ફિલ્મ હતી. જે બાદ તે ટીવી કોમર્શિયલ અને એડ ફિલ્મોમાં નજર આવી. બોલિવૂડ છોડતા પહેલાં સનાનો બોલ્ડ અવતાર ચર્ચામાં રહેતો.  વર્ષ 20212માં સનાએ બિગ બોસની છઠ્ઠી (Bigg Boss 6) સિઝનમાં ભાગ લીધો હતો .તેનાં ખેલથી તે ફાઇનલિસ્ટ બનવામાં સફળ રહી. સનાનાં ટીવી શોની વાત કરીએ તો, 'ઝલક દિખલા જા', 'કોમેડી નાઇટ્સ બચાવો', 'એન્ટરટેઇનમેન્ટ કી રાત', અને 'કિચન ચેમ્પિયન'માં તે નજર આવી ચૂકી છે.

  આ પણ વાંચો-હૈ રામ! પત્નીએ ઘૂંઘટ નહોતો કાઢ્યો તો ગુસ્સે ભરાયા પતિએ 3 વર્ષની દીકરી પટકી, માસૂમનું મોત

  કિડનેપિંગનો આરોપ- સના ખાન તેનાં કામ કરતાં વધારે વિવાદોને કારણે ચર્ચામાં રહે છે. સના ખાન પર કિડનેપિંગનો આરોપ પણ લાગી ચુક્યો છે. એક 15 વર્ષિય યુવતીએ સના પર આરોપ લગાવ્યો હતો કે, તેણે સનાનાં પિત્રાઇ ભાઇ સાથે લગ્ન કરવાનો ઇન્કાર કર્યો હતો જે બાદ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.


  મેલવિન લુઇસ સાથે બ્રેકઅપ- સના ખાનનું ગત વર્ષે જ તેનાં બોયફ્રેન્ડ મેલવિન લુઇસ સાથે બ્રેકઅપ થયુ હતું. જે બાદ સોશિયલ મીડિયા પર તેણએ મેલવિન તરફથી છેતરાઇ હોવાનો આરોપ લગાવ્યો હતો. સાનાએ જણાવ્યું કે, તે મેલવિન સાથે બ્રેકઅપ બાદ એ હદે તુટી ગઇ હતી કે તેણે ઊંઘની ગોળીઓ ગળી લીધી હતી.

  આશકા ગોરડિયા સાથે મિત્રતા- બિગ બોસ દરમિયાન સના ખાનની મિત્રતા આશકા ગોરડિયા સાથે થઇ. આ મિત્રતાએ અલગ જ રૂપ લીધો. બંનેની મિત્રતા પર પણ સવાલો ઉઠ્યાં. બિગ બોસ દરમિયાન તેમની એક તસવીર ખુબજ વાયરલ થઇ હતી.
  Published by:Margi Pandya
  First published: